Home /News /ahmedabad /અમદાવાદ: ચાંદલોડિયામાં નજીવી બાબતે મારામારી બાદ ફાયરિંગ થતાં મચી નાશભાગ

અમદાવાદ: ચાંદલોડિયામાં નજીવી બાબતે મારામારી બાદ ફાયરિંગ થતાં મચી નાશભાગ

પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધીને 8 આરોપીઓની ધરપકડ કરી છે.

Ahmedabad Crime: ઝઘડામાં ડોકટરના પિતાએ પોતાની લાઇસન્સવાળી રિવોલ્વરથી કર્યું ફાયરિંગ, મચી નાશભાગ

અમદાવાદ: ચાંદલોડિયામાં ફર્નિચરનો સામાન મૂકવા જેવી નજીવી બાબતે થયેલા ઝઘડામાં એક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે. દુકાનમાં ફર્નિચરનો સમાન મૂકવા જેવી બાબતમાં થયેલી મારામારીમાં ફાયરિંગ કરવામાં આવ્યું છે. જોકે, સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતાં પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધીને 8 આરોપીઓની ધરપકડ કરી છે.

ચાંદલોડિયા વિસ્તારમાં રુદ્રમ ફ્લેટના શોપિંગમાં અતિત હોસ્પિટલનું ફર્નિચરનું કામ ચાલી રહ્યું હતું, ત્યારે બાજુમાં આવેલી દુકાનના માલિક વિજયપાલ ચૌહાણ અને તેના પરિવારજનો તથા ડોક્ટર રાહુલ યાદવને ફર્નિચરનો સામાન મૂકવા બાબતે ઝઘડો થયો હતો. આ ઝઘડો એટલો ઉગ્ર બન્યો કે વિજયપાલ ચૌહાણ અને તેના પરિવારજનો સહિત આઠ જેટલા લોકોએ રાહુલ યાદવ સાથે બોલાચાલી કરી મારામારી કરી હતી. જેમાં ડોક્ટરને ઇજા પહોંચી હતી. આ દરમિયાન  ડોકટરના પિતા સતીશ યાદવ પોતાની લાઇસન્સવાળી રિવોલ્વર લાવીને હવામાં ફાયરિંગ કર્યું હતું.

આ પણ વાંચો: વડોદરા સિલિન્ડર બ્લાસ્ટમાં એક મહિલાનું મોત, અરસગ્રસ્ત પરિવારો માટે 25 હજાર રૂપિયાની સહાયની જાહેરાત

આ ઘટનાથી નાશભાગ મચી ગઈ હતી. સોલા પોલીસે ફાયરિંગ અને મારામારીને લઈને ક્રોસ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે વિજયપાલ ચૌહાણ અને તેમના 3 પુત્ર દિપક ચૌહાણ, સતીશ ચૌહાણ અને પિન્ટુ ચૌહાણ તેમજ પુત્રના મિત્રો વિજય કોરી અને વિકી કુશવાહ નામના આરોપીની ધરપકડ કરી છે. આ આરોપીઓની મારામારી કેસમાં ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ફાયરિંગ કેસમાં સતીષ યાદવની ધરપકડ કરવામાં આવી છે.

વિજયપાલ ચૌહાણ ભાડજ નજીક લક્ષ્મી નર્સરી ધરાવીને વેપાર કરે છે. જ્યારે તેમની અન્ય દુકાન રુદ્રમ ફ્લેટના શોપિંગમાં આવેલી હતી. તેની દુકાનની બાજુમાં જ ડોક્ટર રાહુલ યાદવનું ક્લિનિક હતું. તેઓ પોતાના ક્લિનિકનું ફર્નિચર કરાવી રહ્યા હતા. આ દરમિયાન વિજય પાલના દુકાનમાં ફર્નિચરનો સામાન મૂક્યો હતો. જેની જાણ વિજય પાલને થતા બંને વચ્ચે મારામારી થઈ હતી. સોલા પોલીસે મારામારી અને ફાયરિંગની આ ઘટનામાં આ તમામ આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે ડોક્ટર રાહુલ યાદવ ઈજાગ્રત હોવાથી તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલમાં પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Ahmedabad news, Crime news, Gujarat News

विज्ञापन
विज्ञापन