Home /News /ahmedabad /અમદાવાદ : ‘48 કલાકમાં રૂપિયા આપો નહીં તો જીવથી હાથ ધોવો પડશે’, કુખ્યાત ગેંગનો સાગરીત ઝડપાયો

અમદાવાદ : ‘48 કલાકમાં રૂપિયા આપો નહીં તો જીવથી હાથ ધોવો પડશે’, કુખ્યાત ગેંગનો સાગરીત ઝડપાયો

કુખ્યાત વિશાલ ગોસ્વામી ગેંગનો સાગરીત મનીષ ગોસ્વામી ઝડપાયો

Ahmedabad News : આરોપી મનીષ ગોસ્વામી (Manish Goswami) એ વર્ષ 2010 થી 2014 દરમિયાન અમદાવાદ, નવસારી અને મધ્યપ્રદેશમાં અપહરણ, હત્યા, લૂંટ, ચોરી સહિત 15 જેટલા બનાવોને અંજામ આપ્યો હતો. વર્ષ 2014માં પકડાયા બાદ સાડા છ વર્ષ સુધી સાબરમતી જેલમાં રહ્યો હતો

વધુ જુઓ ...
અમદાવાદ (Ahmedabad) : શહેરમાં લૂંટ, ફાયરિંગ અને ખંડણી જેવા અનેક બનાવોને અંજામ આપનાર કુખ્યાત ગેંગ વિશાલ ગોસ્વામી (Vishal Goswami) ના સાગરીત મનીષ ગોસ્વામી (Manish Goswami) ની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) ધરપકડ કરી છે. આરોપી મનીષ ગોસ્વામીએ ‘48 કલાકમાં રૂપિયા આપો નહી તો જીવથી હાથ ધોવો પડશે’ તેવી ધમકી આપતા યુવકે ફરિયાદ નોંધાવી હતી.

કેટલાક સમય અગાઉ જ્વેલર્સ પર ઘાત સમાન બની બેઠેલા વિશાલ ગોસ્વામી ગેંગના સાગરીતો ફરી એક વખત શહેરમાં સક્રિય થયા હોય તેમ લાગી રહ્યું છે. વિશાલ ગોસ્વામી ગેંગનો સાગરીત મનીષ ગોસ્વામી જેલમાંથી બહાર આવતાની સાથે જ પોતાનો આતંક વર્તાવ્યો હતો. ચાંદખેડાના 22 વર્ષિય યુવકને ગત 7 તારીખના રોજ મનીષ ગોસ્વામી, અંકિત શાહ અને એક અજાણ્યા ઈસમે છરી બતાવી ધમકી આપી હતી. જે અંગે ચાંદખેડા પોલીસ (Chandkheda Police) ને જાણ થતાં પોલીસે 3 આરોપી વિરુધ્ધ ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. જોકે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પણ આરોપીને શોધવા માટે કામે લાગી હતી. જેમાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળતા સુભાષ બ્રિજ નીચેથી આરોપી મનીષ ગોસ્વામીની ધરપકડ કરી છે.

જો ગુનાની હકિકત પર નજર કરીએ તો 22 વર્ષિય ફરિયાદીએ શેર બજારમાં રોકાણ માટે આ ગુનાના આરોપી અંકિત શાહને ટુકડે ટુકડે 42 લાખ રૂપિયા આપ્યા હતા. જ્યારે આ રૂપિયા પરત માંગવામાં આવ્યા, ત્યારે અંકિતે રોકાણમાં નુકશાન ગયુ હોવાનુ જણાવી ફરિયાદી પાસેથી રૂપિયા 1.25 કરોડની માંગ કરી હતી, અને તે ન આપતા ફરિયાદીની દુકાને આવી 4 લાખની કિમંતના 12 ચેક પર બળજબરીથી સહી કરાવી લીધા હોવાનો આક્ષેપ કર્યો છે. અને જ્યારે અંકિતને રૂપિયા ન મળ્યા ત્યારે મનીષ ગોસ્વામીએ ફરિયાદીને મારી નાખવાની ધમકી આપી રૂપિયા માંગ્યા હતા.

આ પણ વાંચોઅમદાવાદ : બેન્ક કર્મીની 38 લાખ સેરવી લેવાની કરતૂત જાણી તમે પણ ચોંકી જશો, વાંચો આ કિસ્સો

પકડાયેલ આરોપી મનીષ ગોસ્વામીએ વર્ષ 2010 થી 2014 દરમિયાન અમદાવાદ, નવસારી અને મધ્યપ્રદેશમાં અપહરણ, હત્યા, લૂંટ, ચોરી સહિત 15 જેટલા બનાવોને અંજામ આપ્યો હતો. વર્ષ 2014માં પકડાયા બાદ સાડા છ વર્ષ સુધી સાબરમતી જેલમાં રહ્યો હતો. જો કે વર્ષ 2020 ઓગસ્ટમાં જામીન પર છૂટ્યા પછી ફરી આ ગુનાને અંજામ આપ્યો છે. હાલમાં ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
Published by:kiran mehta
First published:

Tags: Ahmedabad latest news, Ahmedabad news, અમદાવાદ, અમદાવાદ ક્રાઇમ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, અમદાવાદ ન્યૂઝ, અમદાવાદ પોલીસ, અમદાવાદ શહેર