Home /News /ahmedabad /

હાર્દિક પટેલને પૂર્વ મંજૂરી વગર ગુજરાત બહાર જવાની છૂટ નહીં, કોર્ટે અરજી ફગાવી

હાર્દિક પટેલને પૂર્વ મંજૂરી વગર ગુજરાત બહાર જવાની છૂટ નહીં, કોર્ટે અરજી ફગાવી

હાર્દિક પટેલ (ફાઇલ તસવીર)

હાર્દિક પટેલે સીટી સેશન્સ કોર્ટ સમક્ષ કોર્ટની પૂર્વ પરવાનગી વિના ગુજરાત રાજ્ય ન છોડવાની શરતને રદ કરવા કરેલી અરજી સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે.

અમદાવાદ : ગુજરાત કૉંગ્રેસ પાર્ટીના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે (Gujarat Congress acting president Hardik Patel) સીટી સેશન્સ કોર્ટ સમક્ષ કોર્ટની પૂર્વ પરવાનગી (Permission) વિના ગુજરાત રાજ્ય ન છોડવાની શરતને રદ કરવા કરેલી અરજી સેશન્સ કોર્ટે (City Session Court) ફગાવી દીધી છે. સરકારે હાર્દિકની અરજીનો ભારે વિરોધ પણ કર્યો હતો. સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું હતું કે, વ્યક્તિગત સ્વતંત્રતા કરતા સમાજનું હિત વધારે જરૂરી છે. હાર્દિક પટલે જ્યારે પણ ગુજરાત બહાર (Leave Gujarat) જવું હોય ત્યારે કોર્ટની મંજૂરી લઈને જઈ શકે છે.

રાજદ્રોહના કેસમાં તેની સતત ગેરહાજરી બદલ કોર્ટના વૉરંટ પર ધરપકડ કરવામાં આવ્યા બાદ તેમજ જાન્યુઆરીમાં કોર્ટે જામીન પર મુક્ત કર્યા બાદ કોર્ટ તરફથી હાર્દિક પટેલના રાજદ્રોહના કેસમાં શરત લાગુ કરી હતી. પાટીદાર અનામાત આંદોલન સમિતિ (PASS)ના પૂર્વ સાથીઓ રાજદ્રોહના આરોપોનો સામનો કરી રહ્યા છે. પાટીદાર ક્વોટા માટેના આંદોલન દરમિયાન થયેલી હિંસા બાદ 2015માં તેમની સામે ગુનો નોંધીને ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : રાજ્યમાં અનલૉક 3ની ગાઇડલાઇન જાહેર, પ્રથમ ઓગસ્ટથી રાત્રી કર્ફ્યૂમાંથી સંપૂર્ણ મુક્તિ

કૉંગ્રેસ પક્ષ દ્વારા હાર્દિકને રાજ્યમાં કાર્યકારી પ્રમુખના પદ ઉપર નિયુક્ત કરવામાં આવ્યા હતા તે દિવસે હાર્દિક પટેલે કોર્ટને પૂર્વ મંજૂરીની શરતમાંથી મુક્ત કરવા માટેની વિનંતી કરી હતી. વિનંતીનો વિરોધ કરતાં સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે વિગતવાર જવાબ રજૂ કર્યો હતો. તેમણે દલીલ કરી કે હાર્દિકનો રાજદ્રોહના કેસમાં સુનાવણીમાં હાજર ન રહેવાનો ઇતિહાસ ધરાવે છે.

નીચે વીડિયોમાં જુઓ : અનલોક 3 માટે ગુજરાતની ગાઇડલાઇન જાહેર

અગાઉ, તેને માત્ર શરત પર જામીન આપવામાં આવ્યા હતા અને વચન આપ્યું હતું કે તે ભવિષ્યમાં કોઈ સુનાવણીમાં ગેરહાજર રહી શકશે નહીં. જોકે, પરિસ્થિતિ બદલાઈ નથી અને આરોપીઓ તરફથી આ એક વિલંબની યુક્તિ બની ગઈ છે. રાજ્ય સરકારની રજુઆતને ગ્રાહ્ય રાખી હાર્દિક પટેલની અરજી સેશન્સ કોર્ટે નામંજૂર કરી છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Sedition Case, કોંગ્રેસ, કોર્ટ, જામીન, હાર્દિક પટેલ

આગામી સમાચાર