અમદાવાદ: મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં એક 20 વર્ષની યુવતીએ સીઆઈએસએફ (CISF)ના કર્મચારી ઉપર છેડતીનો આરોપ લગાવ્યો છે. યુવતી સાથે શારીરિક અડપલા (physical contact) કર્યા હોવાનો આરોપ મૂકાયો છે. આ મામલે ફરિયાદ દાખલ (police complaint) થયા બાદ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
મહત્વનું છે કે, આરોપી અને યુવતીના પિતા એક સાથે એક જ જગ્યાએ નોકરી કરતા હતા. ઘટનાની વિગતવાર વાત કરીએ તો ફરિયાદી મૂળ બંગાળના છે અને હાલ તેના પિતા સીઆઈએસએફ જયપુરમાં ફરજ બજાવે છે. યુવતીએ ગાંધીનગરમાં એમએસસીના અભ્યાસ માટે અરજી કરેલી છે. યુવતી પોતાની માતા સાથે અમદાવાદમાં આવી હતી અને આરોપીના ઘરે રોકાવવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. કેમ કે, અગાઉ આરોપી અને યુવતીના પિતા સાથે જયપુરમાં હતા.
આ પણ વાંચો: અમદાવાદ: પતિએ પત્નીનો નગ્ન વીડિયો ઉતાર્યો, પછી હાર્પિક પીવડાવ્યું
યુવતી પોતાની માતા સાથે આરોપીના ઘરે રોકાઇ હતી. આ દરમિયાન રાતે યુવતી સૂઇ રહી હતી ત્યારે આરોપીની નિયત બગડી હતી અને તેણે યુવતી સાથે શારીરિક અડપલા કર્યા હતા. જેના લીધે યુવતી અને પાસે સૂઇ રહેલા તેના માતા પણ ઉઠી ગયા હતા. તેમણે આ સમગ્ર ઘટનાની જાણ આરોપીની પત્નીને કરી હતી, પરંતુ તેમણે આ વાત નકારી કાઢી હતી.
જે બાદ યુવતીએ આ સમગ્ર વાત પોતાના પિતા સમક્ષ વ્યક્ત કરી હતી. પિતા સાથે વાત થયા બાદ યુવતીએ પોલીસ ફરિયાદ કરી છે. પોલીસે ફરિયાદ લઈ આગળની કાર્યવાહી શરૂ કરી છે.