Home /News /ahmedabad /અમદાવાદઃ પત્નીની જાસૂસી કરવા પતિએ પૈસા આપી માણસ રાખ્યો, આમ ફૂટ્યો ભાંડો

અમદાવાદઃ પત્નીની જાસૂસી કરવા પતિએ પૈસા આપી માણસ રાખ્યો, આમ ફૂટ્યો ભાંડો

પોલીસે આ મામલે વધુ ઉંડાણપુર્વક તપાસ શરૂ કરી છે. 

Ahmedabad crime: પત્ની કોની-કોની સાથે ફરે છે? તે માટે પતિએ ફોટો-વીડિયો ઉતારવા રાખ્યો માણસ, આવી રીતે ફૂટ્યો ભાંડો

અમદાવાદઃ શહેરમાં રહેતી એક યુવતી તેના પતિથી અલગ રહે છે. આ યુવતીને પતિ સાથે મનમેળ ન રહેતા તે દીકરી અને દીકરા સાથે રહે છે. આ યુવતી તાજેતરમાં હોટલમાં જમવા માટે ગઇ હતી, ત્યારે જ સામેના ટેબલ પર બેઠેલો શખ્સ તેના ફોટો પાડતો હોવાનો શક ગયો હતો. યુવતીએ તે શખ્સ પાસે જઇને તપાસ કરતા તેના ફોનમાંથી યુવતીના ફોટો અને વીડિયો મળી આવ્યા હતા. આટલું જ નહીં, આરોપીએ ફોટો, વીડિયો યુવતીના પતિને પણ મોકલ્યા હતા અને આ કામના બે હજાર રૂપિયા યુવતીના પતિએ આ માણસને આપ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. જે બાબતને લઇને પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

યુવતીનો પીછો કરતો શખ્સ, ફોટો-વીડિયો પતિને મોકલતો

શહેરના ગ્રામ્ય વિસ્તારના બોપલમાં રહેતી 35 વર્ષીય યુવતી તેની પુત્રી અને પુત્ર સાથે રહે છે. આ યુવતીને પતિ સાથે મનદુખ ચાલતુ હોવાથી તે પતિથી અલગ રહે છે. બે દિવસ પહેલા બપોરે આ યુવતી જોધપુર ખાતે આવેલા એક કપડાના શોરૂમમાં ખરીદી કરવા ગઇ હતી, ત્યારે તેની દીકરીએ જણાવ્યું કે, એક ભાઇ એકીટશે જોઇ રહ્યા છે અને પીછો કરે છે. પરંતુ યુવતીએ આ વાતને ગંભીરતાથી લીધી નહોતી. તેણે આ વાત પર ધ્યાન આપ્યું નહોતુ, પણ બાદમાં ગઇકાલે આ યુવતી રાજપથ ક્લબ પાસે જીમમાં કસરત કરવા ગઇ હતી. અહીં તેનો એક મિત્ર પણ કસરત કરવા આવ્યો હતો. જીમમાં કસરત કરીને આ યુવતી સાંજે 100 ફુટ રોડ પ્રહલાદનગર ગાર્ડન પાસે આવેલી એક રેસ્ટોરન્ટ ખાતે જમવા માટે ગઇ હતી, ત્યાં તે જમી રહી હતી ત્યારે ટેબલની સામે બેઠેલો એક વ્યક્તિ ફોટો પાડતો હોય તેવું તેને લાગતા યુવતીએ ત્યાં જઇ તેનો ફોન તપાસ્યો હતો. જેમાં યુવતીના ફોટો અને વીડિયો મળી આવ્યા હતા.

આ પણ વાંચો: સાણંદ ડેપ્યુટી કલેકટરની આત્મહત્યા કે હત્યા?

'ફોન આપી દે નહીંતર તને જાનથી મારી નાખીશ'

આ શખ્સે ગત 14થી જ જુદી-જુદી જગ્યાના યુવતીના ફોટો પાડ્યા હતા અને યુવતીના પતિને આ ફોટો વોટ્સએપ પર મોકલ્યા હોવાના પણ પુરાવા યુવતીને મળ્યા હતા. ફોટો પાડનારે આ યુવતીને ધમકી આપી હતી કે, ફોન આપી દે નહીંતર તને જાનથી મારી નાખીશ. ત્યારે જ યુવતીના પતિનો પણ ફોન આવ્યો હતો. યુવતીએ ફોન ઉપાડતા તેના પતિએ વાત કરી નહોતી અને ફોન કાપી નાખ્યો હતો. બાદમાં યુવતીએ પોલીસને જાણ કરી હતી. આ મામલે ફરિયાદ આપતા પોલીસે હાલ જીલુજી નામના શખ્સ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે યુવતીના પતિએ જાસુસી કરવા, ફોટો-વીડિયો લેવા માટે આરોપીને રૂ. 2000 આપ્યા હતા. પોલીસે આ મામલે હવે વધુ ઉંડાણપુર્વક તપાસ શરૂ કરી છે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Ahmedabad news, Crime news, Gujarat News

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन