Home /News /ahmedabad /અમદાવાદ ક્રાઇમ સિરીઝ: કેરટેકર ડોશીએ કર્યું એવુ કામ કે, વૃદ્ધાના શરીરમાંથી નીકળવા લાગ્યા ધુમાડા

અમદાવાદ ક્રાઇમ સિરીઝ: કેરટેકર ડોશીએ કર્યું એવુ કામ કે, વૃદ્ધાના શરીરમાંથી નીકળવા લાગ્યા ધુમાડા

મેઘાણી નગર પોલીસ સ્ટેશન

80 વર્ષીય મૃતક મહિલાએ સારવાર દરમિયાન 60 વર્ષીય વૃદ્ધાએ બંગડીઓ ચોરી હોવાનું અંતિમ શબ્દોમાં કહ્યું હતુ. વાંચો રૂંવાટા ઉભા કરી દેતો કિસ્સો.

અમદાવાદ: શહેરના મેઘાણીનગર વિસ્તારમાં રહેતી એક 80 વર્ષીય વૃદ્ધાની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. ઘટના એમ બની હતી કે, છેલ્લા ઘણા સમયથી આ વૃદ્ધાની સાર સંભાળ રાખવા માટે 60 વર્ષીય રંજનબા નામની મહિલાને પરિવારજનોએ કામે રાખી હતી. અવારનવાર આ રંજન બા વૃદ્ધા પાસે પૈસા લેતી હતી પરંતુ પરત ચૂકવતી નહોતી. આ દરમિયાન 60 વર્ષીય રંજનબા નામની વૃદ્ધાએ એક દિવસ બપોરે ઘરે આવી 80 વર્ષીય વૃદ્ધાનું ઢીમ ઢાળી દીધું હતું.

આરોપી વૃદ્ધાએ પહેલા વૃદ્ધાને જમીન ઉપર પાડી બાદમાં આગ ચાપી દીધી હતી અને હાથમાં પહેરેલી 50, 000 ની બે બંગડીઓ ચોરી કરી ફરાર થઈ ગઈ હતી. સળગેલી હાલતમાં વૃદ્ધાને સારવાર માટે ખસેડવામાં આવી હતી. તે દરમિયાન વૃદ્ધાએ અંતિમ શબ્દોમાં રંજન બા તેમની બંગડી લઈ ગયા છે તેવું પરિવારજનોને કહેતા રંજન બાની પૂછપરછ કરી હતી. પરંતુ તેઓએ આ બાબત સ્વીકારી નહોતી. પરંતુ આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસતા બપોરના સુમારે રંજન બાની શંકાસ્પદ ગતિવિધિઓ નજર આવતા સમગ્ર હત્યાનો મામલો સામે આવતા પોલીસે ગુના નોંધી તપાસ શરૂ કરી છે.

શહેરના મેઘાણીનગરમાં રહેતા 51 વર્ષીય સુરેન્દ્રસિંહ જાડેજા પાલડી વિસ્તારમાં ટ્રાવેલ્સનો બિઝનેસ કરે છે. તેઓ ચાર ભાઈઓ છે જેમાં સૌથી મોટા મહેન્દ્રસિંહ જાડેજા તેમના પરિવાર સાથે થલતેજ રહે છે. બીજા નંબરે કિરીટસિંહ જાડેજા કે, જેઓનું વર્ષ 2011માં અવસાન થયું હતું. જ્યારે ત્રીજા નંબરે દિલીપસિંહ જાડેજા છે. જેમને પેરાલીસીસ હોવાથી તેમના પત્ની અને સંતાનો સાથે સુરેન્દ્રસિંહના મકાનમાં ઉપરના ભાગે રહે છે. સુરેન્દ્રસિંહના પિતા જોરુભા જાડેજાનું વર્ષ 2017માં અવસાન થયું હતું. સુરેન્દ્રસિંહની 80 વર્ષીય માતા લીલાબા સુરેન્દ્રસિંહના ભાભી સાથે સુરેન્દ્રસિંહના મકાનની પાછળના ભાગે રહે છે.

આ પણ વાંચો : શું ગુજરાત મહિલા પોલીસનો ડ્રેસ બદલાશે?

