Home /News /ahmedabad /અમદાવાદની બજેટ ચર્ચા દરમિયાન જ કોર્પોરેટરોએ માણી લીધી મીઠી ઝપકી, વીડિયો થયો વાયરલ

અમદાવાદની બજેટ ચર્ચા દરમિયાન જ કોર્પોરેટરોએ માણી લીધી મીઠી ઝપકી, વીડિયો થયો વાયરલ

વીડિયોમાંથી લીધેલી તસવીર

Ahmedabad viral video: રવિવારે બપોરે 2.30 કલાકે મ્યુનિ.કોર્પોરેશનના ગાંધીહોલમાં બજેટ ઉપરની ચર્ચાના બીજા સેશનના વીડિયોએ અનેક ચર્ચા જગાવી છે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બે દિવસની બજેટ બેઠક શરૂ થઈ છે. રવિવારે બપોરે લંચ બ્રેક બાદ 2.30 વાગ્યાની આસપાસ બજેટનું બીજુ સેશન શરૂ થયું હતું. મ્યુનિ.કોર્પોરેશનના ગાંધીહોલમાં બજેટ ઉપરની ચર્ચાના બીજા સેશનમાં વી.એસ.હોસ્પિટલના વર્ષ 2023-24ના બજેટને મંજુર કરવા સંબંધી ચર્ચા ચાલી રહી હતી. જેમાં અનેક કોર્પોરેટર ઝપકી મારતા ઝડપાયા. જેનો વીડિયો લોકો મન ભરીને જોઇ રહ્યા છે

રવિવારે બપોરે 2.30 કલાકે મ્યુનિ.કોર્પોરેશનના ગાંધીહોલમાં બજેટ ઉપરની ચર્ચાના બીજા સેશનમાં વી.એસ.હોસ્પિટલના વર્ષ-૨૦૨૩-૨૪ના બજેટને મંજુર કરવા સંબંધી ચર્ચા ચાલી રહી હતી.

એ સમયે અસારવા વોર્ડના કોર્પોરેટર અને રીક્રિએશન કમિટીના ડેપ્યુટી ચેરમેન મેનાબેન પટણી, સરસપુર રખિયાલ વોર્ડના કોર્પોરેટર મંજુલાબેન ઠાકોર, ખાડિયા વોર્ડના કોર્પોરેટર નીકીબેન મોદી, ઇન્દ્રપુરી વોર્ડના કોર્પોરેટર અલકાબેન પંચાલ તેમજ નારણપુરાના કોર્પોરેટર જયેશ પટેલ, થલતેજના સમીર પટેલ સહિતનાં કોર્પોરેટરો ચર્ચા દરમિયાન બગાસા ખાતા અને ઊંઘતા કેમેરામાં કેદ થયા છે.

આ પણ વાંચો: આરોપીએ યુવતી પર એસિડ ફેંકવાની ધમકી આપી



આ બધું જોતા બજેટ બેઠકના આરંભે જ અધ્યક્ષસ્થાનેથી મેયરે કોર્પોરેટરોને બજેટ ઉપરની ચર્ચા દરમિયાન મોબાઈલ ઉપર વ્યસ્ત ના રહેવા અને બપોરે સૂઈ ના જાય એવી સ્પષ્ટ સુચના આપી હતી.


આપને જણાવીએ કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે શરુ થયેલ બે દિવસની બજેટ બેઠકના પહેલા દિવસે વી.એસ.હોસ્પિટલના બજેટ ઉપરની ચર્ચા ચાલી રહી હતી એ સમયે રીક્રીએશન કમિટીના ડેપ્યુટી ચેરમેન સહિત ભાજપના અન્ય મહિલા કોર્પોરેટરોએ વી.એસ.હોસ્પિટલના બજેટ ઉપરની ચર્ચામાં ભાગ લેવાના બદલે મીઠી નિંદર માણી રહ્યા હતા.
First published:

Tags: અમદાવાદ, ગુજરાત, વાયરલ વીડિયો

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો