Home /News /ahmedabad /અમદાવાદમાં ફરીથી લાખોનું ડ્રગ્સ ઝડપાયું, પોલીસ માયાજાળને ભેદી આ રીતે પેડલરથી માફિયા સુધી પહોંચી

અમદાવાદમાં ફરીથી લાખોનું ડ્રગ્સ ઝડપાયું, પોલીસ માયાજાળને ભેદી આ રીતે પેડલરથી માફિયા સુધી પહોંચી

બન્ને ભાઇઓ પાસેથી વ્હાઇટ પાઉડર ઝીપ બેગમાં મળી આવી હતી.

બે સગા ભાઇઓએ એમડી ડ્રગ્સનો ધંધો શરુ કરવાનો પ્લાન કરીને રાજસ્થાનમાં ડીલીવરી લેવા ગયા હતા. બે ભાઇઓએ કાર ચલાવવા માટે ડ્રાઇવરને પણ સાથે રાખ્યો હતો.

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
અમદાવાદ: શહેર સહિત ગુજરાતમાં ડ્રગ્સ નામના દુષણ એટલી હદે વધી ગયુ છે કે, યુવાપેઢી બરબાદીના રસ્તે આમંત્રણ આપી રહી છે. અમદાવાદમાં એમડી સિવાય અન્ય ડ્રગ્સ લેવાનો ક્રેઝ એટલો વધી ગયો છે કે યુવાઓ નશેડીમાંથી પેડલર બની ગયા છે. ડ્રગ્સ નામના દુષણને ડામવા માટે સ્થાનિક પોલીસ, ક્રાઇમ બ્રાંચ, એટીએસ સહિતની સુરક્ષા એજન્સીઓ સતર્ક થઇ ગઇ છે. ડ્રગ્સ માફીયાઓએ બનાવેલી માયાજાળને પોલીસ એજન્સીઓ ક્રેક કરીને પેડલરથી લઇને માફિયા સુધી પહોચી રહી છે. ગઇકાલે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી)ની ટીમે ઇન્દીરાબ્રીજ સર્કલ પાસેથી 11.82 લાખ રૂપિયાના એમડી ડ્રગ્સના જથ્થા સાથે બે સગા ભાઇ સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરી છે.

ત્રણેય શખ્સો રાજસ્થાનથી એમડી ડ્રગ્સ લઇને આવી રહ્યા હતા જ્યાં તેઓ અમદાવાદ એન્ટ્રી મારે તે પહેલા દબોચી લેવામાં આવ્યા છે. એસઓજીની ટીમને બાતમી મળી હતી કે, કુબેરનગર વિસ્તારમાં આવેલી બી વોર્ડમાં રહેતા હિમેશ અને તેનો ભાઇ મોનેષ રાજસ્થાન એમડી ડ્રગ્સનો જથ્થો લેવા માટે ગયા અને તેમની સાથે તેમનો સાગરીત ચાણ્ક્ય ઉર્ફે રાજા પર ડ્રાઇવર બનીને ગયો છે. એસઓજી પાસે કારનો નંબર હોવાથી તે બાતમીના આધારે ઇન્દિરાબ્રીજ સર્કલ પાસે પહોચી ગયા અને બેરીકેડ મુકીને વોચમાં હતા. દરમિયાનમાં કાર ઇન્દિરાબ્રીજ સર્કલ પાસે આવી પહોચતા એસઓજીની ટીમે તેને કોર્ડન કરી લીધી હતી. કાર કોર્ડન કરતા એસઓજીએ હિમેશ, મોનેષ અને ચાણ્ક્યની અટકાયત કરી લીધી હતી અને બાદમાં તેમની ઝડપી કરી હતી.

આ પણ વાંચો: રાજ્યમાં ડબલ ઋતુનો માર! દ્વારકામાં ગાઢ ધુમ્મસનો કહેર

બન્ને ભાઇઓ પાસેથી વ્હાઇટ પાઉડર ઝીપ બેગમાં મળી આવી હતી. જેથી એસઓજીની ટીમે એફએસએલની ટીમને જાણ કરી દીધી હતી. એફએસએલની ટીમ ઘટના સ્થળે પહોચી ગઇ હતી જ્યા તેમણે ટ્રાફિક બીટ ચોકીમાં જઇને વ્હાઇટ પાઉડરનું પરિક્ષણ કર્યુ હતુ અને તે એમડી ડ્રગ્સ હોવાનો રીપોર્ટ આપ્યો હતો. એમડી ડ્રગ્સ હોવાનું પુરવાર થતા એસઓજીની ટીમે તેમની ધરપકડ કરી લીધી હતી અને આગવી સ્ટાઇલથી પૂછપરછ કરી હતી. બન્ને ભાઇઓ રાજસ્થાનના ડ્રગ્સ માફિયા અજય ગહેલોત પાસે એમડી ડ્રગ્સનો જથ્થો લેવા માટે ગયા હતા. એસઓજીએ ક્રાઇમ બ્રાંચમાં બે ભાઇઓ સહિત ચાર શખ્સો વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે અને તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, કુબેરનગરમાં દારૂનું સૌથી વધુ વેચાણ થઇ રહ્યુ છે ત્યારે હવે ડ્રગ્સનો પગપેસારો થયો છે.

આ પણ વાંચો: બીજાની પત્ની સાથે કરી નાંખ્યું ન કરવાનું અને મળ્યું મોત

મુંબઇ બાદ રાજસ્થાનથી એમડી ડ્રગ્સની ડીલીવરી અમદાવાદ પોલીસ, ક્રાઇમ બ્રાંચ, એટીએસ સહિતની સુરક્ષા એજન્સીઓએ એમડી ડ્રગ્સના નેટવર્કનો જ્યારે પણ પર્દાફાશ કર્યો છે ત્યારે મુંબઇના ડ્રગ્સ માફિયાઓનું નામ દરેક વખતે સામે આવ્યા છે. એમડી ડ્રગ્સની શરૂઆત વેચવાની શરૂઆત મુંબઇથી થઇ અને અમદાવાદ સુધી પહોચી છે ત્યારે હવે રાજસ્થાન પર ચર્ચામાં આવી રહ્યુ છે. અમદાવાદના ડ્રગ્સ માફિયા હવે મુંબઇથી એમડી ડ્રગ્સ મંગાવવાની જગ્યાએ રાજસ્થાનથી મંગાવી રહ્યા હોવાનો ઘટસ્ફોટ મોડીરાતે ક્રાઇમ બ્રાંચની ટીમે કર્યો છે.



ઉલ્લેખીય છે કે, થોડા દિવસ પહેલા એસઓજીની ટીમે દાણીલીમડા વિસ્તારમાંથી એમડી ડ્રગ્સના જથ્થા સાથે બે શખ્સોની ધરપકડ કરી લીધી હતી. એસઓજીની પુછપરછમાં સામે આવ્યુ હતુંકે રાજસ્થાનના ઉદેયપુરથી બન્ને શખ્સો એમડી ડ્રગ્સ લઇને આવ્યા હતા.
Published by:Kaushal Pancholi
First published:

Tags: અમદાવાદ, ગુજરાત, ડ્રગ્સ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો