અમદાવાદ: ઠંડીની મોસમ શરૂ થતાં જ તસ્કરો (Thieves) તેમજ નજર ચૂકવીને ચોરી કરતી ગેંગ (Gang) સક્રિય થઇ છે. બેગમાં રહેલો સામાન હોય કે પછી ઘરમાં પડેલી ચીજ વસ્તુ, ઘરફોડીયા તત્વો આસાનીથી ચોરી કરીને ફરાર થઈ જવાના કિસ્સા વધતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ (Ahmedabad Crime Branch Team)ની ટીમે આવા તત્વો પર અંકુશ લાવવા પ્રયત્ન શરૂ કર્યા. આ દરમિયાન ચોક્કસ બાતમીને આધારે અમદાવાદના જમાલપુર ફૂલ બજાર વિસ્તારમાંથી ક્રાઈમ બ્રાન્ચે ત્રણ ગઠિયાની ધરપકડ કરી લાખોનો મુદ્દામાલ કબજે કર્યો છે.
પકડાયેલા આરોપી પ્રમોદ માથુર, અશોક સોલંકી અને અમિત ઉર્ફે રિતિક સોલંકી અગાઉ પણ ઘરફોડ ચોરી અને નજર ચૂકવીને ચોરી કરવાના કેસમાં ઝડપાઇ ચૂક્યા છે. આ લોકોની મોડસ ઓપરેન્ડી સાંભળી તમને પણ નવાઈ લાગશે. આ ત્રિપુટી અમદાવાદથી રાજસ્થાન સુધી ચોરીને અંજામ આપતી હતી. તાજેતરમાં જ એક મહિલાને બેગમાંથી 15 હજારની મત્તાની ચોરી કરી આ ગઠિયા ફરાર થઈ ગયા હતા. એટલું જ નહીં અગાઉ રાજસ્થાનમાંથી એક મહિલાને નકલી દાગીના પહેરેલા છે એવું કહી નજર ચૂકવીને મંગળસૂત્ર અને વીંટીઓ ઉતરાવી લીધા હતા.
આ બાબતે રાજસ્થાનના જયપુર અને અજમેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ છે. પકડાયેલા ગઠિયાઓ પહેલા એકલ-દોકલ મહિલાઓને ટાર્ગેટ બનાવી તેમની સાથે વાતચીત કરી વિશ્વાસ કેળવતા હતા. ત્યાર બાદ ટ્રોલી બેગ કે કિંમતી સામાન ભરેલી બેગ પડાવીને ફરાર થઈ જતા.
આ પણ જુઓ-
ઉલ્લેખનીય છે કે આ ત્રિપુટીનો મુખ્ય સૂત્રધાર અશોક સોલંકી છેલ્લા સાત વર્ષથી ચોરીના ગુનાને અંજામ આપતો આવ્યો છે. અમદાવાદના નરોડા, નિકોલ, શાહીબાગ, નવરંગપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરીના ગુનામાં પણ ઝડપાઈ ચૂકયો છે. તે ચોરીના ગુનામાં પાસા હેઠળ સજા પણ ભોગવી ચૂક્યો છે. આ મામલે ક્રાઈમ બ્રાન્ચના ACP ડી.પી. ચુડાસમાનું કહેવું છે કે, હાલ તપાસ ચાલી રહી છે. તપાસ બાદ અન્ય ગુનાના ભેદ પણ ખૂલશે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર