Home /News /ahmedabad /

અમદાવાદનો પતિ પત્ની ઔર વોનો કિસ્સો: પહેલી પત્ની સાથે ન ફાવ્યુ તો બીજી લાવી દીધી

અમદાવાદનો પતિ પત્ની ઔર વોનો કિસ્સો: પહેલી પત્ની સાથે ન ફાવ્યુ તો બીજી લાવી દીધી

પ્રતીકાત્મક તસવીર

Ahmedabad News: હદ તો ત્યારે થઈ કે, પતિએ પત્નીની જાણ બહાર બીજા લગ્ન પણ કરી લીધા હતા. આખરે મહિલાએ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અમદાવાદ: શહેરમાં (Ahmedabad) રહેતી એક મહિલાએ સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. મહિલાએ લગ્ન કર્યા ત્યારથી જ અન્ય સ્ત્રીઓ સાથે પતિ સંબંધ (extramarital affair) રાખતો હતો. પહેલા એકવાર અન્ય સાથે સંબંધ નહિ રાખે તેમ કહીને પત્ની સાથે રહેવાનું શરૂ કર્યું હતુ. પણ ફરીવાર બીજી સ્ત્રી સાથે સબંધ રાખ્યો હતો.  હદ તો ત્યારે થઈ કે, પતિએ બીજા લગ્ન પણ કરી લીધા હતા. આખરે મહિલાએ ફરિયાદ આપતા પોલીસે (Ahmedabad Police)  ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

શહેરના દાણીલીમડામાં રહેતી 36 વર્ષીય મહિલાના લગ્ન વર્ષ 2009 માં થયા હતા. લગ્નના 13 વર્ષ સુધી તેના પતિએ તેને સારી રીતે રાખી હતી. પણ બાદમાં બીજી સ્ત્રી સાથે અફેર હોવાની જાણ થતાં મહિલાએ પતિને તે બાબતે પૂછતાં તેણે હવે કોઈ સાથે બહાર સબંધ નહિ રાખે તેમ કહી માફી માંગી રહેવા લાગ્યો હતો.

લગ્નના પાંચ વર્ષ બાદ જ કોઈ સાથે અફેર હોવાનું મહિલાએ પૂછતાં પતિએ આ વાતનો ઇન્કાર કરી નાંખ્યો હતો. પણ ત્રણેક માસ પહેલા ફરી કોઈ સ્ત્રી સાથે અફેર હોવાની જાણ મહિલાને થઈ હતી. આવા અફેર ન રાખવાનું કહેતા પતિએ બોલાચાલી કરી પત્નીને માર માર્યો હતો.

આ પણ વાંચો - અમદાવાદ: યુવક 13 વર્ષના કિશોરને સોશિયલ મીડિયા થકી મળ્યો, પછી ભાઇ બનાવી કર્યુ ન કરવાનું કામ

થોડા જ સમયમાં મહિલાને તેની નણંદે આવીને કહ્યું કે, મારા ભાઈએ બીજા લગ્ન કરી લીધા છે તું છૂટાછેડા લઈ લે. બાદમાં બીજા દિવસે પતિ સાથે આ મહિલા હતી ત્યારે કોઈ સ્ત્રીનો ફોન આવતા મહિલાએ પૂછ્યું તો પતિએ કહ્યું કે, બીજી પત્નીનો ફોન હતો. મહિલાએ એવું ન કરવા કહેતા પતિએ કહ્યું કે હું, તેની સાથે વાત પણ કરીશ અને રહીશ પણ ખરો તેમ કહી માર માર્યો હતો.

આ પણ વાંચો - અમદાવાદમાં સાસરિયાઓએ જમાઈને જ 2.5% વ્યાજે લાખો રૂપિયા આપ્યા, જમાઈએ 11માં માળેથી પડતું મૂક્યું

બાદમાં નણંદોએ પણ આવીને મહિલા સાથે બબાલ કરી અને મારઝૂડ કરી હતી. આટલું જ નહીં પતિએ મહિલાને કહ્યું કે. બીજી પત્ની સાથે સંબંધ રાખીશ તારે રહેવું હોય તો રહે. જેથી કંટાળીને મહિલાએ ફરિયાદ આપતા દાણીલીમડા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Husband wife and lover, અમદાવાદ, ગુજરાત

આગામી સમાચાર