Home /News /ahmedabad /અમદાવાદ: પોલીસને બાતમી આપવા બાબતે સોગંધ ખાવા લઈ ગયા મિત્રો, રસ્તામાં જ મિત્રતા લજવી

અમદાવાદ: પોલીસને બાતમી આપવા બાબતે સોગંધ ખાવા લઈ ગયા મિત્રો, રસ્તામાં જ મિત્રતા લજવી

મિત્રએ રસ્તામાં જ બાઇક ઉભું રાખી આ યુવકને માર માર્યો હતો.

Ahmedabad crime: ડીઝલ ચોરીમાં પકડાયેલ યુવક બાબતે તેના મિત્રોએ એક યુવક પાસે જઈ મંદિરે સોગંધ ખાવા જવાનું કહી લઈ ગયા હતા.

અમદાવાદ: ડીઝલ ચોરીમાં પકડાયેલ યુવક બાબતે તેના મિત્રોએ એક યુવક પાસે જઈ મંદિરે સોગંધ ખાવા જવાનું કહી લઈ ગયા હતા. જ્યાં પહેલા મિત્રએ રસ્તામાં જ બાઇક ઉભું રાખી આ યુવકને માર માર્યો હતો. હથિયારથી માર માર્યા બાદ આ આરોપીનો બનેવી પણ ત્યાં આવી ગયો અને અન્ય મિત્રો પણ આવી ગયા હતા. આ તમામ લોકો યુવક અને તેના મિત્ર પર તૂટી પડી ઢોર માર મારી છરીના ઘા મારી દીધા હતા. જે મામલે તમામ લોકો સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

શહેરના નારોલમાં રહેતો જગદીશ ચુનારા મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેના પરિવારમાં પત્ની અને બે સંતાન છે. ગઈકાલે રાત્રે જગદીશ તેના ઘરે હાજર હતો. તે વખતે તેનો મિત્ર મહેશ ઉર્ફે ઢોલો ચુનારા આવ્યો હતો. આ મહેશે જગદીશને કહ્યું કે, રવિ અગાઉ ડીઝલ ચોરીમાં પકડાયો હતો અને તમે બંને જણાએ ડીઝલ ચોરી પકડવા માટેની બાતમી આપી છે. જેથી મંદિરે સોગંદ ખાવા જવાનું છે. તેમ કહેતા જગદીશ તેના મિત્ર ભાવેશ અને મહેશ સાથે બાઈક લઈને નારોલ ગામ પહોંચ્યા હતા. તે વખતે મહેશ તેની બાઈક ઉપરથી ઉતરી જગદીશ સાથે બોલાચાલી કરી તેને ગાળો બોલવા લાગ્યો હતો.

આ પણ વાંચો: નવરાત્રીમાં યુવક યુવતીઓના 80% લફરાં પકડાય છે

બાદમાં તેને મૂઢ માર મારી છરીનો લસરકો પેટના ભાગે મારી દીધો હતો. તે વખતે મહેશનો બનેવી મનીષ આવી જતા લાકડાના દંડા વડે જગદીશને માર મારવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન જગદીશ વધુ મારથી બચવા તેના મિત્રના ઘરમાં જતો રહ્યો હતો. જે મિત્રના ઘરમાં જતો રહ્યો તે મિત્રને પણ મનીષે છરી વડે એક ઘા મારી દીધો હતો. આ ઘટના બાદ બીજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે જગદીશે મહેશ ચુનારા, મહેશનો બનેવી મનીષ, સની અને સાહિલ ચુનારા સામે નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Ahmedabad news, Crime news, Gujarat News

विज्ञापन
विज्ञापन