Home /News /ahmedabad /અમદાવાદ: ફરી ઓનલાઇન ફૂડમાંથી વંદો નીકળ્યો, એક્ટરે શેર કરેલો વીડિયો વાયરલ

અમદાવાદ: ફરી ઓનલાઇન ફૂડમાંથી વંદો નીકળ્યો, એક્ટરે શેર કરેલો વીડિયો વાયરલ

ઓનલાઈન ફૂડ મંગાવતા તેમાંથી નીકળ્યો વંદો

Ahmedabad viral video: ઓનલાઈન ફૂડ મંગાવતા તેમાંથી નીકળ્યો વંદો, એક્ટર હેમાંગ દવેનો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ

    અમદાવાદ: ફરી એક વખત ફૂડમાંથી વંદો નીકળવાની ઘટના સામે આવી છે. ઓનલાઇન ફૂડ મંગાવતા તેમાંથી વંદો નીકળ્યો હોવાનું સામે આવ્યું છે. હાલ એક્ટર હેમાંગ દવેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. ફરી એક વખત ફૂડમાંથી વંદો નીકળવાનો વીડિયો સામે આવતાં ચર્ચાનો વિષય બન્યો છે. હજુ સુધી આ વીડિયોને લઈને અમદાવાદ મહાનગર પાલિકાના ફૂડ શાખા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જેને લઈને હેમાંગ દવેએ ઓનલાઇન ફૂડ માટેનો વીડિયો પોસ્ટ કર્યો હતો.

    એક્ટરે ઓનલાઇન ફૂડનો વીડિયો પોસ્ટ કર્યો

    તાજેતરમાં એક્ટર હેમાંગ દવેએ ઓનલાઇન ફૂડનો વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં વંદો નીકળ્યો હોવાનું સામે આવ્યું છે. હોનેસ્ટના ફૂડ પેકેટમાંથી વંદો મળી આવ્યો છે. ગઈકાલે રાતે હોનેસ્ટનું ડિનર પેક ઓર્ડર કર્યું હતું. આ વીડિયો સોશિયલ મીડિયામાં હાહાકાર મચાવી રહ્યો છે. સાથે જ આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ પણ થઇ રહ્યો છે. જોકે, હજુ સુધી અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.


    આ પણ વાંચો: ઉત્તર પશ્ચિમનાં પવન ફૂંકાતા ગુજરાતમાં ઠંડીનું જોર વધશે કે ઘટશે? જાણો આગાહી

    અગાઉ પણ આવી ઘટના બની ચૂકી છે

    આમ ફરી એક વખત ઓનલાઇન ફૂડ પાર્સલ અંગે વિવાદ જોવા મળી રહ્યો છે. અગાઉ પણ આ રીતે ઓનલાઇન ઓર્ડર કરેલા ફૂડમાંથી વંદો નીકળ્યો હોવાનું સામે આવી ચૂક્યું છે. જે-તે સમયે પણ ગ્રાહકો દ્વારા સોશિયલ મીડિયા પર આ પ્રકારની ઘટના અંગે ધ્યાન દોરવામાં આવી ચૂક્યું છે. છતાં ફરી એક વખત આવી જ એક ઘટના સામે આવી છે. આમ, બહારથી મળતાં આ પ્રકારના ભોજન લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઇ શકે છે, ત્યારે લોકો સોશિયલ મીડિયા થકી અનુરોધ પણ કરી રહ્યા છે કે, તંત્ર દ્વારા આ મામલે કાર્યવાહી કરવી જોઇએ.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Ahmedabad news, Gujarat News, Latest viral video

    विज्ञापन
    विज्ञापन