Home /News /ahmedabad /

અમદાવાદ: લાઇટ બીલ ભરો નહીં તો કનેક્શન કપાઈ જશે: આવા મેસેજ-કોલથી ચેતજો, એકાઉન્ટ થઇ જશે ખાલી

અમદાવાદ: લાઇટ બીલ ભરો નહીં તો કનેક્શન કપાઈ જશે: આવા મેસેજ-કોલથી ચેતજો, એકાઉન્ટ થઇ જશે ખાલી

લાઈટ બિલ ભરવાના બહાને એપ્લિકેશન ડાઉનલોડ કરાવી છેતરપિંડી કરતી ગેંગના એક આરોપીની સાયબર ક્રાઈમે ધરપકડ કરી

Ahmedabad Cyber Crime: લાઈટ બિલ ભરવાના બહાને એપ્લિકેશન ડાઉનલોડ કરાવી છેતરપિંડી કરતી ગેંગના એક આરોપીની સાયબર ક્રાઈમે ધરપકડ કરી છે.

અમદાવાદ: લાઈટ બિલ ભરવાના બહાને એપ્લિકેશન ડાઉનલોડ કરાવી છેતરપિંડી કરતી ગેંગના એક આરોપીની સાયબર ક્રાઈમે ધરપકડ કરી છે. ઝડપાયેલ આરોપી છેતરપિંડીની રકમથી સોનુ ખરીદવા ગયો હતો. જેના આધારે તેની ધરપકડ કરવામાં આવી છે. જોકે, ઝડપાયેલ આરોપી માત્ર પગાર માટે કામ કરતો હોવાનો ખુલાસો થયો છે. જેથી પોલીસે મુખ્ય આરોપી શોધખોળ હાથ ધરી છે.

અમદાવાદ સાયબરે સુરતના રહેવાસી જિગ્નેશ નાવડીયા નામના આરોપીની ધરપકડ કરી છે. ઓનલાઈન છેતરપિંડી કરવાના ગુનામાં પોલીસે તેની ધરપકડ કરી છે. આ ગુનાનો મુખ્ય આરોપી સાવન કે જેણે છેતરપિંડી કરીને તે પૈસાથી ડિજિટલ ગોલ્ડ નામની સાઈટ ઉપરથી એક વાઉચર ખરીદ્યું હતું. જે વાઉચરની માહિતી મંગાવતા વાઉચરથી સુરતમાં આવેલ એક જ્વેલર્સમાંથી સોનું ખરીદવામાં આવ્યું હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. જેથી પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ધરપકડ કરી છે.

અમદાવાદ સાયબર ક્રાઈમને એક ફરિયાદ મળી હતી કે, લાઈટ બિલના રૂપિયા 10 બાકી છે અને તે નહી ભરો તો કનેક્શન કપાઈ જશે, તેવું જણાવી ફરિયાદી પાસે એક એપ્લિકેશન ડાઉનલોડ કરાવી 5 લાખ 98 હજારની છેતરપિંડી કરવામાં આવી હતી. જે ગુનાનો મુખ્ય આરોપી સાવન ગઢીયા છે. પરંતુ સાવન જે રૂપિયા મેળવે છે. તે રૂપિયાના આધારે સોનું કે દાગીના ખરીદી કરતો આરોપી ઝડપાઈ ગયો છે.

આ પણ વાંચો: રાજ્યમાં હવાનું પ્રદૂષણ વધતાં શ્વાસનતંત્રની બીમારીનું પ્રમાણ વધ્યું, પાંચ વર્ષમાં 80 હજારથી વધુ દર્દી નોંધાયા

આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું કે, તેની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી સાવન જિગ્નેશને દર મહિને 45 હજાર પગાર આપી આ કામ કરાવતો હતો. જોકે મહત્વની બાબત તો એ છે કે સાવન નામનો આરોપી ઝારખંડના પણ કેટલાક સાયબર ક્રિમિનલ્સના સંપર્કમાં હતો અને આ સાયબર ક્રાઇમ માટેની તેણે ઝારખંડમાં તાલીમ પણ લીધી છે. સાયબર ક્રાઈમે આરોપી જિગ્નેશની ધરપકડ કરી તપાસ હાથ ધરી ત્યારે સામે આવ્યું કે, આરોપી છેલ્લા 6 મહિનાથી આ કામ કરતો હતો અને ન માત્ર અમદાવાદના ગુના પરંતુ અન્ય ગુનાની રકમ પણ તેણે આવી રીતે વાપરી છે. જેથી આરોપી ક્યાં ક્યાં રૂપિયા રોકાણ કરતો હતો અને કોની મદદથી? તે અંગે તપાસ હાથ ધરી છે. સાથે જ સાવનની ધરપકડ માટે અન્ય જિલ્લાની પોલીસની પણ મદદ લેવામાં આવી રહી છે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Ahmedabad news, CYBER CRIME, Gujarat News

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन