Home /News /ahmedabad /અમદાવાદઃ યુવતીને પ્રેમમાં સજા મળી અને પછી મળ્યો દગો, પ્રેમીએ બે વાર પ્રેગ્નેન્સી મિસ કરાવી
અમદાવાદઃ યુવતીને પ્રેમમાં સજા મળી અને પછી મળ્યો દગો, પ્રેમીએ બે વાર પ્રેગ્નેન્સી મિસ કરાવી
પ્રતિકાત્મક તસવીર
Ahmedabad crime: લગ્ન કરતા પહેલા તારી સાથે શરીરસુખ માણવું છે: પ્રેમી યુવતીને અવારનવાર હોટેલમાં લઈ જઈ તેની સાથે શારીરિક સંબંધ બાંધતો. ગર્ભ રહી જતા પ્રેમીએ ગોળીઓ ખવડાવી પ્રેગ્નેન્સી મિસ કરાવી
અમદાવાદઃ શહેરમાં રહેતી એક યુવતી સાથે પ્રેમીએ પ્રેમસંબંધ બાંધી તેને સજા આપી અને બાદમાં તેને દગો આપ્યો હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે. પ્રેમીએ લગ્નની લાલચે આ યુવતીને હોટલમાં લઇ જઇ બળાત્કાર ગુજાર્યો હતો. યુવતીને ગર્ભ રહી જતા પ્રેમીએ ગોળીઓ ખવડાવી પ્રેગ્નેન્સી મિસ કરાવી દીધી હતી. આ સમગ્ર બાબતને લઇને યુવતીએ આ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
'લગ્ન કરતા પહેલા તારી સાથે શરીરસુખ માણવું છે'
શહેરમાં રહેતી એક યુવતી એકાદ વર્ષ પહેલા જશોદાનગર પાસે એક કંપનીમાં ઓડિટર તરીકે નોકરી કરતી હતી. ત્યાં તેની સાથે એક છોકરો બીલર તરીકે નોકરી કરતો હતો. આ બંને યુવક અને યુવતી વચ્ચે એકાદ વર્ષ પહેલા પરિચય થયો હતો. ત્યાર બાદ બંનેએ એકબીજાના મોબાઈલ નંબરની આપલે કરી હતી. જે બાદ બંને વાતચીત કરતા હતા અને છેલ્લા એકાદ વર્ષથી એકબીજાને પ્રેમ કરતા હતા. આ યુવતી અને યુવક અવારનવાર નોકરીની જગ્યાએ મળતા હતા, ત્યારે આરોપી પ્રેમી લગ્ન કરવાની વાત કરતો હતો અને આશરે છ-આઠ મહિના પહેલા આ યુવતી તેના ઘરે હાજર હતી, ત્યારે તેના પ્રેમીએ તેને ફરવા જવાની વાત કરી તેને બોલાવી હતી. યુવતીને આ પ્રેમી ઘરે લેવા ગયો હતો અને ત્યાર બાદ વાહન ઉપર બેસાડી ફરવા લઈ ગયો હતો. બંને હાથીજણ રીંગરોડ તરફ ગયા હતા, ત્યારે પ્રેમી આ યુવતીને એક હોટલમાં લઈ ગયો હતો. જ્યાં તેણે કહ્યું હતું કે, તારી સાથે લગ્ન કરવાનો છું. લગ્ન કરતા પહેલા તારી સાથે શરીરસુખ માણવું છે. હું તારી સાથે લગ્ન કરવાનો છું. જેથી આપણા બંને વચ્ચે આવું થાય તો કંઈ વાંધો નથી. આ બાબતે યુવતી કહ્યું હતું કે, લગ્ન થયા બાદ જ શરીરસુખ માણવું જોઈએ, અત્યારે આવું ન કરાય. જોકે, આરોપી પ્રેમીએ એકદમ આ યુવતીને હોટલમાં પલંગ ઉપર સુવડાવી પ્રતિકાર કરે તે પહેલા તેના કપડા ઉતારી મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યો હતો.
અવારનવાર હોટેલમાં લઈ જઈ તેની સાથે શારીરિક સંબંધ બાંધતો
આમ, અવારનવાર આરોપી પ્રેમી આ યુવતીને હોટલમાં લઈ જતો અને લગ્નની લાલચ આપી તેની મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજારતો હતો. થોડા સમય પહેલા આ યુવતીને ગર્ભ રહી જતા તેણે તેના પ્રેમીને વાત કરતા તેના પ્રેમીએ પ્રેગનેન્સી મિસ થવાની ગોળીઓ લાવી આપી હતી. જે ગોળીઓ યુવતીએ પી લેતા તેની પ્રેગ્નન્સી મિસ થઈ ગઈ હતી. ત્યારબાદ બંને વચ્ચે પ્રેમસંબંધ હોવાથી આરોપી પ્રેમી અવારનવાર હોટેલમાં લઈ જઈ તેની સાથે શારીરિક સંબંધ બાંધતો હતો. ફરી એક વખત યુવતીને ગર્ભ રહી જતા તેણે તેના પ્રેમીને વાત કરતા તેણે ફરી પ્રેગ્નન્સી મિસ કરાવી દેવાનું કહેતા યુવતીએ લગ્ન કરવાના છે તો ફરીથી પ્રેગનેન્સી મિસ નથી કરાવવી તેમ કહ્યું હતું.
યુવતીને મારી નાખવાની ધમકી આપી
બાદમાં યુવતીએ ઘરના સભ્યોને વાત કરી લગ્ન કરવાનું કહેતા આરોપીએ તેની સગાઈની વાત બીજી જગ્યાએ ચાલી રહી છે, તેના માતા-પિતા આ યુવતી સાથે લગ્ન કરાવવા રાજી નથી, જેથી બંનેના લગ્ન થવા શક્ય નથી એટલે પ્રેગ્નન્સી મિસ કરાવી દે તેમ કહ્યું હતું. બાદમાં પ્રેમીએ આપણા બંને વચ્ચે જે પણ થયું છે, તે તારા ઘરે અથવા તો બીજા કોઈને વાત કરતી નહીં, તેમ કહી મારી નાખવાની ધમકીઓ આપી હતી. જેથી યુવતી ગભરાઈ જતા તે બીમાર થઈ ગઈ હતી અને ડોક્ટરને બતાવવા જતા ડોક્ટરે યુવતીના ઘરના સભ્યોને યુવતીને ગર્ભ હોવાનું જણાવ્યું હતું. આમ લગ્નની લાલચે બળાત્કાર ગુજારી બાદમાં લગ્ન કરવાની ના પાડનાર પ્રેમી વિરુદ્ધ યુવતીએ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.