Home /News /ahmedabad /નરાધમે મહિલાની છેડતી કરતા કહ્યું, દવા કરાવ્યા વગર મારી જોડે આવ હુ તને...

નરાધમે મહિલાની છેડતી કરતા કહ્યું, દવા કરાવ્યા વગર મારી જોડે આવ હુ તને...

મહિલાએ પોલીસમાં નોંધાવી ફરિયાદ

Ahmedabad Crime News: નરાધમે મહિલાને રોકી ‘દવા કરાવ્યા વગર મારી જોડે આવ, તને બાળક કરી આપીશ’ તેવું કહીને છેડતી કરી મહિલાને લાફો માર્યો હતો. મહિલાએ પોલીસમાં નોંધાવી ફરિયાદ.

અમદાવાદ: શહેરના અસારવા વિસ્તારમાં રહેતી એક મહિલાના લગ્નના આઠ વર્ષ બાદ કોઇ સંતાન ન થતું હોવાથી ગાયનેક ડોક્ટર પાસે દવા લેવા માટે જઈ રહી હતી. આ દરમિયાન નજીકની ચાલીમાં રહેતા એક નરાધમે તેને રોકીને ‘દવા કરાવ્યા વગર મારી જોડે આવ, તને બાળક કરી આપીશ’ તેવું કહીને છેડતી કરી મહિલાને લાફો માર્યો હતો. જો કે બાદમાં આરોપી મહિલાના ઘરે પહોચ્યો અને ત્યા જઈ મહિલાના પતિની રીક્ષામાં તોડફોડ પણ કરી હતી.

મહિલા પાસે આરોપીએ બીભત્સ માંગણી કરી


અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં રહેતી એક મહિલાએ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. મહીલા તેના પતિ સાથે સંયુક્ત પરિવારમાં રહે છે. તેના લગ્નના આઠ વર્ષ બાદ પણ કોઇ સંતાન નથી. મહિલાને ગાયનેક ડોક્ટરની દવા ચાલી રહી હતી. ગઇકાલે મહિલા જ્યારે દવાખાને દવા લેવા માટે જઇ રહી હતી ત્યારે તેમના મકાનની નજીક આવેલી ચાલીમાંથી પસાર થઇ રહી હતી તે સમયે એક નરાધમએ તેને રોકી અને ક્યાં જાય છે તેમ પૂછતાં મહિલાએ દવાખાને જઇ રહેલ હોવાનું કહ્યુ હતું.

આ પણ વાંચો: પૈસાની લાલચમાં આવીને મેનેજરએ મિત્ર સાથે મળી કર્યું આવું કામ

ધરાધમે મહિલાને બીભત્સ ગાળો આપી


આ બાદમાં આ નરાધમએ મહિલાનો હાથ પકડીને કહેવા લાગ્યો હતો કે, દવાખાને દવા કરાવ્યા વગર મારી જોડે આવ, તને બાળક કરી આપીશ. તેમ કહીને છેડતી કરી હતી. આ સાથે સાથે બીભત્સ ગાળો બોલતા મહિલાએ નરાધમના હાથમાંથી તેનો હાથ છોડાવવાનો પ્રયાસ કર્યો હતો. જેથી આ નરાધમે મહિલાને લાફો મારી દીધો હતો. જો કે મહિલાના કાકા સસરાની છોકરી જોઇ જતાં તે પણ ત્યાં આવી પહોચી અને મહિલાને વધુ માર મારે તે પહેલા છોડાવી હતી.

આ પણ વાંચો: ખાખીનો ખૌફ ખતમ, દાદરા નગર હવેલીમાં ધોળા દિવસે જ્વેલર્સની દુકાનમાં થઈ લૂંટ

દિવસે દિવસે છેડતીના બનાવોમાં વધારો


જ્યારે નરાધમ આરોપી મહિલાની પાછળ પાછળ તેના ઘરે પહોચ્યો હતો. નરાધમે મહિલાના પતિની રીક્ષાનો કાચ તોડી હુડ પણ ફાડી નાંખીને તોડફોડ કરી હતી. જે અંગેની જાણ પોલીસને કરતાં પોલીસ ઘટનાસ્થળ પર આવી પહોચી હતી. આરોપી વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ દાખલ કરીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. શહેરમાં છેડતીના બનાવો દિવસે દિવસે વધવા લાગ્યા છે.
Published by:Vimal Prajapati
First published:

Tags: Gir molested, Latest Ahmedabad Crime news, છેડતી, મહિલાની છેડતી

विज्ञापन
विज्ञापन