Ahmedabad businessman Honey Trap: અમદાવાદના નવરંગપુરાના વેપારીને પાછલા વર્ષે ઓગસ્ટમાં રાત્રે 10 વાગ્યે યુવતીએ વીડિયો કૉલ કરીને રંગન વાતો શરુ કરી હતી, વેપારીએ પણ પોતાના કપડા ઉતાર્યા અને પછી મોટો દાવ થઈ ગયો છે. તેમનો વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને 2.70 કરોડ રૂપિયા પડાવવામાં આવ્યા છે. પોલીસે ફરિયાદ મળતા આ મામલે તપાસ શરુ કરી છે.
અમદાવાદઃ હનીટ્રેપના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે, આ વખતે અમદાવાદના વેપારીને 2.70 કરોડનો ચૂનો ચોપડવાની ઘટના બની છે. નવરંગપુરાના 68 વર્ષના ઉદ્યોગપતિને મોરબીની કથિત યુવતીએ રંગીન વાતોમાં ફસાવ્યા બાદ વર્ચ્યુઅલ સમાગમનો વીડિયો બનાવ્યા બાદ રૂપિયા પડાવ્યા છે. વીડિયો કૉલ પછી અલગ-અલગ અધિકારીઓના નામ ટોળકીએ તેમની પાસેથી રૂપિયા પડાવ્યા હતા. આ પછી યુવતીએ આપઘાત કર્યો હોવાનું કહીને ઉદ્યોગપતિ પાસેથી વધુ 1.30 કરોડ રૂપિયા પડાવવામાં આવ્યા હતા. સતત રૂપિયાની માગણી કરાતી હોવાથી આખરે વેપારીએ પોલીસની મદદ લીધી છે, પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને આરોપીઓને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી છે.
વેપારી સાથે પહેલા રંગીન વાતો કરી અને પછી યુવતીએ તેમની સાથે રંગીન પળ માણવાનું કહીને જબરા ફસાવી દીધા હતા. વેપારીનો અંગત વીડિયો લઈ લીધા બાદ તેમને આરોપીઓએ તેમની પાસે રૂપિયા પડાવવાનું શરુ કર્યું હતું.
યુવતીએ આપઘાત કર્યો હોવાનું કહીને ઉદ્યોગપતિને ડરાવ્યા નવરંગપુરાની સેન્ટ ઝેવિયરર્સ કૉલેજ રોજ પર રહેતા વેપારીનો વીડિયો વાયરલ કરવાની ધમકી આપતી ટોળકીએ 14મી ઓગસ્ટ 2022ના દિવસ ઉદ્યોગપતિને ફોન કરીને કહ્યું કે, હું દિલ્હી પોલીસ ઈન્સ્પેક્ટર ગોસ્વામી વાત કરું છું, આ શખ્સે યુવતીએ આપઘાત કર્યો હોવાનું કહીને તેની સારવાર ચાલી રહી હોવાનું જણાવ્યું હતું. યુવતીએ નિવેદનમાં વીડિયો વિશે વાત કરીને ઉદ્યોગપતિનું નામ આપ્યાની વાત PIની ઓળખ આપનારા શખ્સે કહી હતી.
ઓગસ્ટથી ડિસેમ્બર 2022 દરમિયાન તેમની પાસેથી આપઘાત કરનારા યુવતીનું મોત થઈ ગયું છે અને તેમની સામે કેસ કરવાની ધમકી આપીને ધરપકડનો ડર બતાવ્યો હતો. વિવિધ રીતે ઉદ્યોગપતિને ડરાવીને તેમની પાસેથી કુલ 2,69,32,000 રૂપિયા પડાવવામાં આવ્યા હતા.
કઈ રીતે ઉદ્યોગપતિ ફસાઈ ગયા?
રિપોર્ટ્સ મુજબ તારીખ 8 ઓગસ્ટ 2022માં ઉદ્યોગપતિને રાત્રે 10 વાગ્યે રિયા શર્મા તરીકે ઓળખ આપનારી યુવતીનો મેસેજ આવ્યો હતો. યુવતીએ Hi લખ્યાનો જવાબ ઉદ્યોગપતિએ Hello સાથે આપ્યો હતો. આ પછી બન્ને વચ્ચે વાતની શરુઆત થઈ જેમાં યુવતીએ પોતે મોરબીની હોવાનું કહીને વીડિયો કૉલ કર્યો હતો.
યુવતીએ વીડિયો કૉલમાં રંગીન પળો માણવાની ઓફર ઉદ્યોગપતિ સમક્ષ મૂકી હતી. જોકે, ઉદ્યોગપતિએ આમ કરવાનો ઈનકાર કરી દીધો હતો. આમ છતાં યુવતીએ પોતાના પ્લાન પ્રમાણે ચાલુ વીડિયો કૉલમાં કપડાં ઉતારી નાખ્યા હતા. રિયાએ આ તો માત્ર વીડિયો છે તેમ કહીને અનેક લોકોને કૉલ કરતી હોવાની વાત કહી હતી, આ પછી વેપારીએ પણ પોતાના કપડાં ઉતારી નાખ્યા હતા અને એક મિનિટ સુધી કૉલ ચાલ્યા બાદ યુવતીએ ફોન કાપી નાખ્યો હતો.
" isDesktop="true" id="1318588" >
વર્ચ્યુઅલ શરીર સુખની લાલચમાં વેપારીએ વીડિયો કૉલ દરમિયાન કપડાં ઉતાર્યા બાદ તેમને જ પોતાનો વીડિયો મોકલીને ધમકીઓ આપવાનું શરુ કરવામાં આવ્યું હતું જેમાં પોલીસની ધમકી, વીડિયો વાયરલ કરવાની ધમકી અને યુવતીએ આપઘાત કરી લીધો હોવાની ધમકી આપીને કરોડો ખંખરવાનું શરુ કર્યું હતું. હવે આ મામલે ઉદ્યોગપતિએ સાયબર સેલને મંગળવારે રાત્રે ફરિયાદ નોંધાવતા પોલીસે આ દિશામાં તપાસ કરીને આરોપીઓને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી છે.