Home /News /ahmedabad /અમદાવાદ: જુહાપુરામાં ઝપાઝપી હત્યામાં પરિણમી, અન્ય 3 આરોપીઓ ઝડપાયા

અમદાવાદ: જુહાપુરામાં ઝપાઝપી હત્યામાં પરિણમી, અન્ય 3 આરોપીઓ ઝડપાયા

જુહાપુરા વિસ્તારમાં શનિવારે થયેલી હત્યાના કેસમાં અન્ય 3 આરોપીઓ ઝડપાયા

Ahmedabad Crime: જુહાપુરામાં પૈસાની લેતીદેતીમાં આરોપીઓ અને મૃતક વચ્ચે ઝપાઝપી થઈ હતી. જે ઝપાઝપી હત્યામાં પરિણમી. ઝડપાયેલા આરોપીઓ ગુનાહિત ઈતિહાસ પણ ધરાવે છે.

    અમદાવાદ: શહેર જુહાપુરા વિસ્તારમાં શનિવારે થયેલી હત્યાના કેસમાં અન્ય 3 આરોપીઓ ઝડપાયા છે. હત્યા બાદ વેજલપુર પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી હતી. ત્યાર બાદ અન્ય બે આરોપીઓને બાતમીને આધારે પકડવા જતા પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડયા છે. પૈસાની લેતીદેતીમાં આરોપીઓ અને મૃતક ઝપાઝપી થઈ હતી. જે ઝપાઝપી હત્યામાં પરિણમી હતી. ઝડપાયેલા આરોપીઓ ગુનાહિત ઈતિહાસ પણ ધરાવે છે.

    શહેરના જુહાપુરામાં વધુ એક હત્યા કેસમાં ખુલાસો થયો છે. આ ગુનામાં ચાર નહીં પણ પાંચ આરોપીઓની સંડોવણી હોવાનું સામે આવ્યું છે. વેજલપુર પોલીસે બે આરોપીની ધરપકડ કરી હતી, પણ ક્રાઇમબ્રાંચે બાતમીના આધારે બે આરોપીઓને પકડવા જતાં ત્રણ આરોપીઓ ઝડપાઇ ગયા હતા. આખરે મિત્રોએ જ મિત્રની કેમ હત્યા કરી તે જોઇએ.

    હત્યારાઓને ઝડપી પાડતી પોલીસ

    જુહાપુરામાં રહેતા વસીમુદ્દીન શેખની ગત શનિવારે મોડી રાત્રે સંકલિતનગર વિસ્તારમાં કુખ્યાત સમીર ઉર્ફે પેન્ડી અને તેના ત્રણ માણસોએ મળી હત્યા કરી હતી. જે ગુનામાં વેજલપુર પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી હતી, તો આ ગુનાના મુખ્ય આરોપી સમીર પેન્દી ફરાર હતો. સમીર નાની વયથી જ ગુનાની દુનિયામાં પ્રવેશ્યો હોવાથી પોલીસથી બચવાના રસ્તાનો જાણકાર હતો અને તેથી જ તે નાસતો ફરતો હતો, પણ ક્રાઇમબ્રાંચને બાતમી મળતા ક્રાઇમબ્રાંચે સમીરખાન ઉર્ફે પેન્દી પઠાણ, મોહમદ ઇલિયાસ ઉર્ફે મચ્છી શેખ અને શેફઅલી ઉર્ફે જબ્બોની ધરપકડ કરી છે.

    આ પણ વાંચો: અમદાવાદ: ATMમાં વૃદ્ધને મદદ કરવાના બહાને ગઠીયો કરામત કરી ગયો

    આમ યુવકને ઉતાર્યો મોતને ઘાટ

    પોલીસે હત્યા બાદ તપાસ કરી તો સમીર ઉર્ફે પેન્દીને મૃતક સાથે રૂપિયાની લેતીદેતીની અદાવત હોવાનું સામે આવ્યું હતું. જોકે, ક્રાઇમ બ્રાંચે વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરતા સામે આવ્યું કે, સમીર ઉર્ફે પેન્દીના મામાના દીકરાના લગ્ન હતા ત્યારે મૃતક વસીમખાને આરોપી ઇલિયાસ ઉર્ફે મચ્છી પાસે પૈસા ઝુંટવી મારામારી કરી હતી, ત્યારે સમીરખાન ઉર્ફે પેન્દી અને જબ્બો નામના બે શખ્સો મારામારી કરનારને છોડાવવા વચ્ચે પડ્યા હતા. ત્યારે મૃતક વસીમખાન પણ તેઓ સાથે મારામારી કરવા લાગ્યો હતો. જેથી સમીર ઉર્ફે પેન્દીએ મૃતક વસીમખાનને માર માર્યો હતો અને ગુસ્સામાં આવી મૃતક પાસે રહેલી છરી મૃતક પાસેથી ઝુંટવી તેને જ છાતીના ભાગે ભોંકી દઇ હત્યા કરી નાખી હતી.

    આરોપી નાનપણથી જ ગુનાની દુનિયામાં પગ મૂકી ચૂક્યો હોવાનું સામે આવ્યું

    ક્રાઇમ બ્રાંચે પકડેલા આરોપી સમીર ઉર્ફે પેન્દી નાનપણથી જ ગુનાની દુનિયામાં પગ મૂકી ચૂક્યો હોવાનું સામે આવ્યું છે. સમીર પેન્દી સામે પંદરેક મારામારીના ગુના નોંધાયા છે અને પાસા પણ ભોગવી ચૂક્યો છે. જ્યારે શેફઅલી ઉર્ફે જબ્બો હત્યાની કોશિશ અને ધમકી આપવાના ગુનામાં પકડાયેલો હતો, તો ઇલ્યાસ ઉર્ફે મચ્છી જુગારના ગુનામાં ઝડપાયો હતો, ત્યારે આરોપીઓની ધરપકડ બાદ તેઓના રિમાન્ડ મેળવી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Ahmedabad news, Crime news, Gujarat News

    विज्ञापन
    विज्ञापन