Home /News /ahmedabad /અમદાવાદમાં સરેઆમ હત્યા: કારની ટક્કર મારી ગોળી ધરબી દીધી, બુલેટનું પડીકું વળી ગયું

અમદાવાદમાં સરેઆમ હત્યા: કારની ટક્કર મારી ગોળી ધરબી દીધી, બુલેટનું પડીકું વળી ગયું

વસ્ત્રાલના કર્ણાવતી રોડ પર હત્યાનો બનાવ બનતાં નાશભાગ મચી ગઇ હતી.

Ahmedabad Murder: કારમાં આવેલા બે લોકોએ ત્રિપલ સવારીમાં જતાં બુલેટને ટક્કર મારી રોક્યા હતા. જે બાદ કારમાં આવેલા શખ્સે ફાયરિંગ કરી હત્યા નિપજાવી

    અમદાવાદ: શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં હત્યાની ઘટના સામે આવી છે. વસ્ત્રાલના કર્ણાવતી રોડ પર હત્યાનો બનાવ બનતાં નાશભાગ મચી ગઇ હતી. જાહેર રોડ પર ફિલ્મી દિલધડક દ્રશ્યો સર્જાતા આસપાસના લોકોએ નાશભાગ કરી હતી. કારમાં આવેલા બે લોકોએ ત્રિપલ સવારીમાં જતાં બુલેટને ટક્કર મારી રોક્યા હતા. જે બાદ કારમાં આવેલા શખ્સે ફાયરિંગ કરી હત્યા નિપજાવી હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાને પગલે આસપાસના વિસ્તારોમાં ફફડાટનો માહોલ છે, જ્યારે પોલીસે ઘટના સ્થળે પહોંતી એક જીવતો કારતૂસ કબ્જો કર્યો છે અને વધુ તપાસ શરૂ કરી છે.

    મળતી માહિતી અનુસાર, જન્મદિવસની પાર્ટીમાં મિત્રો વચ્ચે ઝઘડો થયો હતો. જે બાદ અદાવત રાખી આ સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યું છે. વસ્ત્રાલના કર્ણાવતી રોડ પરથી ત્રણ યુવકો બુલેટ બાઇક પર પસાર થઇ રહ્યા હતા. તે દરમિયાન અચાનક જ આવેલી એક કાર બુલેટને ટક્કર મારી હતી અને યુવકોને રોકવા પ્રયાસ કર્યો હતો. જોત-જોતાંમાં કારમાં આવેલા શખ્સે ફાયરિંગ કરતાં નાશભાગ મચી ગઇ હતી. આરોપી ફાયરિંગ કરી હત્યા નિપજાવી ફરાર થઇ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

    આ પણ વાંચો: ગુનાની દુનિયામાં લેડી ડોનનો દબદબો, હસીના પારકર જેવો રોફ, 52થી વધુ ગુના

    આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં સોંપો પડી ગયો હતો. કેમ કે, પ્રથમ દ્રષ્ટિએ એવું લાગ્યું હતું કે આ અકસ્માતમાં છે. જેમાં કારે બુલેટને અડફેટે લીધું છે. આસપાસના લોકો કંઇક સમજે તે પહેલા જ ટક્કર મારનાર કારમાં આવેલા શખ્સે ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ વડે હત્યા નિપજાવતાં નાશભાગના દ્રશ્યો સર્જાયા હતા. જ્યારે આરોપીઓ ઘટનાને અંજામ આપી ફરાર થઇ ગયા હતા. બીજી બાજુ, બુલેટ બાઇકની જે તસવીરો સામે આવી છે, જે જોતાં લાગે છે કે કારે કેટલી ગંભીર રીતે ટક્કર મારી હશે. કેમ કે, બુલેટ બાઇકનું પડીકું વળી ગયું છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસને ઘટના સ્થળેથી એક જીવતો કારતૂસ મળી આવ્યો છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Ahmedabad news, Crime news, Gujarat News

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन