Home /News /ahmedabad /અમદાવાદ: પતિ લગ્નમાં ગયા અને પત્નીની છેલ્લી અમાનત પણ લૂંટાઇ ગઇ!

અમદાવાદ: પતિ લગ્નમાં ગયા અને પત્નીની છેલ્લી અમાનત પણ લૂંટાઇ ગઇ!

દાણીલીમડામાં ઘોળા દિવસે ચોરીની ઘટના બની

Ahmedabad crime: દાણીલીમડાનો ચોંકાવનારો બનાવ, પિતા પુત્ર ગોધરા લગ્ન પ્રસંગમાં ગયા હતા ત્યારે તસ્કરોએ ધોળા દિવસે ચોરીની ઘટનાને અંજામ આપ્યો

અમદાવાદ: શહેરના દાણીલીમડા વિસ્તારમાં રહેતા એક આધેડ તેના પુત્ર સાથે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે ગોધરા ગયા હતા, ત્યારે તસ્કરોએ તેમના ઘરમાં ઘુસીને દાગીનાની ચોરી કરતા ચકચાર મચી ગઇ છે. આધેડની પત્નીનું બે વર્ષ પહેલા મૃત્યુ થયુ હતું. જેના દાગીના સાચવીને તિજોરીમાં મૂકી રાખ્યા હતા. તસ્કરો ધોળા દિવસે ઘરમાં ઘુસ્યા હતા અને તીજોરીનો લોક તોડીને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.

ઘરનો દરવાજો ખુલ્લો હતો અને તિજોરીનું લોક તૂટેલું હતું...

દાણીલીમડા વિસ્તારમાં આવેલી નડીયાદવાલાની ચાલીમાં રહેતા ઐયુબભાઇ શેખે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ કરી છે. ઐયુબભાઇની પત્નીનું બે વર્ષ પહેલા મૃત્યુ થયું હતું. જેમના દાગીના તીજોરીમાં મૂક્યા હતા. ઐયુબભાઇ તેમના પુત્ર સાથે રહે છે અને તારીખ 13ના રોજ તે ગોધરા ખાતે લગ્ન પ્રસંગમાં ગયા હતા. ઐયુબભાઇ પુત્ર સાથે લગ્ન પ્રસંગમાં હતા ત્યારે તેમની દિકરી સમીમનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, ઘરનો દરવાજો ખુલ્લો છે અને તિજોરીનું લોક પણ તૂટેલું છે. સમીમે ઘરમાં જઇને જોયું તો માતાના સોનાના દાગીના ગાયબ હતા.

આ પણ વાંચો: પત્નીના આડાસંબંધનો આવ્યો ખતરનાક પરિણામ, પતિએ છૂટાછેડા આપતાં ખેલાયો ખૂની ખેલ

ચોરીની ઘટના મોડીરાતે નહીં પરંતુ ઘોળા દિવસે થઇ છે

ઐયુબભાઇ પુત્ર સાથે અમદાવાદ આવવા માટે નીકળી ગયા હતા. જ્યાં તેમણે દાણીલીમડા પોલીસને જાણ કરી હતી. દાણીલીમડા પોલીસે અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ચોરીનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. તસ્કરો ઐયુબભાઇના ઘરમાં ઘુસી ગયા હતા અને દરવાજાનું લોક તોડીને ઘરમાં ઘૂસ્યા હતા. તસ્કરોએ પહેલા તીજોરી તોડી નાખી હતી અને બાદમાં સોનાના દાગીનાની ચોરી કરી હતી. પોલીસે એફએસએલની મદદ લઇને ચોરીનો ભેદ ઉકેલવા માટે ચક્રોગતિમાન કર્યા છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ચોરીની ઘટના મોડીરાતે નહીં પરંતુ ઘોળા દિવસે થઇ છે. મહત્વનું છે કે, આવી નાની-મોટી ચોરીની ઘટનાઓ સતત વધી રહી છે. હાલમાં શાહપુરમાં થયેલી લૂંટ કેસના આરોપીઓ પણ પોલીસ ગિરફ્તથી દૂર છે અને જેને પકડવા ક્રાઈમ બ્રાન્ચ મહેનત કરી રહી છે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Ahmedabad news, Crime news, Guajrat News

विज्ञापन
विज्ञापन