અમદાવાદ: કુબેરનગર વિસ્તારમાં મોજશોખ અને પાર્ટી (party) કરવા માટે પૈસાની જરૂર (need money) હોવાથી 4 યુવકોએ એક રસ્તે જતાં વ્યક્તિને રોકી મોબાઈલ અને રોકડની લૂંટ કરી. જોકે, ઝપાઝપી દરમિયાન યુવકનું મોત (murder) થતાં પોલીસે ગુનામાં સામેલ 3 આરોપીઓની ધરપકડ (arrested)કરી છે.
પોલીસની કસ્ટડીમાં લેવાયેલા 3 આરોપીઓના નામ મયુર, સુનિલ ઉર્ફે છોટુ યાદવ અને જતીન જાગલાની છે. પકડાયેલા આરોપીઓએ પોતાના મોજશોખ પૂરા કરવા માટે એક નિર્દોષ વ્યક્તિને મોતને ઘાટ ઉતારી દીધો હતો.
મહત્વનું છે કે, ત્રીજી ઓગસ્ટના દિવસે રામકુમાર નામનો વ્યક્તિ છારાનગર તરફથી ચાલતા-ચાલતા તીર્થરાજ સોસાયટી નજીક પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન આરોપીઓ મયુર, સુનિલ ઉર્ફે છોટુ યાદવ, જતીન જાગલાની તથા સાહિલ હરિયાળી પાન પાર્લર ત્રણ રસ્તા પર બેઠા હતા અને તમામ લોકોએ પાર્ટી કરવાનું નક્કી કર્યું હતું. જોકે તેમની પાસે મોજશોખ તથા પાર્ટી કરવાના પૈસા ન હોવાથી મૃતકને જોઈને તેમને લૂંટવાનો પ્લાન બનાવી મૃતક રામકુમારને પકડી લઈ મયુર સિંધીએ તેના ખિસ્સામાં મૂકેલ પર્સ અને મોબાઈલ ફોન ઝુંટવી લીધો હતો. તેમજ રામકુમારે ગળામાં સોનાનું પેન્ડલ પહેર્યું હોવાથી તે લૂંટવા જતાં મૃતકે આરોપીઓને ધક્કો મારીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ઝપાઝપી દરમિયાન રામકુમાર દીવાલ પરથી નીચે પડતાં હેમરેજ થતાં તેનું મોત નીપજ્યું હતું.
આ ઘટના બાદ બીજા દિવસે સવારે તીર્થરાજ એપાર્ટમેન્ટના રહીશોએ મૃતદેહ જોતા પોલીસને જાણ કરી હતી. પોલીસે પહેલા અકસ્માતે મોત નોંધી તપાસ હાથ ધરી હતી. તેવામાં મૃતક અને આરોપીઓને ઓળખતા એક વ્યક્તિએ પોલીસને માહિતી આપતા પોલીસે ગુનામાં સામેલ 4માંથી 3 આરોપીઓને દબોચી લીધા છે.
જોકે, આ ગુનામાં સામેલ ફરાર આરોપી સાહિલને પકડવા તજવીજ તેજ કરાઈ છે. મોજશોખ માટે લૂંટ અને હત્યાને અંજામ આપનાર આરોપીઓની ધરપકડ કરી પૂછપરછ કરવામાં આવી હતી જેમાં આરોપીઓ દારૂનો નશો કરતા હોવાથી પૈસાની જરૂર પડતા આ કૃત્ય કર્યું હોવાનું કબુલ્યું છે. જોકે, આ આરોપીઓએ અગાઉ કોઈ ગુનાનો અંજામ આપ્યો છે કે કેમ તે તો પોલીસ તપાસમાં જ સામે આવશે.