Home /News /ahmedabad /અમદાવાદ : લગ્નની પહેલી જ રાતે પત્ની સાથે સુવા માટે પતિએ કર્યુ આવું, થોડા જ દિવસોમાં બતાવ્યું અસલી રૂપ

અમદાવાદ : લગ્નની પહેલી જ રાતે પત્ની સાથે સુવા માટે પતિએ કર્યુ આવું, થોડા જ દિવસોમાં બતાવ્યું અસલી રૂપ

કંટાળીને યુવતીએ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

યુવતીને તેનો પતિ લગ્ન બાદ પતિ તરીકેનો પ્રેમ પણ આપતો નહોતો. નોકરી કામધંધો મૂકીને પતિએ લાખો રૂપિયા દહેજ માંગવાની શરૂઆત કરી પત્નીને ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું.

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
અમદાવાદઃ શહેરમાં રહેતી એક યુવતીના થોડા વર્ષો પહેલા જ લગ્ન થયા હતા. લગ્ન બાદ તે તેના સાસરે રહેવા ગઇ હતી. જો કે લગ્નની પહેલી જ રાત્રે તેના પતિએ સાથે સુવા માટે ઝઘડો કર્યો હતો. બાદમાં તેઓ બંને જ્યારે એકલા હોય અને સમય પસાર કરતા હોય ત્યારે પણ તેનો પતિ કાંઇ વાતચીત કરતો નહોતો.

આટલું જ નહિ યુવતીને તેનો પતિ લગ્ન બાદ પતિ તરીકેનો પ્રેમ પણ આપતો નહોતો. નોકરી કામધંધો મૂકીને પતિએ લાખો રૂપિયા દહેજ માંગવાની શરૂઆત કરી પત્નીને ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું. સમગ્ર બાબતોથી કંટાળીને યુવતીએ ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો :  Vadodara : લવ જેહાદનો કેસ પતી ગયો, 25 લાખ હોય તો આવજે નહીંતર તારા બાપના ઘરે રહેજે ; ચકચારભર્યા કેસમાં નવો વળાંક

શહેરના વટવા વિસ્તારમાં રહેતી 22 વર્ષીય યુવતી છેલ્લા સવા વર્ષથી પિયરમાં રહે છે. તેના લગ્ન વર્ષ 2019 માં ઉત્તર પ્રદેશ ખાતે થયા હતા. ત્યારબાદ તે તેના સાથે પતિ સાસુ જેઠ જેઠાણી સાથે સંયુક્ત પરિવારમાં રહેવા ગઈ હતી. લગ્નના પહેલા જ દિવસથી યુવતી સાથે તેના પતિએ સાથે સુવાની બાબતમાં ઝઘડો કર્યો હતો. પતિએ આ ઝઘડો કર્યા બાદ થોડા જ દિવસમાં તેના પતિનું વર્તન પણ આ યુવતી પ્રત્યે બદલાઈ ગયું હતું. જ્યારે યુવતી તેના પતિ સાથે સમય પસાર કરે ત્યારે તેનો પતિ સારી રીતે વર્તન કરતો નહોતો અને એક પતિ તરીકેનો પ્રેમ પણ આપતો નહીં.

આ યુવતીની ફોઈ સાસુ તથા તેની સાસુ જ્યારે આ યુવતી રસોડામાં અંદર જાય ત્યારે રસોડામાં ન જવાનું કહી કોઈપણ વસ્તુને અડવાની મનાઈ કરી તારા હાથનું કરેલું કોઈ પણ કામ ગમતું નથી તેમ કહી ઝઘડો કરી ત્રાસ આપતા હતા. યુવતીને તેની ફોઈ સાસુ ઘરમાં મફતના રોટલા ખાઈને શરીર વધારે છે તેમ કહી મશ્કરી કરીને માનસિક પરેશાન કરતા હતા. લગ્નના થોડા દિવસ બાદ જ્યારે આ યુવતી પગ ફેરાની રસમ માટે તેના પિયર અમદાવાદ આવી ત્યારે તેનો પતિ પણ અમદાવાદ આવી ગયો હતો અને કામ ધંધો કરવાનું બંધ કરી દીધું હતું.

આ પણ વાંચો :  ગુજરાતની શાળાનાં પરિણામ સુધારવા બનાવાયો એક્શન પ્લાન: જાણો શું છે બોર્ડની યોજના

યુવતીએ તેના પતિને નોકરી કરવાનું કહેતા તેણે કહ્યું કે તેના સસરાને આર્મીમાં નોકરી હોવાથી મિલકત ઘણી બધી છે એટલે કામ કરવાની જરૂર રહેતી નથી તેમ કહી યુવતી સાથે જેમ ફાવે તેમ બોલવા લાગ્યો હતો. બાદમાં યુવતીના પતિએ એક નવો ફ્લેટ અથવા 50 લાખ રૂપિયા દહેજની માંગણી કરી હતી. જે બાબતે યુવતીએ મનાઈ કરતા તેનો પતિ આવેશમાં આવી ગયો હતો અને તેને બે લાફા મારી દઈ જીવતી સળગાવી દેવાની ધમકી આપી હતી.આરોપી પતિએ આ યુવતીને તરછોડી દઈ તેનો સામાન રાખી લીધો હતો અને પરત તેડી જવા માટે ખોટા વાયદાઓ કરતો હતો. જેથી સમગ્ર બાબતને લઈને યુવતીએ મહિલા પોલીસને ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Published by:Bansari Gohel
First published:

Tags: Ahmedabad Crime latest news, Ahmedabad crime news, Domestic violence, Latest Ahmedabad Crime news

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन