Home /News /ahmedabad /

અમદાવાદ: 'મિસ્ટ્રી ફિલ્મ' જેવી છે વેપારીની હત્યાની કહાણી, પોલીસ પણ ખોટા પાટે ચઢી!

અમદાવાદ: 'મિસ્ટ્રી ફિલ્મ' જેવી છે વેપારીની હત્યાની કહાણી, પોલીસ પણ ખોટા પાટે ચઢી!

નિકોલમાં વ્યાજખોરો દ્વારા હુમલો કરી વેપારીની હત્યા કરવા મામલે નવો ખુલાસો થયો છે

પોલીસે ત્રણ વ્યાજખોરો વિરુદ્ધ ગુનો નોંધી બેની ધરપકડ કરી હતી, પરંતુ વેપારીની હત્યા વ્યાજખોરોએ ન કરી હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદ: નિકોલ મા વ્યાજખોરો દ્વારા હુમલો કરી વેપારીની હત્યા કરવા મામલે નવો ખુલાસો થયો છે. પોલીસે ત્રણ વ્યાજખોરો વિરુદ્ધ ગુનો નોંધી બેની ધરપકડ કરી હતી, પરંતુ વેપારીની હત્યા વ્યાજખોરોએ ન કરી હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત વેપારીની હત્યા કરનાર અને આરોપીને છૂપાવનાર સહિત બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જે બાદ સામે આવ્યું કે, હત્યા માત્ર એકબીજાની સામે કેમ જોવે છે, તેવી સામાન્ય બાબત પર થઈ હતી.

આટલી સામાન્ય બાબતે હત્યા

નિકોલ પોલીસની કસ્ટડીમાં રહેલા આ બે આરોપીઓ રજ્જુ ઉર્ફે રાજુ ગૌડ અને હિતેશ પુનમચંદ મૃતક વેપારી અમિત શાહની દુકાન પાસે ફર્નિચરનું કામ કરતા હતા અને હત્યાના દિવસે એટલે કે 10 તારીખે વેપારી અમિત શાહ દુકાનની બહાર રેલિંગ પર બેઠા હતા. તે સમયે આરોપીની સામે કેમ જોઈ રહ્યા છો તે બાબતે બંને વચ્ચે સામાન્ય બોલાચાલી થતા આરોપી રાજુએ મૃતકને ફેટ મારી નીચે પાડ્યા હતા. જે બાદ સારવાર દરમિયાન વેપારીનું મૃત્યુ થતાં પોલીસે હત્યાની કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: સુરત: લગ્નના થોડા દિવસોમાં જ 'લૂંટેરી દુલ્હન' યુવકના અરમાન પર પાણી ફેરવી ફરાર

કેમ પોલીસ ઊંધા પાટે ચઢી?

આટલું જ નહીં, સારવાર લઈ રહેલા વેપારી અમિત શાહની પૂછપરછ કરતા તેમણે ત્રણ વ્યાજખોરોના નામ આરોપી તરીકે લખાવ્યા હતા. જેમની પાસેથી મૃતકે 10% વ્યાજે રૂપિયા લીધા હતા. જે ફરિયાદ બાદ નિકોલ પોલીસે રાજભા અને કનુભાઈની ધરપકડ કરી હતી. જોકે અન્ય એક આરોપી કાંચા ઉર્ફે મિર રાણા ફરાર હતો. જોકે, પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસતા અને બનાવ અંગેની અસલ હકીકત સામે આવતા હત્યા કરનાર રાજુ અને તેને છૂપાવનાર હિતેશ પૂનમચંદની ધરપકડ કરવામાં આવી છે.

હવે પોલીસ મૂંઝવણમાં મૂકાઇ

હત્યા અને વ્યાજખોરીની ફરિયાદના આધારે તપાસ શરૂ કરનાર પોલીસ હવે મૂંઝવણમાં મૂકાઇ છે. કારણકે હત્યા કરનાર અને ઊંચું વ્યાજ વસૂલનાર બંને આરોપીઓ અલગ અલગ છે, ત્યારે આ ગુનામાં ઝડપાયેલા ચાર આરોપી વિરુદ્ધ અલગ અલગ કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે હત્યા કરનાર અને વ્યાજે રૂપિયા આપનાર આરોપીઓ વચ્ચે કોઈ સીધો સંબંધ છે કે કેમ?
Published by:Azhar Patangwala
First published:

Tags: Ahmedabad news, Crime news, Gujarat News

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन