Home /News /ahmedabad /અમદાવાદ: ચાંદખેડામાં સ્મશાનગૃહ નજીક આવેલા તળાવમાંથી યુવકનો મૃતદેહ મળ્યો

અમદાવાદ: ચાંદખેડામાં સ્મશાનગૃહ નજીક આવેલા તળાવમાંથી યુવકનો મૃતદેહ મળ્યો

ચાંદખેડા વિસ્તારમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો છે.

Ahmedabad Crime: શહેરમાં ગુનાખોરીની ઘટનાઓ વધી રહી છે, ત્યારે વધુ એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. ચાંદખેડા વિસ્તારમાંથી યુવકનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી જવા પામી છે.

    અમદાવાદ: શહેરમાં ગુનાખોરીની ઘટનાઓ વધી રહી છે, ત્યારે વધુ એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. ચાંદખેડા વિસ્તારમાંથી યુવકનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી જવા પામી છે. તળાવમાંથી યુવકનો મૃતદેહ મળી આવતાં પોલીસ દોડતી થઇ હતી. ઘટનાને પગલે પોલીસે અકસ્મતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

    તળાવમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો

    ચાંદખેડા વિસ્તારમાં એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. ચાંદખેડા સ્મશાનગૃહ નજીક આવેલા તળાવમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. ઘટનાની જાણ થતાં પોલીસ દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. યુવકનું મૃત્યુ તળાવમાં પડી જવાથી થયું છે કે પછી હત્યા નિપજાવવામાં આવી હતી? તે મામલે પોલીસ તપાસ હાથ ધરી છે. પોલીસ યુવકનો મૃતદેહ પીએમ અર્થે ખસેડી વિવિધ દિશામાં તપાસની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ ચાંદખેડા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે.

    આ પણ વાંચો: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ કોંગ્રેસે 43 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી

    ગઇકાલે વિકૃત હાલતમાં લાશ મળી હતી

    નોંધનીય છે કે, ગઇકાલે વાસણા બેરેજ નજીક આવેલી ઝાડીમાંથી એક યુવકની અત્યંત વિકૃત હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઇ હતી. યુવકની હત્યા થઇ છે કે તેનું કુદરતી મોત થયું છે, તે મામલે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જાણવા મળશે. જે રીતે ઝાડીઓમાંથી યુવકની લાશ મળી આવી હતી તે જોતા લાગી રહ્યુ હતું કે તેની હત્યા કરવામાં આવી હોઇ શકે. પોલીસે યુવકની હત્યા થઇ છે તેવું માનીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Ahmedabad news, Crime news, Gujarat News

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन