Home /News /ahmedabad /અમદાવાદ : આપઘાતના પ્રયાસનો વિચલિત કરતો Live Video,સિવિલમાં યુવકે લગાવી મોતની છલાંગ, થયો બચાવ

અમદાવાદ : આપઘાતના પ્રયાસનો વિચલિત કરતો Live Video,સિવિલમાં યુવકે લગાવી મોતની છલાંગ, થયો બચાવ

અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાંથી યુવકે લગાવી મોતની છલાંગ થયો આબાદ બચાવ નસીબમાં હતી જિંદગી

Ahmedabad Civil Hospital Suicide attempt: અમદાવાદની સિવિલ હૉસ્પિટલની છત પરથી યુવકે કૂદકો માર્યો, બચાવવા આવેલા લોકોને કહ્યું, 'તમે ગમે એ કરશો હું કૂદી તો જવાનો જ'

Ahmedabad Civil Suicide Attempt Video નવીન ઝા,અમદાવાદ : અમદાવાદ શહેરમાં (Ahmedabad) આપઘાતના પ્રયાસનો (Suicide Attempt) એક હચમચાવી નાખતો લાઇવ વીડિયો (Live Video) સામે આવ્યો છે. શહેરની સિવિલ હૉસ્પિટલની (Civil Hospital) છત પરથી એક યુવકે મોતની છલાંગ લગાવી છે. જોકે, નસીબમાં જિંદગી હોવાથી આ યુવકનો બચાવ થયો છે. ઘટના બાદ યુવકને સારવાર માટે લઈ જવામાં આવ્યો છે ત્યારે તેના આપઘાતનું કારણ જાણી શકાયુ નથી પરંતુ સમગ્ર ઘટના લાઇવ વીડિયોમાં કેદ થઈ જતા હાહાકાર મચી ગયો છે.

બનાવની વિગતો એવી છે કે આજે સિવિલ હૉસ્પિટલના G બ્લોકના ચોથા માળ પર એક યુવક ચઢી ગયો હતો. જોકે, તે છત પર નીચે ઉતરી અને નીચે આવેલા છજા પર ઊભો હતો ત્યારે નીચે લોકોના ટોળા વળ્યા હતા. દરમિયાન તેને બચાવવા માટે લોકો એકઠા થયા હતા પરંતુ તે રટણ કરતો રહ્યો હતો કે તમે ગમે તે કરો હું તો કૂદી જવાનો.

આ પણ વાંચો :  જૂનાગઢ : 'રબારી, ભરવાડ-ચારણ સમાજના વિદ્યાર્થીઓ માટે બલિદાન આપું છું,' આપઘાતની કરૂણ ઘટના

લોકો તેને આજીજી કરતા રહ્યા એટલીવારમાં આ યુવકે મોતની છલાંગ લગાવી દીધી. જોકે, તેના નસીબમાં જિંદગી હતી એટલે તે સીધો સામેની બિલ્ડીંગના પતરા પર પટાકાયો અને પતરા પર પટાકાતા તેને સીધો રેસ્ક્યૂ કરી અને દાખલ કરી દેવામાં આવ્યો હતો.

ફાયરબ્રિગેડના અધિકારીઓ સમજાવતા રહ્યા યુવક કૂદી ગયો

દરમિયાન ફાયરબ્રિગેડના અધિકારીઓએ જણાવ્યું કે સિવિલિમાં કાયમી ધોરણે ફાયરની ટીમ તહેનાત હોય છે એટલે આ યુવક ચઢ્યો હોવાની જામ થતા ફાયરના માણસો ચોથા માળે પહોંચી ગયા હતા. દરમિયાન ટીમ દ્વાાર તેને સતત સમજાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો પરંતુ તે એકનો બે ન થયો. સમજાવટ શરૂ હતી અને એવામાં તેણે કૂદકો મારી દેતા તે મોતને ભેટ્યો હતો.



આ પણ વાંચો : કચ્છ : BJP MP વિનોદ ચાવડાના ભાણેજનું મોત, કારમાંથી મળ્યો મૃતદેહ, લાગી હતી ગોળી

આપઘાતના પ્રયાસનું કારણ અકબંધ

દરમિયાન આપઘાતના પ્રયાસનું કારણ હજુ સુધી અકબંધ રહ્યુ છે. જોકે, આ યુવકને હોશ આવે તો તે કોણ છે તેણે શા માટે આપઘાતનો પ્રયાસ કર્યો વગેરે વિગતો જાણી શકાય છે પરંતુ હાલમાં તો આ ઘટનાનો લાઇવ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વિચલિત કરતા દૃશ્યો લોકોના રૂવાંડા ઊભા કરી રહ્યા છે. જોકે વધુ માહિતી તો પોલીસ તપાસના અંતે જ સામે આવશે ત્યારે આ ઘટનાના કારણે ચકચાર મચી છે.
Published by:Jay Mishra
First published:

Tags: Ahmedabad news, Gujaratinews, Live video, Suicide case, અમદાવાદ ક્રાઇમ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन