Home /News /ahmedabad /AMC Budget Session: અમદાવાદ કોર્પોરેશન સંચાલિત સ્કૂલ બોર્ડની શાળાઓ ઘટી અને બજેટ વધ્યું
AMC Budget Session: અમદાવાદ કોર્પોરેશન સંચાલિત સ્કૂલ બોર્ડની શાળાઓ ઘટી અને બજેટ વધ્યું
(એએમસી બજેટ સત્ર)
કોંગ્રેસ કાઉન્સીલર જગદીશ રાઠોડે કહ્યું કે, સ્કૂલ બોર્ડની શહેરમાં 459 શાળાઓમાં માત્ર 1 લાખ 66 હજાર 958 વિદ્યાર્થીઓની સંખ્યા છે. તેમ છતા આજે 80 ટકા શાળાઓમાં પ્રથામિક સુવિધા જેવી સંડાસ, બાથરૂમ બિસ્માર હાલતમાં છે.
અમદાવાદ: અમદાવાદ મહાનગરપાલિકા વિશેષ બજેટ સત્રનો પ્રથમ દિવસે વીએસ હોસ્પિટલ, સ્કૂલ બોર્ડ, એએમટીએસ અને એમ.જે. લાઇબ્રેરી પર ચર્ચા કરાઇ હતી. કોંગ્રેસ કાઉન્સિલર જગદીશ રાઠોડે આરોપ લગાવ્યો હતો કે, એએમસી સંચાલિત સ્કૂલોની સ્થિતિ ખરાબ છે. શહેરમાં સ્કૂલ ઘટી છે, બાળકોની સંખ્યા ઘટી છે. પરંતુ સ્કૂલ બોર્ડ બજેટમાં વધારો થઇ રહ્યો છે. સ્કૂલ બોર્ડ દ્વારા 1071 કરોડ બજેટ રજૂ કરાયું છે. જેમાં 946 કરોડ ખર્ચ એટલે બજેટની 84 ટકા માત્ર એસ્ટાબ્લિસમેન્ટ ખર્ચે પાછળ વપરાય છે. સ્કૂલ બાળકો પાછળ માત્ર 11 ટકા ખર્ચ કરાય છે. સત્તા પક્ષ ભાજપ માત્ર આંકડાની માયા ઝાળ બનાવી છે.
વધુમાં કોંગ્રેસ કાઉન્સીલર જગદીશ રાઠોડે કહ્યું કે, સ્કૂલ બોર્ડની શહેરમાં 459 શાળાઓમાં માત્ર 1 લાખ 66 હજાર 958 વિદ્યાર્થીઓની સંખ્યા છે. તેમ છતા આજે 80 ટકા શાળાઓમાં પ્રથામિક સુવિધા જેવી સંડાસ, બાથરૂમ બિસ્માર હાલતમાં છે. તેના રીપેરીંગની અંગે કોઇ વ્યવસ્થા નથી. શાળાઓમાં પાણી આપનારની સંખ્યા ઘણી ઓછી છે. બાળકોને બેસવા માટે પાટલી કે આસન પણ પુરતાં પ્રમાણમાં હોતા નથી. શાળોએના બ્લેક બોર્ડ ભંગાર હાલતમાં કે તુટેલા જોવા મળ્યા છે. આ ઉપરાત 459 શાળાઓમાંથી 131 સ્કૂલ 50 વર્ષ જૂની છે. આ ઉપરાત 217 શાળાઓ છે. વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે પ્રવાસી શિક્ષકો કાર્યરત છે.
વધુમાં કોંગ્રેસ કાઉન્સિલર જગદીશ રાઠોડ જણાવ્યુ હતું કે વિપક્ષ કોંગ્રસ તરફથી સ્કૂલ બોર્ડ બજેટની જોગવાઇ સુચારે સુચવાયો છે. જેમા બાળકો માટે સ્કૂલ બેગ, નોટબુક વિતરણ કરવામાં આવે. સ્કૂલ બોર્ડના વર્ષ 2023/24ના રૂપિયા 1071 કરોડની જોગવાઇમા વિપક્ષ 25 કરોડ ઉમેરો કરવાની માંગ કરે છે.
વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણ જણાવ્યુ હતું કે, સત્તા પક્ષના ઇશારે અધિકારી કોંગ્રેસ પૂછેલા જવાબ મળી રહ્યા નથી. વિપક્ષ ઓફિસમાંથી 400 થી વધુ પ્રશ્ન એએમસીના અલગ અલગ 40 થી વધુ વિભાગ પૂછ્યા હતા. પરંતુ વિભાગના ઉચ્ચે અધિકારીઓ દ્વારા બજેટમાં પૂછેલા પ્રશ્ન જવાબ આપ્યા નથી.