અગરબત્તીની આડમાં ગાંજાનો ધંધો કરતા 2 ઝડપાયા, 99 લાખનો ગાંજો કબજે

પોલીસની તપાસમાં સામે આવ્યુ છે કે, આરોપીઓ ઉડીસામાં ગાંજાના મોટો વેપારી એવા દિપુ ઉર્ફે વિક્કી પાસેથી આ ગાંજો મંગાવતા હતા

News18 Gujarati
Updated: August 10, 2019, 7:36 PM IST
અગરબત્તીની આડમાં ગાંજાનો ધંધો કરતા 2 ઝડપાયા, 99 લાખનો ગાંજો કબજે
30 કિલો ગાંજા સાથે અબ્દુલઈમરાન શેખ અને નોમાન શેખ નામના આરોપીઓની ધરપકડ
News18 Gujarati
Updated: August 10, 2019, 7:36 PM IST
નવીન ઝા, અમદાવાદ: અમદાવાદ ક્રાઈમ બ્રાંચે સુરતના પીપોદરા ખાતે દરોડા પાડી 332 કિલો ગાંજા સાથે સુનીલ મલીક અને સુશાંત બિલ્વાલ નામના બે શખ્સોની ધરપકડ કરી લીધી છે. આ બન્ને શખ્સો સુરતમાં અગરબત્તીના ધંધાની આડમાં વર્ષોથી ગાંજાનો વેપાર કરતા હોવાનુ સામે આવ્યુ છે. બન્ને આરોપીઓ મુળ ઉડીસાના રહેવાસી છે અને ઘણા સમયથી સુરતમાં રહે છે.

પોલીસની તપાસમાં સામે આવ્યુ છે કે, આરોપીઓ ઉડીસામાં ગાંજાના મોટો વેપારી એવા દિપુ ઉર્ફે વિક્કી પાસેથી આ ગાંજો મંગાવતા હતા અને ગુજરાતમાં રાજ્યમાં અલગ-અલગ જગ્યાએ ડિમાંડ પ્રમાણે સપ્લાય કરતા હતા.

ઉલ્લેખનીય છે કે, ક્રાઈમ બ્રાંચે 7 ઓગષ્ટના રોજ 30 કિલો ગાંજા સાથે અબ્દુલઈમરાન શેખ અને નોમાન શેખ નામના આરોપીઓની ધરપકડ કરી હતી અને તેમની તપાસમાં સામે આવ્યુ હતુ કે, આ બન્ને આરોપીઓ સુરતના પિપોદરા ખાતેથી સુનીલ અને સુશાંત પાસેથી આ ગાંજો લાવ્યા હતા, જેથી અમદાવાદ ક્રાઈમ બ્રાંચની એક ટીમ સુરત પહોંચી તપાસ કરી હતી અને તપાસમાં 99 લાખનો ગાંજો મળી આવ્યો હતો.

ક્રાઈમ બ્રાંચના એસીપી બી.વી.ગોહીલનુ કહેવુ છે કે બન્ને આરોપીની તપાસ કરતા જાણવા મળ્યુ છે કે, આરોપી દિપુ ઉર્ફે વિક્કી જે ઉડીસાનો રહેવાસી છે અને જે અલગ-અલગ મોબાઈલ નંબર ઉપયોગ કરે છે અને તે ઉડીસાથી આ ગાંજો અલગ-અલગ વાહનોમાં સપ્લાય કરે છે અને તેની ધરપકડ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસનુ કહેવુ છે કે, આરોપી સુનીલ અને સુંશાત અગરબત્તીની આડમાં એક ગોડાઉન ભાડે રાખી આ ગાંજાનો ધંધો કરતા હતા.
First published: August 10, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...