Home /News /ahmedabad /અમદાવાદ : કોરોનાના કેસ વધે તો કેવી છે વ્યવસ્થા, જાણો સિવિલ હોસ્પિટલનો એકશન પ્લાન

અમદાવાદ : કોરોનાના કેસ વધે તો કેવી છે વ્યવસ્થા, જાણો સિવિલ હોસ્પિટલનો એકશન પ્લાન

કોરોનાની બીજી લહેરમાં થઈ રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં 12, વડોદરા શહેરમાં 04, ગાંધીનગર શહેરમાં 02, આણંદ, બનાસકાંઠા, ભાવનગર શહેર, ગાંધીનગર, મહેસાણા, નવસારી, વડોદરા જિલ્લામાં 1-1 કેસ નોંધાયો છે. રાજ્યના અન્ય શહેર અને જિલ્લાઓમાંથી કોરોના વાયરસનો સફાયો થયો છે.

Omicron variant Case in Gujarat - ગુજરાતમાં પણ ઓમિક્રોનના કેસો સામે આવતા આરોગ્ય તંત્ર સતર્ક બન્યું

અમદાવાદ : ભારત સહિત વિશ્વભરમાં કોરોનાનો (Corona)નવો વેરિયન્ટ ઓમિક્રોન (Omicron variant)હાહાકાર મચાવી રહ્યો છે અને ગુજરાતમાં પણ ઓમિક્રોનના (Omicron variant Case in Gujarat)કેસો સામે આવતા આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે. જે હાલત કોરોનાની બીજી લહેરમાં થઈ હતી તેવી હાલત ત્રીજી લહેરમાં (corona third wave)ન થાય તેને લઈને એશિયાની નંબર વન હોસ્પિટલ સિવિલ (Ahmedabad Civil Hospital)ખાસ એકશન પ્લાન સાથે સજ્જ છે. બીજી લહેર પહેલા જ સિવિલની આખી 1200 બેડ હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ તરીકે કન્વર્ટ કરી દેવાઈ હતી. જોકે હાલ ફરી 1200 બેડ હોસ્પિટલને 80 ટકા નોન કોવિડ બનાવાઈ છે. પણ ફરી આ હોસ્પિટલને સાથે મેડિસિટીની તમામ હોસ્પિટલમાં 2500થી 3 હજાર બેડની વ્યવસ્થા સાથે સિવિલ હોસ્પિટલ સજ્જ છે.

કોરોનાની બીજી લહેરમાં હોસ્પિટલમાં જગ્યાનો ભરાવો થઈ ગયો હતો અને રીતસર સિવિલ હોસ્પિટલની 1200 બેડની હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સની લાંબી લાઈન લાગી હતી. દર્દીઓ હોસ્પિટલ બહાર સારવાર માટે કણસતા હતા. આવી સ્થિતિનું પુનરાવર્તન ન થાય અને આગામી દિવસોમાં કેસોની સંખ્યા વધે તે માટે ખાસ એકશન પ્લાન સાથે અમદાવાદ સિવિલ હોસ્પિટલ સજ્જ છે.

આ પણ વાંચો - ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલની તબિયત નાજુક, CM ભૂપેન્દ્ર પટેલે હોસ્પિટલમાં ખબરઅંતર પૂછ્યા

જો કેસોની સંખ્યા વધે તો સિવિલ કેમ્પસની હોસ્પિટલ મળી મેડિસિટીમાં 2500થી 3 હજારબેડની વ્યવસ્થા, 1200 બેડ હોસ્પિટલમાં તમામ બેડ ઓક્સિજન બેડ તરીકે કન્વર્ટ કરાયા, 550 ઓક્સિજન કન્સન્ટ્રેટરની વ્યવસ્થા, બે ઓક્સિજન ટેન્ક 20 હજાર લીટરની જે તે વખતે પણ હતી એ ઉપરાંત ઓક્સિજન જનરેટ 2 પ્લાન્ટ લાગી ગયા છે. દવાઓમાં તે વખતે હતી તેના કરતાં દોઢ ગણી દવાઓનો જથ્થો રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત કલાસ વનથી કલાસ 3 સુધીના તમામ લોકોને ટ્રેનિગ આપી દેવાઈ છે.

આ પણ વાંચો - સુરત : 10 હજારની લાંચ લેતા મહિલા PSI ઝડપાયા, આવી રીતે આવ્યા એસીબીના છટકામાં

સિવિલ હોસ્પિટલના સુપરિટેનડેન્ટ ડો. રાકેશ જોશી જણાવે છે કે જો કોરોનાના કેસ વધે તો તમામ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે હોસ્પિટલ તૈયાર છે. હાલ કોરોનાના કેસ નહીં હોવાથી 1200 બેડની 80 ટકા બેડ નોન કોવિડ છે. જોકે કેસ નથી એનો મતલબ એ નથી કે કોવિડ ઍપ્રોપ્રિએટ બીહેવીયરનું પાલન જરૂરી છે. બિન જરૂરી મેળાવડા, બર્થડે પાર્ટી, લગ્ન સમારંભમાં જવાનું લોકોએ ટાળવું જોઈએ. બાળકોને જરૂર ન હોય તો એક્સપોઝ કરવા જોઈએ નહીં.
Published by:Ashish Goyal
First published:

Tags: Omicron variant, અમદાવાદ સિવિલ હોસ્પિટલ, કોરોના

विज्ञापन