Home /News /ahmedabad /ગુજરાત ATS થી ફફડી ઉઠેલા પાકિસ્તાની માફિયાએ હાથ જોડ્યા, સાંભળો આ ઓડિયો ક્લિપ

ગુજરાત ATS થી ફફડી ઉઠેલા પાકિસ્તાની માફિયાએ હાથ જોડ્યા, સાંભળો આ ઓડિયો ક્લિપ

પાકિસ્તાની ડ્રગ્સ માફિયાની કબૂલાત, ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવું મતલબ આપઘાત!

છેલ્લા બે વર્ષમાં ગુજરાત પોલીસે NDPS એક્ટ હેઠળ 30 પાકિસ્તાની, 17 ઈરાની, 2 અફઘાની નાગરિક અને એક નાઈજિરિયન વ્યક્તિ સામે કેસ દાખલ કર્યો છે.

    છેલ્લા થોડા વર્ષોથી ગુજરાત પોલીસ (Gujarat Police) મુખ્યરૂપે આતંકવાદ વિરોધી ટીમ (Anti Terrorist )ની કામગીરી આંતરરાષ્ટ્રીય સ્તરે ડ્રગ માફિયાઓ પર ભારે પડી રહી છે. આ વાત એક ઓડિયો ક્લિપ (Audio Clip) પરથી સાબિત થાય છે. માફિયા મેમ્બર અને પાકિસ્તાની ડ્રગ (Pakistani Drugs) બેરન વચ્ચે થયેલ વાતચીતની ઓડિયો ક્લિપ પરથી આ અંગે જાણી શકાય છે. ગુજરાત પોલીસ (Gujarat Police) પાસેથી પ્રાપ્ત થયેલી ઓડિયો ક્લિપમાં સાંભળવા મળી રહ્યું છે કે, ‘ભારતમાં ડ્રગ્સ મોકલવું અસંભવ છે.’

    વાતચીતમાં સાંભળવા મળે છે કે, “જુઓ, હાસિમભાઈ મેં ઘણા સાથે મિટીંગ કરી છે, પરંતુ કોઈ વ્યક્તિ ડ્રગ્સ લેવા માટે તૈયાર નથી. ભારતીય સેના 190 માઈલ સુધી નહીં, પરંતુ 400 માઈલ સુધી આંતરરાષ્ટ્રીય બોર્ડર પર દેખરેખ રાખી રહી છે. માદક પદાર્થો સાથે ભારતીય બોર્ડરમાં એન્ટર થવું તે અસંભવ છે.” ઓડિયો ક્લિપમાં સાંભળવા મળી રહ્યું છે કે, જામનગર અને પોરબંદરના તટીય વિસ્તારોમાં ઉતરવું બિલકુલ અસંભવ છે. “પૈસા કોને નથી જોતા? પરંતુ સૌથી બહાદુર નાવિક અને ડ્રગ રનર પણ ડ્રગ્સ લેવા જવા માટે તૈયાર નથી. ભારતીય પોલીસ અને સુરક્ષા બળો પાસેથી બચીને નીકળવું 1% પણ સંભવ નથી.” ગુજરાત ATSને માદક પદાર્થો વિશે થોડી પણ સૂચના મળશે, તો તેમને હેરોઈનથી ભરેલ શીપ વિશે પણ જાણકારી મળી જ જશે.



    ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર, પોલીસ અનુસાર નાર્કોટીક્સ ડ્રગ્સ એન્ડ સાઈકોટ્રોપિક સબસ્ટેન્સિસ (NDPS) એક્ટ હેઠળ 422 મામલાઓમાં 667 માફિયા સભ્યની ધરપકડ કરવામાં આવી છે. ત્યારબાદથી આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાઓ વચ્ચે ગુજરાત પોલીસ અને ATSનો ભય જોવા મળી રહ્યો છે. પોલીસ અધિકારીઓએ આપેલ જાણકારી અનુસાર આ માફિયા સભ્ય પાસેથી રૂ. 5,000 કરોડની 25,699 કિલોગ્રામ દવાઓ પણ જપ્ત કરવામાં આવી છે.

    આ પણ વાંચો- VIDEO: સુરતના ડીંડોલીમાં થયેલી ચોરી વિશે જાણી તમે વિચારમાં પડી જશો અને કહેશો 'હે ભગવાન'

    છેલ્લા બે વર્ષમાં ગુજરાત પોલીસે NDPS એક્ટ હેઠળ 30 પાકિસ્તાની, 17 ઈરાની, 2 અફઘાની નાગરિક અને એક નાઈજિરિયન વ્યક્તિ સામે કેસ દાખલ કર્યો છે. ગૃહ વિભાગના એક સૂત્ર અનુસાર માત્ર ગુજરાત ATSએ તાજેતમાં દેશના અલગ અલગ ભાગોમાં સમુદ્ર અભિયાન ચલાવીને અને દરોડા સહિત ઓછામાં ઓછા 10 મોટા ઓપરેશન પાર પાડ્યા છે. ગુજરાત પહેલા ડ્રગ્સ માટે સોફ્ટ રૂટ હતો પણ છેલ્લા ઘણા સમયથી 1,600 કિલોમીટરની રાજ્યની દરિયાઈ સરહદ પર ચુસ્ત બંદોબસ્ત અને પેટ્રોલિંગ કરી દેવાતા ગુજરાતનો રૂટ બંધ થઈ ગયો છે.
    First published:

    Tags: Ahmedabad news, Drugs Case, Gujarat ATS, Gujarat ATS Drugs Mafia Operation, Gujarati news

    विज्ञापन