સુરેન્દ્રસિંહના ભાભીને પેરાલીસીસ હોવાથી પોતાનું કામકાજ જાતે કરી શકતા નહોતા અને તેઓની માતા પણ વયોવૃદ્ધ હોવાથી પોતાનું કામ જાતે કરી શકતા ન હોવાથી સાર સંભાળ રાખવા રંજનબા પરમાર નામની 60 વર્ષીય વૃદ્ધાને તેઓએ રાખી હતી. રંજનબા પરમાર ચારેક વર્ષથી તેઓના ઘરે કામ કરવા માટે આવતી અને સવારથી સાંજ સુધી રોકાતી હતી. ગત ૨૮ સપ્ટેમ્બર ના રોજ સુરેન્દ્રસિંહ તેમની ઓફિસે ગયા હતા અને સાંજે પરત આવ્યા હતા. સાંજના સમયે તેઓના ભાભી જમવા આપવા માટે માતાના ઘરે ગયા હતા ત્યારે ત્યાં જઈને જોયું તો તેઓની માતા સ્ટોર રૂમમાં પડ્યા હતા અને શરીરમાંથી ધુમાડા નીકળતા હતા. સુરેન્દ્રસિંહ એ સ્ટોર રૂમમાં જઈને જોયું તો તેમની વૃદ્ધ માતા નું માથું અંદરની તરફ અને પગ દરવાજા તરફ પડેલ હતા અને તેમનું શરીર દાઝી ગયું હતું અને તેમાંથી ધુમાડા નીકળતા હતા. માતાને અર્ધ બેભાન હાલતમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. તે દરમિયાન ડોક્ટરે પૂછપરછ કરતા દિવાબત્તી કરતા સળગી ગયા હોવાનું પરિવાર જનોએ જણાવી દીધું હતું.

સારવાર દરમિયાન ઘરના સભ્યો હાજર હતા ત્યારે વૃદ્ધ માતાએ પરિવારજનોને ઈશારો કરી નજીક બોલાવ્યા હતા અને કહ્યું કે, રંજનબા મારી બંગડીઓ લઈ ગયા છે તેટલું બોલ્યા બાદ તેઓ બેહોશ થઈ ગયા અને બોલવા ચાલવાનું બંધ કરી દીધું હતું. જેથી ડોક્ટરને બોલાવી ડોક્ટરે તપાસ કરતા વૃદ્ધ માતા નું મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું હતું. વૃદ્ધ માતા ના જણાવ્યા મુજબ પરિવારજનોએ રંજનબા ને હોસ્પિટલ બોલાવી પૂછપરછ કરતા તેઓ બંગડી બાબતે કઈ જાણતા ન હોવાનું રટણ કર્યું હતું અને તેમના દીકરાએ પણ પોસ્ટમોર્ટમ કરાવવાની મનાઈ કરી ગાડીની વ્યવસ્થા કરવી હોય તો મને કહેજો તેમ કહી મદદ કરવા લાગ્યો હતો અને ત્યારબાદ આરોપી વૃદ્ધા અને તેનો દીકરો ત્યાંથી જતા રહ્યા હતા.

આ પણ વાંચો: દીકરીએ પ્રેમલગ્ન કર્યા તો, પિતાએ ખભા પર બેસાડી કર્યુ અપહરણ

બાદમાં મકાનની આસપાસમાં તપાસ કરતાં પાડોશીના ઘરમાં લાગેલા સીસીટીવી ચેક કરતા રંજનબા બપોરના સુમારે આ લીલાબા નામની 80 વર્ષીય વૃદ્ધાના ઘરે આવતા નજરે પડ્યા હતા. થોડીકવારમાં ત્યાંથી નીકળી ઓટલા ઉપર બેસી ગયા હતા. બાદમાં ત્યાંથી નીકળતા આરોપી વૃદ્ધા હાથમાંથી કોઈ વસ્તુ ફેંકી સોસાયટીમાંથી ચાલતી જતી દેખાઈ હતી. જેથી વૃદ્ધ માતાની બંગડીઓની ચોરી કરી રંજનબા પરમારે હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું.

સુરેન્દ્રસિંહે પોલીસને એવું પણ જણાવ્યું છે કે, આરોપી રંજન બા અવારનવાર તેમની માતા પાસે ઉછીના પૈસાની માગણીઓ કરતા હતા અને વૃદ્ધ માતા પૈસા આપતા પણ હતા. પરંતુ રંજનબા પૈસા પરત આપતા નહોતા. જેથી પોતાના અંગત સ્વાર્થ માટે માતાની સોનાની બંગડીઓ ચોરી કરવાના ઇરાદે એકલતાનો લાભ લઈ સ્ટોર રૂમમાં વૃદ્ધ માતાને પાડી દઈ જ્વલનશીલ પ્રવાહી નાંખી સળગાવી આગ ચાપી 50,000 રૂપિયાની સોનાની બંગડીઓ ચોરી કરી ફરાર થઈ જતા મેઘાણીનગર પોલીસે રંજનબા પ્રવિણસિંહ પરમાર નામની વૃદ્ધ મહિલા સામે તપાસ શરૂ કરી છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Crime news, અમદાવાદ, ક્રાઇમ સમાચાર, ગુજરાત

विज्ञापन
विज्ञापन