Home /News /ahmedabad /અમદાવાદ: દારૂ માટે બદનામ વિસ્તારમાં ડ્રગ્સનો કારોબાર, મહિલા ઝડપાઇ

અમદાવાદ: દારૂ માટે બદનામ વિસ્તારમાં ડ્રગ્સનો કારોબાર, મહિલા ઝડપાઇ

આરોપી મહિલા પાસેથી 14 ગ્રામ જેટલો એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો

Ahmedabad Crime: અમદાવાદના છારાનગર વિસ્તારમાં MD ડ્રગ્સનું વેચાણ કરતી મહિલાની SOG ક્રાઈમ બ્રાંચે કરી ધરપકડ

    અમદાવાદ: શહેરનો છારાનગર વિસ્તાર દારૂ માટે બદનામ છે. અહીં દારૂની ફેકટરીઓ તો ધમધમે છે, પણ હવે આ વિસ્તારમાં દારૂની સાથે ડ્રગ્સનું વેચાણ પણ શરૂ થયું છે. અહીં ડ્રગ્સ મળતું હોવાની બાતમી મળતાં જ એસઓજી ક્રાઇમ બ્રાન્ચે એમડી ડ્રગ્સના જથ્થા સાથે એક મહિલાની ધરપકડ કરી લીધી છે. આરોપી મહિલા પાસેથી 14 ગ્રામ જેટલો એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે.

    પરિવારનું ગુજરાન ચલાવવા માટે ડ્રગ્સનો ધંધો ચલાવે છે

    છારાનગરમાં રહેતી અફસાના બાનુ શેખ પોલીસની ગિરફતમાં આવી છે. જેને હાલ એસઓજી ક્રાઇમે એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડી છે. આરોપી મહિલાના ઘરમાંથી પોલીસે 1.41 લાખનું 14 ગ્રામ એમડી ડ્રગ્સ કબ્જે લીધું છે. આરોપી મહિલા બે-એક વર્ષથી ઘરે બેસીને જ ડ્રગ્સની પુડીઓ વેચતી હતી. તેની પાસે રોજના આઠથી દસ ગ્રાહકો આવતા અને ડ્રગ્સની પડીકીઓ લેતા હતા. જેમાં આ મહિલા 5થી 10 હજાર રૂપિયા કમાતી હતી. આરોપી મહિલાએ પોલીસ સમક્ષ એવી કેફિયત વર્ણવી છે કે, પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે થઈને આ ડ્રગ્સનો ધંધો ચલાવે છે.

    આ પણ વાંચો: અમદાવાદના યુવાઓને ડ્રગ્સ એડિક્ટ બનાવવાનો મુંબઇની હસીનાઓનો માસ્ટરપ્લાન

    હવે અહીં ડ્રગ્સનો કાળો કારોબાર પણ શરૂ થઈ ચૂક્યો છે

    એસોજી ક્રાઈમ બ્રાન્ચએ વધુ તપાસ કરી તો આ ડ્રગ્સ મહિલા આરોપીને કિશુ ઉર્ફે કાણીયા નામનો વ્યક્તિ આપતો હતો. જે આરોપીની હાલ શોધખોળ શરૂ કરાઇ છે. સાથે જ આરોપી મહિલાની સાથે આ વિસ્તારમાં ડ્રગ્સ વેચનાર અન્ય કેટલા લોકો છે, તેની પણ તપાસ શરૂ કરાઇ છે. પોલીસની આ કામગીરીથી એક વાત સ્પષ્ટ છે કે, દારૂની ફેક્ટરીઓ વચ્ચે હવે અહીં ડ્રગ્સનો કાળો કારોબાર પણ શરૂ થઈ ચૂક્યો છે, ત્યારે અહીંના વિસ્તારમાંથી દારૂ ન પકડતી પોલીસ વધુને વધુ પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો કબ્જે કરી નશાની દુનિયા સાફ કરી શકે છે કે કેમ, તે સવાલ છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Ahmedabad news, Crime news, Gujarat News

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन