Ahmedabad Murder : ભાઈએ જ બહેનને છરીના ઘા ઝીંકી પતાવી દીધી, પિતા અને ભાણેજ પણ ગંભીર ઈજાગ્રસ્ત
Ahmedabad Murder : ભાઈએ જ બહેનને છરીના ઘા ઝીંકી પતાવી દીધી, પિતા અને ભાણેજ પણ ગંભીર ઈજાગ્રસ્ત
રામોલમાં ભાઈએ બહેનની હત્યા કરી
Ahmnedabad Murder : અમદાવાદના રામોલ (Ramol) વિસ્તારમાં આવેલ સુરેલિયા એસ્ટેટ રોડ પર આવેલ કૃષ્ણ કુંજ સોસાયટીમાં મિલકત માટે ભાઈએ બહેનની હત્યા (Brother kills sister) કરી દીધી, ભાઈ અને ભાણે જને પણ કર્યા ઈજાગ્રસ્ત
Ahmedabad Murder : કહેવાય છે કે જળ, જમીન અને છોરું એ ત્રણેય કજિયા ના છોરું. આ કહેવતને સાર્થક સાબિત કરતો કિસ્સો શહેરના રામોલ (Ramol) વિસ્તારમાં બન્યો છે. પિતા મકાન ખાલી ના કરતા હોવાની અદાવત રાખીને ભાઈ (Brother) એ બહેન (Sister) ને છરી ના ઘા ઝીંકીને હત્યા કરી દીધી. તો ભાણેજ અને પિતાને ઇજા પહોંચાડી છે. જે અંગેની જાણ પોલીસને કરતા પોલીસે (Ramol Police) હત્યાનો ગુનો દાખલ કરીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.
બહેનને જાહેર રોડ પર લઈ જઈ છરીના ઘા ઝીક્યા
રામોલ વિસ્તારમાં આવેલ સુરેલિયા એસ્ટેટ રોડ પર આવેલ કૃષ્ણ કુંજ સોસાયટીમાં રહેતા શેતાન સિંહ ચાવડાએ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, ગઇકાલે મોડી રાત્રે બે વાગ્યાની આસપાસ તેમના દીકરા મદન સિંહે તેમની દીકરીને ઘરની બહાર જાહેર રોડ પર આડેધડ છરી ના ઘા માર્યા હતા. જો કે દીકરીને બચાવવા જતા ફરિયાદી વચ્ચે પડતા તેઓને પણ આરોપીએ છરીના ઘા માર્યા હતા. જ્યારે તેમના ભાણેજને પણ છરીના ઘા મારીને ઇજા પહોંચાડી હતી.
પિતા અને ભાણેજને પણ કર્યા ગંભીર રીતે ઈજાગ્રસ્ત
આ હુમલામાં ત્રણેય ને ગંભીર રીતે ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે એલ જી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ફરિયાદીની દીકરીનું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે આ મામલે હત્યાનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
જો કે પોલીસ તપાસ માં જાણવા મળ્યું છે કે, આ સમગ્ર મામલો મિલકતના વિવાદને લઈને થયો છે. ફરિયાદી મકાન ખાલી કરતા ના હોવાથી આરોપીએ આ ગુનો આચર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. હાલમાં પોલીસે આ સમગ્ર મામલે હત્યાનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર