Home /News /ahmedabad /Ahmedabad Crime : કાકા પર હુમલો કરનારની ભત્રીજાએ જ કરી હત્યા, જુઓ Live મર્ડર CCTV
Ahmedabad Crime : કાકા પર હુમલો કરનારની ભત્રીજાએ જ કરી હત્યા, જુઓ Live મર્ડર CCTV
અમદાવાદ રખીયાલ મર્ડર કેસ
Ahmedabad Crime : રખિયાલ પોલીસ (Rakhiyal Police) ની ગીરફ્તમાં દેખાતા આ શખ્સ નું નામ છે તબરેજખાન ઉર્ફે તબ્બુ પઠાણ. આરોપીએ 19 વર્ષની ઉમરે હત્યા (Murder) ને અંજામ આપ્યો, મર્ડર સમયનો સીસીટીવી વીડિયો (Murder CCTV Video) સામે આવ્યા બાદ જેલનાં સળીયા ગણવાનો વારો આવ્યો
અમદાવાદ : શહેરના રખિયાલમાં કાકા પર થયેલા હુમલાની અદાવત રાખીને હત્યાને અંજામ આપનારા ભત્રીજાની પોલીસે ધરપકડ કરી છે. મહત્વનું છે કે આ ઘટનામાં મૃતક પોતે આરોપી હોવાથી થોડા સમય પહેલા જ પાસા ભોગવી અમદાવાદમાં આવ્યો હતો અને પૈસાની માંગ કરી હુમલો કરતા મારામારી થઈ હતી. જેની અદાવતમાં આ હત્યાને અંજામ અપાયો હોવાનું સામે આવ્યું છે..
રખિયાલ પોલીસની ગીરફ્તમાં દેખાતા આ શખ્સ નું નામ છે તબરેજખાન ઉર્ફે તબ્બુ પઠાણ. આરોપીએ 19 વર્ષની ઉમરે હત્યાને અંજામ આપ્યો હોવાથી તેને જેલનાં સળીયા ગણવાનો વારો આવ્યો છે. અમદાવાદનાં ગોમતીપુર વિસ્તારમાં રહેતા અશરફ અલી અંસારી પાસેથી મૃતક હૈદર અલીએ ઉછીનાં 5 હજાર રૂપિયા માંગ્યા હતા. જોકે પૈસા આપવાની ના પાડતા હૈદરઅલી ચપ્પુના ઘા મારીને ફરાર થઈ ગયો હતો. જે અંગેની જાણ અશરફઅલીનાં ભત્રીજાને થતા તે તાત્કાલીક ધટના સ્થળે પહોંચ્યો હતો. જ્યાં આરોપી હૈદર અલી દેખાતા તેને ચપ્પુના ઉપરાછાપરી ઘા મારતા તેનુ સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતું.
મહત્વનુ છે કે હત્યાની સમગ્ર ધટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.. જે અંગે ફરિયાદ નોંધાતા જ પોલીસ તપાસમાં લાગી હતી તેવામાં પોલીસને બાતમી મળી હતી કે આ ગુનાનો આરોપી હત્યા કરીને ઉત્તરપ્રદેશ ફરાર થવાની ફિરાકમાં હતો..જેથી રખિયાલ પોલીસે મેમ્કો ચાર રસ્તા પાસેથી ઉત્તરપ્રદેશ માટે રવાના થનારી બસમાંથી હત્યારા તબરેજ ખાન પઠાણને બસમાં બેસવા જતા પહેલા જ બસની બહારથી ધરપકડ કરી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે મૃતક હૈદરઅલી અગાઉ મારામારી સહિતનાં અનેક ગુનામાં પકડાઈ ચુક્યો છે, અને પાસાની સજા ભોગવીને થોડા સમય પહેલા જ વિસ્તારમાં આવ્યો હતો અને વિસ્તારમાં આવતાની સાથે જ ગુનાહિત પ્રવૃતિ આચરવાનું શરૂ કર્યું હતું.. હાલ તો આ મામલે પકડાયેલા આરોપી તજરેજખાનની વધુ પુછપરછ રખિયાલ પોલીસે શરૂ કરી છે. ત્યારે કાકા પર થયેલા હુમલા પાછળ જ આ હત્યા થઈ છે કે અન્ય કોઈ કારણો છે તે પોલીસ તપાસમાં જ સામે આવશે.