Home /News /ahmedabad /અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 13 વર્ષ જૂનો હત્યાનો કેસ ઉકેલ્યો, ચાર આરોપીને ઝડપી પાડ્યાં
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 13 વર્ષ જૂનો હત્યાનો કેસ ઉકેલ્યો, ચાર આરોપીને ઝડપી પાડ્યાં
ચાર આરોપીની તસવીર
વર્ષ 2010માં વટામણ-ધોલેરા રોડ પર આવેલા મોટી બોરું ગામની સીમમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલવામાં ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે. ક્રાઈમ બ્રાન્ચએ ગુનાનો ભેદ ઉકેલીને 4 આરોપીઓ ઝડપી લીધા છે.
અમદાવાદઃ વર્ષ 2010માં વટામણ-ધોલેરા રોડ પર આવેલા મોટી બોરું ગામની સીમમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલવામાં ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે. ક્રાઈમ બ્રાન્ચએ ગુનાનો ભેદ ઉકેલીને 4 આરોપીઓ ઝડપી લીધા છે. મુખ્ય આરોપીની પત્ની ઘર છોડી જતાં રહેતા શંકાના આધારે તેણે હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.
5મી જુલાઇ, 2010ના દિવસે અમદાવાદ ગ્રામ્યના કોઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વટામણથી ધોલેરા હાઇવે પર આવેલા મોટી બોરુ ગામની સીમમાં એક અજાણ્યા ઈસમનો મૃતદે મળી આવ્યો હતો. મૃતકના ગળાના ભાગે, માથાના ભાગે તેમજ છાતીના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મળી આવ્યા હોવાથી પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને વધુ તપાસો શરૂ કરી હતી. જો કે, તપાસ દરમિયાન મૃતક વ્યક્તિની ઓળખ પણ થઈ શકી નહોતી અને આરોપીઓ પણ પકડાયા નહોતા. જે ગુનાનો ભેદ ઉકેલવામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે અને સુખદેવ સિંગ ઉર્ફે સુખા સોહલ, મોહમ્મદ ઉંમર ઉર્ફે ડોક્ટર કુરેશી ફિરોજ શેખ અને અબ્દુલ ગફાર કુરેશી એમ ચાર આરોપીઓની ધરપકડ કરી છે.
પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરતા સામે આવ્યું છે કે, મૃતક બ્રિજેશ ઉર્ફે ટેલરે મધ્યસ્થી કરીને વર્ષ 2007માં સુખદેવસિંગના લગ્ન એક યુવતી સાથે કરાવ્યા હતા. જો કે, લગ્નના દોઢેક વર્ષ બાદ જમવાનું બનાવવાને લઈને સુખદેવને યુવતી સાથે બોલાચાલી થઈ હતી. બીજે દિવસે યુવતી તેના દીકરાને લઈને ઘરમાંથી 25 તોલા દાગીના અને બે લાખ ૬૫ હજાર રૂપિયા રોકડા લઈને નીકળી ગઈ હતી. આ અંગે તેણે બ્રિજેશને વાતચીત કરતા બ્રિજેશે ‘હું શું કરું તે કંઈ જાણતો નથી’ તેવું કહ્યું હતું. તેથી બ્રિજેશ ઉપર શંકા રાખીને સુખદેવે મોહમ્મદ ઉંમરને ફોન કરી બ્રિજેશને ડરાવવા ધમકાવવા માટે ત્રણ ચાર માણસો સાથે લઈ આવવાની વાત કરી હતી.
મોહમ્મદ ઉંમર અન્ય બે આરોપીઓને લઈને વેગેનાર ગાડીમાં વડોદરા ખાતે પહોંચ્યો હતો. ત્યાં બ્રિજેશને ડરાવ્યો અને ધમકાવ્યો પણ હતો, પરંતુ તે માન્યો નહોતો. જેથી આરોપીઓએ બ્રિજેશના હાથ બાંધી મારુતિ વાનમાં બેસાડીને મોટી બોરુ ગામની સીમમાં લઈ ગયો હતો. જ્યાં સુખદેવે બ્રિજેશને તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા નિપજાવી હતી અને બાદમાં તેઓ ગાડીમાં બેસીને ફરાર થઈ ગયા હતા. અત્યારમાં ઉપયોગ કરેલી મારુતિ વાન પણ આરોપીઓએ એસજી હેવી ગુરુ દ્વારા પાસેથી ચોરી કર્યા હોવાનું જાણવા મળ્યું હતું. ચોરી કર્યા બાદ ગાડીની નંબર પ્લેટ પણ બદલી નાંખી હતી અને હત્યા બાદ આ ગાડી ભરૂચથી ઝઘડિયા જવાના રોડ પર ઝાડી વિસ્તારમાં બિનવારસી મૂકી દીધી હતી.
પોલીસ તપાસ દરમિયાન સુખદેવસિંગ વિરુદ્ધમાં અગાઉ પણ મુંબઈ તેમજ ભરૂચ સહિત અલગ અલગ વિસ્તારોમાં આઠ જેટલા ગુના દાખલ થયા હોવાનું સામે આવ્યું છે. જેમાં વર્ષ 2002ના ગોધરા કાંડના કેસમાં જવાહર નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં તોડફોડ, આગ લગાડવા અને લૂંટ કરવાના ગુનામાં પકડાઈ ચૂક્યો છે. હાલમાં પોલીસે આરોપીઓની પૂછપરછ કરીને વધુ તપાસ શરૂ કરી છે.