અમદાવાદ: આવકવેરા સપાટો, બોગસ કંપની બનાવી મોટી કરચોરી કૌભાંડનો થયો પર્દાફાશ

સંજય શાહ પાસેથી અધધધ બેનામી રોકડ મળ્યા બાદ આઇટી વિભાગે કરચોરીના નવા પોપડા ઉખેડ્યા છે

News18 Gujarati
Updated: September 14, 2018, 9:30 PM IST
અમદાવાદ: આવકવેરા સપાટો, બોગસ કંપની બનાવી મોટી કરચોરી કૌભાંડનો થયો પર્દાફાશ
ફાઈલ ફોટો
News18 Gujarati
Updated: September 14, 2018, 9:30 PM IST
અમદાવાદમાં આવકવેરા વિભાગે સપાટો બોલાવ્યો છે. સંજય શાહ પાસેથી અધધધ બેનામી રોકડ મળ્યા બાદ આઇટી વિભાગે કરચોરીના નવા પોપડા ઉખેડ્યા છે. સતત 4 દિવસથી ચાલતા સર્ચ ઓપરેશનમાં બોગસ કંપની બનાવી મોટી કરચોરી થતી હોવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.

આઇટીએ લીસ્ટેડ કંપનીઓમાં ખરીદ-વેચાણનો ગોરખધંધાને ઉઘાડો પાડ્યો છે. તપાસમાં 3 સેલ કંપની જેમાં સિટીઝન યાર્ડ લિમિટેડ, સફલ સિક્યુરિટી લિમિટેડ અને સફલ હર્બસ લિમિટેડનો સમાવેશ થાય છે. સૌથી પહેલા આ લોકો કોઇ લીસ્ટેડ કંપનીઓ ખરીદતા હતા. જે બાદ તેઓ રોકાણકારોને અનુકૂળ હોય તેવા શેરના ભાવ નક્કી કરતા હતા. જે બાદ રોકાણકારોને લાંબાગાળાના રોકાણની લાલચ આપી કરચોરીનો લાભ અપાવતા હતા.

આ કંપનીઓ રોકાણકારોને તગડું કમિશન પણ આપતા હતા. આઇટી વિભાગના મતે સફલ હર્બસમાં મોટા પ્રમાણમાં રોકાણ સામે આવ્યું છે. જેથી સફલ હર્બસના દસ્તાવેજ, ડિજીટલ ડાયરી તેમજ એન્ટ્રીની તપાસ ચાલુ છે.
First published: September 14, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...