અમદાવાદ: ગત ડિસેમ્બરમાં લેવાયેલી CMA ફાઈનલ અને ઇન્ટર મિડીયેટનું પરિણામ જાહેર થયું છે. જેમાં અમદાવાદના 25 વિધાર્થીઓએ CMA ફાઈનલમાં બાજી મારી છે. જ્યારે 61 વિદ્યાર્થીઓએ ઇન્ટર મિડીયેટમાં ઉતીર્ણ થયા છે. પહેલીવાર એવું બન્યું છે કે, ફાઈનલ અને ઇન્ટર મિડીયેટમાં આટલું સારું પરફોર્મન્સ રહ્યું છે. અમદાવાદના ત્રણ વિધાર્થીઓ ઓલ ઇન્ડિયા ટોપ 50માં સ્થાન મેળવ્યું છે. ત્યારે CMA માં ઉતીર્ણ થવાની શું ટિપ્સ આપી રહ્યા છે ટોપર્સ તે જાણવું જરૂરી છે.
ધ ઈનસ્ટિટ્યુટ ઓફ કોસ્ટ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયા સી.એમ.એ દ્વારા લેવાયેલી પરિક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ડિસેમ્બર 2022 માં લેવાયેલ પરીક્ષામાં ઇન્ટરમીડીએટમાં 438 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 111 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયેલ છે. જ્યારે ફાઇનલમાં 235 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને જેમાંથી 42 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. જેમાં અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદના 25 વિધાર્થીઓએ CMA ફાઈનલમાં બાજી મારી છે જ્યારે 61 વિદ્યાર્થીઓએ ઇન્ટર મિડીયેટમાં ઉતીર્ણ થયા છે.
આ અંગે અમદાવાદ ચેપ્ટર ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટના ચેરમેન મલ્હાર દલવાડી જણાવે છે કે, ગતવર્ષની સરખામણીમાં જોઈએ તો રીઝલ્ટમાં અમદાવાદ સેન્ટરનું પરિણામ ખૂબ સારું રહ્યું છે. ઇન્ટર મિડીયેટમાં 25 ટકા રીઝલ્ટ છે જ્યારે ફાઈનલમાં 18 ટકા રીઝલ્ટ રહ્યું છે. આ વખતે ફાઈનલમાં ઓલ ઇન્ડિયામાં ત્રણ છોકરાનો રેન્ક આવ્યો છે. જેમાં નીલ કોરેશ ક્રિસીયન ઓલ ઇન્ડિયા રેન્ક 3 પ્રાપ્ત કર્યો છે. તેણે 532 માર્કસ મેળવ્યા છે જ્યારે હેત્વી અધિકારીને 456 મળ્યા છે તેનો ઓલ ઇન્ડિયામાં 6 રેન્ક રહ્યો છે. તેવી જ રીતે ધૈર્ય પટેલને 35 મો રેન્ક પ્રાપ્ત થયો છે.
ઇન્ટર મિડીયેટમાં સઈદ અનવર મોગલે ઓલ ઇન્ડિયામાં 34મો રેન્ક મેળવ્યો છે. આ ઉપરાંત મોઈનુદ્દીન બરફવાલા અને વિશાલ રાવલ એ અનુક્રમે 456 અને 447 માર્કસ મેળવ્યા છે. નીલ અને ધૈર્યએ ન્યુઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું કે, આ રીઝલ્ટથી એ સાબિત થયું છે કે, સ્માર્ટવર્ક અને સખત મહેનતથી ધાર્યું પરિણામ મેળવી શકાય છે. હું મારા પરિણામનો શ્રેય મારી માતાને આપું છે તેમને મારા માટે ખૂબ જ મહેનત કરી છે. મેં શરૂઆતથી જ સખત મહેનત કરી છે. મારા ઇન્સ્ટિટ્યૂટ અને મિત્રોનો પણ સારો સહકાર મળ્યો છે જેના કારણે પરિણામ સુધી પહોંચ્યો છું. હવે મારે સારી કોર્પોરેટ કંપનીમાં એક્યુક્યુટિવ તરીકે નોકરી કરવી છે. તો ધૈર્યએ જણાવ્યું કે રોજ 12 થી 13 કલાક વાંચતો હતો. કરેલી મહેનતનું મને પરિણામ મળ્યું છે ઇન્સ્ટિટ્યૂટ તરફથી ખૂબ જ સારો સપોર્ટ મળ્યો છે. ફેકટલી જે ભણાવતા હતા તેનું હું રિવિઝન કરતો હતો. મારી થિયરી વિક હતી જેથી મેં તેમાં વધારે ફોક્સ કરીને માર્ક્સ કવર કર્યા છે.