Home /News /ahmedabad /અમદાવાદ: ફિટનેસ ટ્રેનર યુવતીએ સાતમા માળેથી ઝંપલાવ્યુ, વિદેશ જવાની હતી છેલ્લી ઇચ્છા

અમદાવાદ: ફિટનેસ ટ્રેનર યુવતીએ સાતમા માળેથી ઝંપલાવ્યુ, વિદેશ જવાની હતી છેલ્લી ઇચ્છા

ચાંદખેડા પોલીસ સ્ટેશન

Ahmedabad News: લગ્ન થતા નહોતા અને છેલ્લે લગ્નની ઇચ્છા પણ ન હોતી. યુવતીને વિદેશ જવાની ઈચ્છા હતી. પરંતુ આ ખોડના કારણે સ્યુસાઇડ કર્યું હોવાનું હાલ તો સામે આવી રહ્યું છે.

અમદાવાદ: શહેરના (Ahmedabad) ચાંદખેડા વિસ્તારમાં આવેલા ત્રાગળ રોડ ઉપર ઉપવન ફ્લેટમાં રહેતી એક યુવતીએ (girl suicide) સાતમા માળેથી પડતું મૂકીને આપઘાત કરી લીધો છે. આપઘાતની આ ઘટના બનતા સોસાયટી અને પરિવારજનો ભેગા થઈ ગયા હતા. ત્યારબાદ પોલીસને પણ જાણ કરવામાં આવી છે.

મળતી માહિતી પ્રમાણે, મરનાર યુવતી પ્રિયંકા પરમાર હોવાનું સામે આવ્યું છે અને જેમની ઉંમર 31 વર્ષ હોવાનું સામે આવી રહ્યું છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, યુવતી પોતાની માતા અને બહેનો સાથે રહેતી હતી અને ફિટનેસ ટ્રેનર તરીકે નોકરી કરતી હતી. જોકે યુવતીને શારીરિક તકલીફ પણ હતી જેના કારણે તેના લગ્ન  થતા નહોતા. જેથી કંટાળીને છેલ્લે યુવતીએ લગ્ન કરવાની ના પણ પાડી દીધી હતી. યુવતીને વિદેશ જવાની પણ ઈચ્છા હતી. 31 વર્ષીય પ્રિયંકા બહેન ઉપવન રેસિડેન્સી, ત્રાગડ રોડ પર આવેલ છે અને જેમાં ઇ બ્લોક સાતમા માળે રેહતી હતી.

યુવાન નદીમાં પડતા જ મગર તેને ખેંચી ગયો અને બે કલાક સુધી તે યુવાનને લઇને નદીમાં ફરતો રહ્યો હતો.

સવારે 7 વાગેની આસપાસ આ બનાવ બન્યો હતો. યુવતીને એક તરફ ખોડ હતી અને પરિવારમાં માતા અને બહેનો છે. ખોડના કારણે, યુવતીએ આપઘાત કર્યો હોવાનું તો હાલ પ્રાથમિક કારણ સામે આવી રહ્યું છે. લગ્ન થતા નહોતા અને છેલ્લે લગ્નની ઇચ્છા પણ ન હોતી. યુવતીને વિદેશ જવાની ઈચ્છા પણ હતી. પરંતુ આ ખોડના કારણે સ્યુસાઇડ કર્યું હોવાનું હાલ તો સામે આવી રહ્યું છે.



ફિટનેસ ટ્રેનર તરીકે નોકરી કરતી યુવતી પાસેથી સ્યુસાઇડ નોટ ધાબા પર કે ઘરમાંથી પણ મળી નથી .હાલ તો પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે અને હકીકત આજ છે કે, બીજું કંઈ તેની તપાસ કરવામાં આવશે. પોલીસ દ્વારા યુવતીનું પીએમ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે અને અલગ અલગ લોકો અને પરિવારજનોના નિવેદન લેવામા આવશે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: અમદાવાદ, આપઘાત, ગુજરાત