Home /News /ahmedabad /વાસણામાં માત્ર 500 રૂપિયાની લેતીદેતી મામલે યુવકની જાહેરમાં ઘાતકી હત્યા 

વાસણામાં માત્ર 500 રૂપિયાની લેતીદેતી મામલે યુવકની જાહેરમાં ઘાતકી હત્યા 

500 રૂપિયાની લેતીદેતી મામલે યુવકની જાહેરમાં ઘાતકી હત્યા

Ahmedabad crime: રૂપિયા પરત નહીં આપતાં મોડીરાતે વાસણામાં લોહીયાણ ખેલ ખેલાયો, ત્રણ મિત્રોએ યુવકનું ઢીમ ઢાળી દીધું

અમદાવાદ: શહેરમાં નાની-નાની બાબતે ગેંગવોર, હત્યા, હત્યાની કોશિશના બનાવો સતત વધી રહ્યા છે. થોડા દિવસ પહેલા જુહાપુરામાં એક વ્યક્તિની હત્યા થઇ ગઇ હતી, ત્યારે ગઇકાલે મોડીરાતે વાસણામાં એક પાનપાર્લર ચલાવતા યુવકની ઘાતકી હત્યા થઇ જતા ચકચાર મચી ગઇ છે. પાન પાર્લરના માલિકે મિત્રો પાસેથી 500 રૂપિયા ઉધાર લીધા હતા, જે પરત આપવાનો ઇન્કાર કરતા મોડી રાતે મામલો બિચક્યો હતો. ત્રણેય મિત્રોએ યુવકને છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધો છે. પોલીસે ત્રણેય શખ્સોની અટકાયત કરીને વધુ પુછપરછ શરૂ કરી છે.

500 રૂપિયા પરત માંગતા મામલો બિચક્યો

વાસણા વિસ્તારમાં આવેલા સોરાઇનગરમાં રહેતા દેવેન્દ્ર રાજપુત નામના યુવકની મોડી રાતે ઘાતકી હત્યા કરવામાં આવી છે. દેવેન્દ્ર રાજપુત મૂળ યુપીનો છે અને છેલ્લા ઘણા વર્ષોથી અમદાવાદના વાસણા ખાતે પરિવાર સાથે રહે છે અને સોરાઇનગર ખાતે પાન પાર્લર ચલાવે છે. દેવેન્દ્ર રાજપુતે થોડાક સમય પહેલા તેના મિત્ર પાસેથી 500 રૂપિયા ઉધાર લીધા હતા. ગઇકાલે પાર્લર પર તેના મિત્રો બેઠા હતા ત્યારે રૂપિયાની લેતીદેતી મામલે બબાલ થઇ હતી. મિત્રોએ દેવેન્દ્ર પાસે 500 રૂપિયા પરત માંગ્યા હતા, જે આપવાનો ઇન્કાર કરી દેતા મામલો બિચક્યો હતો.

આ પણ વાંચો: ચેતવણીરૂપ કિસ્સો! ઇન્સ્ટાગ્રામ પર મળેવા ફેક પાયલોટે યુવતી સાથે કર્યું આવું

જોતજોતામાં મામલો એટલી હદે ગરમાયો કે...

દેવેન્દ્રએ 500 રૂપિયા આપવાની ના પાડી દીધી હતી. જેથી મિત્રોએ તેને થપકો આપ્યો હતો. જોતજોતામાં મામલો એટલી હદે ગરમાયો કે દેવેન્દ્રએ તેના મિત્રોને ગાળો બોલીને લાકડી મારી દીધી હતી. ત્રણેય મિત્રો પૈકી એકને લાકડી વાગતા તમામ લોકોએ દેવેન્દ્રને મારમાર્યો હતો અને બાદમાં છરી ના ઘા ઝીંકી દીધા હતા. દેવેન્દ્રને છરીના ઘા ઝીંકી દેતા તે જમીન પર તરફડીયા મારવા લાગ્યો હતો જ્યારે ત્રણેય મિત્રો નાસી ગયા હતા. આ ઘટના જોઇને આસપાસના લોકો દોડી આવ્યા હતા અને 108 ઇમરજન્સી એમ્યુલન્સને ફોન કરીને બોલાવી દીધી હતી. 108 પહોચે તે પહેલા દેવેન્દ્રનું મોત થયુ હતું. હત્યાની જાણ વાસણા પોલીસને થતા તેઓ તાત્કાલીક ઘટના સ્થળે પહોચી ગયા હતા અને દેવેન્દ્રની લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપી હતી.

ઉશ્કેરાટમાં આવ્યું કરુણ પરિણામ

ઘટનાની જાણ એસીપી તેમજ ડીસીપીને થતા તેઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોચી ગયા હતા અને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી. વાસણા પોલીસે ત્રણ મિત્રો વિરૂદ્ધ હત્યાનો ગુનો દાખલ કરીને મોડીરાતે તેમની અટકાયત કરી લીધી હતી. ઝોન 7ના ડીસીપી બી.યુ.જાડેજાએ જણાવ્યુ છે કે, દેવેન્દ્રએ તેના મિત્ર પાસેથી 500 રૂપિયા લીધા હતા. મિત્રએ રૂપિયા માંગતા દેવેન્દ્રએ તેને રૂપિયા આપવાનો ઇન્કાર કરી દીધો હતો. માત્ર 500 રૂપિયાની લેતીદેતી મામલે દેવેન્દ્રની હત્યા કરવામાં આવી છે. જો દેવેન્દ્રએ લાકડી મારી ના હોત તો કદાચ આજે તે જીવતો હોત. સમાન્ય ઉશ્કેરાટમાં ઘણી વખત લોકો એવું કામ કરી દેતા હોય છે. જેના કારણે તેમના પરિવારને રોવાના દિવસો આવી જાય છે. ગઇકાલે દેવેન્દ્રએ ઉધાર લીધેલા રૂપિયા પરત આપી દીધા હોત અથવા તો તેના મિત્રે લાકડી મારી ના હોત તો કદાચ આજે તે જીવતો હોત. દેવેન્દ્રએ લાકડી મારી ત્યારે જ બબાલ મોટી થઇ ગઇ હતી અને જેના કારણે ત્રણેય યુવકોએ દેવેન્દ્રને છરીના ધા ઝીંકી દીધા હતા.
Published by:Azhar Patangwala
First published:

Tags: Ahmedabad news, Crime news, Gujarat News

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन