Home /News /ahmedabad /

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રૂપિયા 28 લાખના એમડી ડ્રગ્સ સાથે ચાર આરોપીઓની ધરપડક કરી

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રૂપિયા 28 લાખના એમડી ડ્રગ્સ સાથે ચાર આરોપીઓની ધરપડક કરી

આરોપીઓ આ ડ્રગ્સનો જથ્થો મુંબઈના રહેવાસી આદિલ પાસેથી લાવ્યા હતા.

આરોપી ઇદ્રિશ ઉર્ફે ઇદુ અને રાજા બાબુ છેલ્લા આઠ માસથી ચારેક વખત એમડી ડ્રગ્સનો જથ્થો લાવી ચુક્યા હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ અત્યાર સુધી મુંબઈથી જ આ જથ્થો લાવતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ (Ahmedabad Crime Branch)એ એમડી ડ્રગ્સ (MD Drugs))ના જથ્થા સાથે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી પોલીસને 28 લાખનું  289 ગ્રામ એમડી ડ્રગ્સ (MD Drugs) મળી આવ્યું છે. આરોપી પહેલા લાલ દરવાજા (Lal Darwaja) પાથરણા પાથરી ધંધો કરતો હતો પરંતુ લોકડાઉન (Lock Down)માં ધંધો અને અન્ય ગરીબો પાસેથી ઉઘરાણા આવતા બંધ થઈ જતા એમડી ડ્રગ્સના કાળા કારોબારમાં લાગી ગયો હતો.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઈદ્રિશ ઉર્ફે ઇદુ શેખ, મોહમદ ઇરફાન ઉર્ફે રાજા બાબુ શેખ, ધનુષ ઉર્ફે બીટ્ટુ આસોડિયા અને મનુ રબારી નામના ચાર આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓ એક કારમાં એમડી ડ્રગ્સનો જથ્થો લઈ આવતા હોવાની બાતમી મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ રોપડા ચાર રસ્તા પહોંચી હતી. અને આ કાર આવતા જ ફિલ્મી ઢબે તેનો પીછો કરી આરોપીઓને ઝડપી લીધા છે. આરોપીઓ પાસેથી પોલીસને 28 લાખ 90 હજારની કીમતનું 289 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું છે.

આ પણ વાંચો- અમદાવાદના વાસણા બેરેજમાંથી 1957 ક્યુસેક પાણી છોડાતા 12 ગામોને એલર્ટ કરાયા

આરોપી ઇદ્રિશ ઉર્ફે ઇદુ અને રાજા બાબુ છેલ્લા આઠ માસથી ચારેક વખત એમડી ડ્રગ્સનો જથ્થો લાવી ચુક્યા હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ અત્યાર સુધી મુંબઈથી જ આ જથ્થો લાવતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. બાદમાં તેઓ અલગ-અલગ જગ્યાએ છૂટક વેચાણ કરતા હતા. આરોપીઓ આ ડ્રગ્સનો જથ્થો મુંબઈના રહેવાસી આદિલ પાસેથી લાવ્યા હતા. અને બાદમાં આરોપી ધનુષ અને મનુ સુરત હાઇવેથી બંને મુખ્ય પેડલરોને ગાડી મારફતે અમદાવાદ લઈને આવતા જ ઝડપાઇ ગયા હતા.

આ પણ વાંચો- લલિત વસોયાના 'છૂટાછેડા'ના નિવેદન બાદ રાજકારણ ગરમાતા કરવો પડ્યો મોટો ખુલાસો

આરોપી ઈદ્રિશ અગાઉ પાલડીમાં પ્રોહીબિશનના અને ક્રાઇમ બ્રાન્ચમાં હથિયારના ગુનામાં ઝડપાયો હતો. જ્યારે રાજાબાબુ કારંજમાં જાહેરનામા ભંગના ગુનામાં ઝડપાયો હતો. આરોપી રાજાબાબુ લાલ દરવાજામાં પાથરણા પાથરી હરાજીનો ધંધો કરતો હતો. અને આરોપી ધનુષ વર્ષ 2020માં આનંદ નગર પોલીસ સ્ટેશનમાં જાહેરનામા ભંગના ગુનામાં પકડાઈ ચૂક્યો છે.
Published by:rakesh parmar
First published:

Tags: Ahmedabad crime branch, Ahmedabad Crime latest news, અમદાવાદ, ગુજરાત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन