Home /News /ahmedabad /

અમદાવાદ: ગામડાના લોકોને છેતરતી ગેંગનો પર્દાફાશ, આ રીતે ખેરવી લીધા લાખો રૂપિયા

અમદાવાદ: ગામડાના લોકોને છેતરતી ગેંગનો પર્દાફાશ, આ રીતે ખેરવી લીધા લાખો રૂપિયા

છેતરપિંડી કરતી ગેંગનો પર્દાફાશ, પોલીસ દ્વારા બે આરોપીઓની ધરપકડ

ગુજરાત સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ અને સીઆઇડી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રાજ્યવ્યાપી છેતરપિંડી ગેંગને પકડી પાડવામાં આવી છે.

અમદાવાદ: રાજ્યમાં સાયબર ક્રાઇમ (cyber crime)ની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે. હવે રાજ્યના ગામડાઓમાં છેતરપિંડી (fraud)કરતી ગેંગનો પર્દાફાશ થયો છે. ગુજરાત સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ અને સીઆઇડી ક્રાઈમ બ્રાન્ચ (CID crime branch) દ્વારા રાજ્યવ્યાપી છેતરપિંડી ગેંગને પકડી પાડવામાં આવી છે. પોલીસ દ્વારા બે આરોપીઓની ધરપકડ (arrested) કરવામાં આવી છે. આરોપીઓની તપાસમાં મોટો ખુલાસો થયો છે. આરોપીઓ રાજ્યના ગામડાઓમાં રેહતા લોકોને ટાર્ગેટ કરતાં હતા. મળતી માહિતી અનુસાર, હાલ સુરત અને અમરેલીથી બંન્ને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

મળતી માહિતી પ્રમાણે, આરોપીઓ ઓર્બિટ કન્સલ્ટન્સીના ખોટા નામ હેઠળ ગામડાઓના લોકોને છેતરતા હતા. તેઓ લોકોને  બેંક મિત્ર અને વિદ્યાર્થીઓને લેપટોપમાં સહાય અપવવાનું કહી ફોર્મ ભરાવતાં હતાં. તેઓ લોકો પાસેથી ફોર્મની સાથે 210 અને 560 રૂપિયા ભરાવડાવતા હતા. સાથે જ લેપટોપ પર જણાવેલ જીઆર સ્કેન કોડથી છેતરપિંડી કરતાં હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો:બેંકમાં આવતાં લોકો પર વોચ રાખતી હતી આ ગેંગ, પૈસાને બદલે આપી દેતી 'પોટલી'

આ ગેંગે 222 જેટલા ટ્રાન્જેક્શન કરાવી કુલ 6 લાખ 78 હજારથી વધુની છેતરપિંડી કરી હોવાનું સામે આવી રહ્યું છે. હાલ પકડાયેલ 2 આરોપીઓ વિપુલ બોરસાનીયા અને પિયુષ ગોલ સામે આઇપીસીની કલમ 406,419,420 અને 120(બી) અને આઇટી એક્ટ 66 (ડી) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઉપરાંત આ ગેંગમાં અન્ય કોણ સામેલ છે અને અન્ય કેટલી જગ્યાઓએ આ રીતે કૌભાંડ કર્યું છે, તેની તપાસ કરવામાં આવી રહી છે.

મહત્વનું છે કે, આરોપી વિપુલ પર અગાઉ પણ 5થી વધુ ગુનાઓ દાખલ થઈ ચૂક્યા છે. જેમાં તેની ધરપકડ પણ કરવામાં આવી છે. આ ગુનાઓ અમદાવાદ સહિત અન્ય જીલ્લાઓમાં થયા હોવાનું સામે આવી રહ્યું છે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Ahmedabad cyber crime, Ahmedabad news, Crime news, Gujarat News

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन