Home /News /ahmedabad /ગુજરાત ચૂંટણી પહેલા અમદાવાદમાં ગુનેગારો બેફામ! બે લોકો હથિયાર સાથે પકડાયા તો કરોડોની થઈ લૂંટ 

ગુજરાત ચૂંટણી પહેલા અમદાવાદમાં ગુનેગારો બેફામ! બે લોકો હથિયાર સાથે પકડાયા તો કરોડોની થઈ લૂંટ 

શહેરમાં બે લોકો હથિયાર સાથે પકડાયા તો કરોડોની થઈ લૂંટ (પ્રતિકાત્મક તસવીર)

Ahmedabad Crime News: માધવપુરામાં કરોડોની લૂંટ બાદ વધુ ત્રણ ગંભીર ગુના સામે આવ્યા છે. શહેરમાં ચૂંટણી પહેલા જ જાણે કે, ગુનેગારો બેફામ બન્યા હોય તેવી એક બાદ એક ઘટનાઓ સામે આવી રહી છે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
અમદાવાદ : શહેરમાં ચૂંટણી પહેલા જ જાણે કે ગુનેગારો બેફામ બન્યા હોય તેવી એક બાદ એક ઘટનાઓ સામે આવી રહી છે. માધવપુરા વિસ્તારમાં બે લોકોએ 2.88 કરોડની લૂંટ ચલાવી હતી જે બાબતે પોલીસે તપાસ શરૂ કરી હતી. ત્યારે વધુ એક લૂંટનો બનાવ અમદાવાદના વિસ્તારમાં બન્યો છે. બે મિત્રો રોડ ઉપરથી પસાર થતા હતા ત્યારે ત્રણેક જેટલા લોકોએ આવીને છરી બતાવી ₹500 લૂંટી લીધા હતા. પરંતુ વધુ મતા લૂંટવાના ઇરાદે આરોપીઓએ રિવોલ્વર જેવું હથિયાર બતાવી ધમકી આપી લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. તો બીજી તરફ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે હથિયાર સાથે એક આરોપીની શહેરના એક વિસ્તારમાંથી ધરપકડ કરી છે. તો એસઓજી ક્રાઈમ એ પણ અન્ય એક આરોપીની હથિયાર સાથે ધરપકડ કરી છે. આમ ખુલ્લેઆમ હથિયાર સાથે લૂંટના બનાવો સામાન્ય બની રહ્યા છે. ત્યાં બીજી તરફ એજન્સીઓની સતર્કતાના કારણે બે લોકો હથિયાર સાથે ઝડપાઈ પણ ગયા છે.

મૂળ ઉત્તરપ્રદેશના અને હાલ અમદાવાદના દાણીલીમડામાં રહેતા અતુલભાઇ શાહુ એક કારખાનામાં રહે છે અને કપડાની ધુલાઈનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. હાલ કારખાનું બંધ હોવાથી તેઓ અલગ અલગ જગ્યાએ કપડાં ધોવાની મજૂરીનું કામ કરે છે. ગઈકાલે રાત્રે તે અને તેમની સાથે કામ કરતો તેમનો મિત્રો ચાલતા ચાલતા દાણીલીમડા ગુલાબ નગર પાસેથી પસાર થતા હતા. ત્યારે ત્રણ લોકો બાઈક ઉપર આવ્યા હતા અને આ ત્રણેય શખ્સોએ ચપ્પુ બતાવી પેટ ઉપર ચપ્પુ રાખી તારી પાસે જે હોય તે આપી દે તેમ કહી ખીસ્સામાંથી 500 રૂપિયા લૂંટી લીધા હતા. આ ત્રણમાંથી એક શખશે દેશી રિવોલ્વરની અંદર રાઉન્ડ ભરી આ હથિયાર બતાવતા તેઓ ગભરાઈ ગયા હતા અને ત્યાંથી ભાગવા જતા ત્રણેય લોકો અતુલભાઇ અને તેમના મિત્રની પાછળ પડ્યા હતા. બાદમાં બંને લોકોને પકડી આરોપીઓએ ખિસ્સામાં હાથ નાંખી અન્ય વસ્તુ લૂંટવા માટે તપાસ કરી હતી. બાદમાં દેશી રિવોલ્વર લમણે મૂકી તારી પાસે જે હોય તે આપી દે નહિતર આ રિવોલ્વર ફોડીશ તો મરી જઈશ તેવી ધમકી આપતા બંને મિત્રોએ બૂમાબૂમ કરતા આ શખશો ત્યાંથી ભાગી ગયા હતા. સમગ્ર બાબતે લઈને દાણીલીમડા પોલીસે તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો: ભાજપનાં ઉમેદવારોનો મામલો દિલ્હી દરબારમાં

અમદાવાદમાં ક્રાઇમનો અન્ય કિસ્સો


તો બીજી તરફ એસ.ઓ.જી ક્રાઈમની ટીમ હથિયારના ગુનાઓ શોધવા અલગ અલગ વિસ્તારમાં સક્રિય હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે, અજય ઠક્કર નામનો એક યુવક વાસણા વિસ્તારમાં ઉભો છે અને તેની પાસે હથિયાર છે. જેથી એસઓજીની ટીમે વાસણા વિસ્તારમાં જઈને તપાસ કરી તો આરોપી મળી આવ્યો હતો અને તેની પાસેથી એક દેશી બનાવટની પિસ્તોલ તથા બે જીવતા કારતુસ મળી આવ્યા હતા. આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું કે અઠવાડિયા પહેલા વાસણામાં ઓટો રીક્ષાના પાર્કિંગમાં એક રીક્ષામાંથી હથિયાર અને કારતુસ તેને મળી આવ્યા હતા અને આ હથિયાર પોતાની પાસે રાખી કોઈ ગ્રાહક મળે તો તેને વેચવાની ફીરાકમાં હતો. જેથી એસઓજી ક્રાઈમ એ અજય ઠક્કર નામના આરોપીની હથિયાર સાથે ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

તો બીજી તરફ, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે અંજલી ચાર રસ્તા પાસેથી દાણીલીમડાના ફરજાન ખાન ઉર્ફે બાબા ખાન પઠાણની હથિયાર સાથે ધરપકડ કરી છે. આરોપી પાસેથી ક્રાઈમ બ્રાન્ચએ એક દેશી તમંચો અને પાંચ કારતુસ કબજે કરી પૂછપરછ કરતા તે આશરે છ મહિના પહેલા તેના મિત્રના લગ્નમાં દિલ્હી ગયો હતો જ્યાં ઘણા લોકો સાથે તેને પરિચય થયો હતો. તેમાંના એક વ્યક્તિ એ તેને હથિયાર આપ્યું હતું. આરોપીને હથિયાર રાખવાનો શોખ હોવાથી 5,000 રૂપિયામાં આ હથિયાર લાવી પોતાની પાસે રાખ્યા હતા. સમગ્ર બાબતે લઈને ક્રાઈમ બ્રાંચ છે આરોપી સામે ગુનો નોંધી હથિયાર આપનારની શોધખોળ શરૂ કરી છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: અમદાવાદ, ક્રાઇમ, ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन