અમદાવાદ: શહેર મહાનગરપાલિકના કમિશનરે 8111 કરોડના ડ્રાફ્ટ બજેટની સામે રૂ.8400 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. 10 વર્ષ બાદ બજેટમાં નવા કરવેરાનો ઉમેરો કરવામાં આવ્યો છે. બજેટમાં અમદાવાદમાં પ્રોપર્ટી ટેક્સમાં મળી મોટી રાહત મળી છે. આ સાથે નવી જંત્રી પ્રમાણે 3 વર્ષ સુધી અમલ થશે નહીં. ત્રણ વર્ષ સુધી જૂની જંત્રી પ્રમાણે પ્રોપર્ટી ટેક્સ લેવમાં આવશે.
ટેક્સ વધારાના સૂચન સામે શહેરીજનોને મોટી રાહત મળી છે. કમિશનરે સૂચવેલા દરોમાં બજેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે. રહેણાંક મિલકતો માટે દરમાં પણ ઘટાડો કરાયો છે. પ્રતિ ચોરસ મીટર રૂપિયા 16માં 7નો વધારો સૂચવાયો હતો. બજેટમાં રહેણાંક મિલકતમાં દર 20 રૂપિયા કરાયો છે. કોમર્શિયલ મિલકત માટે પણ 3 રૂપિયા ઘટાડો કરાયો છે. પ્રતિ ચોરસ મીટરે 37 રૂપિયા સુચવાયા હતા હવે રૂપિયા 34 કરાયા છે. વાર્ષિક 5 ટકા લેટિંગ ચાર્જ ઘટાડી 3 ટકા કરાયા છે.
અ.મ્યુ.કો.ના ૧૫ વર્ષ કરતાં જુનાં વાહનોને રીપ્લેસ કરી નવા વાહનો ખરીદ કરવાનુ આયોજન
શહેરમાં દિન-પ્રતિ દિન વાહનોની સંખ્યામાં વધારો થતો જાય છે જેથી એર પોલ્યુશનની માત્રામાં વધારો થાય છે તે નિયંત્રિત કરવા સારૂં કેન્દ્ર સરકારની જુના વાહનો સ્ક્રેપ કરવાની પોલીસિ અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની માલીકીના 15 વર્ષ કરતા જુના વાહનો રીપ્લેશ કરી નવા વાહનો ખરીદવા માટે રૂ. ૫.૦૦ કરોડની જોગવાઇ કરવાનું ઠરાવવામાં આવે છે.
અમદાવાદ શહેરના નાગરિકો સ્વસ્થ જીવન મેળવી શકે અને યુવાનો ખડતલ બને તથા સ્વસ્થ સમાજનું નિર્માણ થઈ શકે તે હેતુસર બોપલ વિસ્તારમાં જીમ્નેશિયમ બનાવવાના કામ માટે રૂા. ૧.૦૦ કરોડ ફાળવવાનું ઠરાવવામાં આવે છે.