Home /News /ahmedabad /

CA ફાઉન્ડેશનનું પરિણામ જાહેર: સાબુદાણાની ખીચડી વેચતો વિધાર્થી ફાઉન્ડેશનમાં ઉત્તીર્ણ

CA ફાઉન્ડેશનનું પરિણામ જાહેર: સાબુદાણાની ખીચડી વેચતો વિધાર્થી ફાઉન્ડેશનમાં ઉત્તીર્ણ

CA ફાઉન્ડેશનનું પરિણામ જાહેર થયું છે.

ધોરણ 12નું પરિણામ આવ્યાના 20 દિવસમાં CA ફાઉન્ડેશનની પરીક્ષા આપી વિદ્યાર્થીની પાસ થઈ.

અમદાવાદ: CA ફાઉન્ડેશનનું પરિણામ જાહેર થયું છે. સામાન્ય રીતે વિદ્યાર્થીઓ ધોરણ 12 પાસ કર્યા બાદ 1 વર્ષ બાદ CA ફાઉન્ડેશનની પરીક્ષા આપતા હોય છે ત્યારે રાયસણની એક વિદ્યાર્થીની ધોરણ 12ના પરિણામ આવ્યાના 20 દિવસ બાદ CA ફાઉન્ડેશનની પરીક્ષા આપીને પાસ થઈ છે. જ્યારે અમદાવાદમાં સાબુદાણાની ખીચડીની લારી ચલાવતા પિતાને મદદ કરતો પુત્રએ ફાઉન્ડેશન ક્લિયર કર્યું છે.

CA ફાઉન્ડેશનમાં અમદાવાદમાંથી 2360 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 704 વિદ્યાર્થીઓ પાસ થયા છે એટલે 29.93 ટકા પરિણામ આવ્યું છે. ગત ડિસેમ્બરમાં લેવાયેલી પરીક્ષામાં 33.60 ટકા પરિણામ આવ્યું હતું તેનાથી 3.67 ટકા ઓછું પરીણામ આવ્યું છે. ઓલ ઓવર ઇન્ડિયાનું પરિણામ 25.28 ટકા છે તેનાથી અમદાવાદનું પરીણામ વધુ છે.

આ પણ વાંચો: અમદાવાદ: રક્ષાબંધન પર મહિલાઓને મળી ખાસ ભેટ, લેવાયો આ નિર્ણય

પિતા સાથે લારી પર સાબુદાણાની ખીચડી બનાવી વેચતો અને CAનો અભ્યાસ પણ કરી ફાઉન્ડેશનમાં પાસ થયેલા વિદ્યાર્થી પ્રજાપતિ પ્યારેલાલએ જણાવ્યું હતું કે, હું રાજસ્થાનમાં અત્યારે કોલેજમાં ભણું છું પરંતુ પિતા અહીંયા ધંધો કરતા હોવાથી તેમને ધંધામાં મદદ પણ કરું છું. બીજા ટ્રાયલે મેં CA ફાઉન્ડેશનની પરીક્ષા પાસ કરી છે. હવે મારે આગળ CA બનીને માતા પિતાનું નામ રોશન કરવું છે અને તેમને ગૌરવ અપાવવું છે.

નોંધનીય છે કે, ICAIના ગાંધીનગરની રાયસણ સ્કૂલ સાથે MOU થયા હતા. જેમાં સ્કૂલના વિદ્યાર્થીઓને CAનો અભ્યાસ વર્ચ્યુઅલી કરાવવાનું નક્કી થયું હતું ત્યારે 12 વિદ્યાર્થીઓ અમદાવાદમાં ચાલતા ICAIમાં વર્ચ્યુઅલી ભણતા હતા જેમાંથી 4 વિદ્યાર્થીનીઓએ CA ફાઉન્ડેશનની પરીક્ષા આપી હતી. આમાંથી હર્ષવી રાઠવા નામની વિદ્યાર્થીની ધોરણ 12ની સાથે તૈયારી કરી રહી હતી અને 12નું પરિણામ આવતા સાથે જ 20 દિવસમાં CA ફાઉન્ડેશનની પરીક્ષા આપીને પાસ થઈ છે.

હર્ષવી રાઠવાએ જણાવ્યું હતું કે, હું ધોરણ 12માં ભણતી હતી ત્યારથી જ ઓનલાઇન કલાસ ભરતી હતી. આ દરમિયાન મને ધોરણ 12ના બોર્ડની તૈયારી કરવાની થતી હતી, ત્યારે મનમાં બીક રહેતી કે એક કરીશ તો બીજું છૂટી જશે. પરંતુ ભગવાનનું નામ લઈને અને ટીચર્સના સપોર્ટથી ભણવાનું ચાલુ રાખ્યું અને પરીક્ષા આપી જેનું આજે પરિણામ આવ્યું છે. આ અંગે ICALના અમદાવાદમાં ચેરમને બિશન શાહે જણાવ્યું હતું કે, હર્ષવી રાઠવા ઓગસ્ટ મહિનાની બેચથી અમારી સાથે ઓનલાઇન અભ્યાસ કરતી હતી. ગર્લ્સ હોસ્ટલમાંથી હર્ષવી ભણતી હતી. 4 વિદ્યાર્થીનીમાંથી 1 જ વિદ્યાર્થીની પાસ થઈ છે. ધોરણ 12માં પણ 85 ટકા મેળવ્યા હતા.
Published by:Azhar Patangwala
First published:

Tags: Ahmedabad news, Education News, Gujarat News

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन