અમદાવાદ: શહેરમાં મિત્રતાના સંબધ પર લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો છે. એક મિત્રએ તેના જ મિત્રની પત્ની પર દુષ્કર્મ આચર્યું છે. મિત્રને મળવાના બહાને ઘરે જઈ મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું. એકલતાનો લાભ લઇ યુવતી પર દુષ્કર્મ આચરનાર આરોપીની પોલીસે ધરપકડ પણ કરી છે.
બાળકોને બિસ્કીટ લેવાનું કહી બહાર મોકલી દીધા હતા
શહેરમાં પશ્ચિમ વિસ્તારમાં રહેતી એક મહિલા તેના પતિ અને બે બાળકો સાથે રહે છે. તેનો પતિ પાણીપુરીની લારી ચલાવે છે. આરોપી પણ તેમના વતન બાજુનો હોવાથી અને તે પણ પાણીપુરીની લારી મહિલાના પતિની લારીની બાજુમાં જ રામદેવ નગર ખાતે ચલાવે છે. આમ મિત્રતા હોવાના કારણે મહિલાના ઘરે અવારનવાર આરોપી જતો હતો. ગત 18 નવેમ્બરના રોજ સાંજે ફરિયાદી મહિલા તેના બે નાના બાળકો સાથે એકલી ઘરે હાજર હતી, ત્યારે આરોપી ફરિયાદી મહિલાના ઘરે ગયો હતો. ત્યાં જઈને મહિલાના બંને બાળકોને બિસ્કીટ લેવાનું કહી બહાર મોકલી દીધા હતા. બાદમાં આરોપીએ મહિલાની એકલતાનો લાભ ઉઠાવી દુષ્કર્મ આચર્યું હતું.
આ અંગે મહિલાના પતિને જાણ થતાં જ મહિલા પાસે તેણે ફરિયાદ નોંધાવી હતી. જેને લઈને પોલીસે મૂળ સાણંદના સુરેન્દ્રસિંહ રામ સ્વરૂપ ગુજ્જરની ધરપકડ કરી છે. પોલીસે મહિલા અને આરોપીનું મેડિકલ કરાવી પુરાવા એકત્રિત કરી વધુ તપાસ શરૂ કરી છે. સાથે જ આરોપી કેટલા સમયથી કેટલી વાર દુષ્કર્મ આચરી ચુક્યો છે, એ બાબતને લઈને પણ હવે પોલીસ તપાસ કરશે. બીજી તરફ ટેક્નિકલ એનાલિસિસ માટે પોલીસ આરોપીનો મોબાઈલ ફોન કબ્જે લઈ તેના લોકેશનના આધારે કેટલી વાર અહીં આવી ચૂક્યો છે, જેવા અનેક મુદ્દાઓ પર તપાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, મહિલા સાથે આરોપીએ દુષ્કર્મ કર્યા બાદ તે ક્યાં ગયો, તેના માટેની તપાસ પણ પોલીસે તેજ કરી છે.