Home /News /ahmedabad /Ahmedabad News: તમને પણ અમદાવાદના પ્રસિદ્ધ વડાપાંવનો ચટાકો છે તો જરૂર વાંચો! આ કારણે કોર્પોરેશને ફટકાર્યો મોટો દંડ

Ahmedabad News: તમને પણ અમદાવાદના પ્રસિદ્ધ વડાપાંવનો ચટાકો છે તો જરૂર વાંચો! આ કારણે કોર્પોરેશને ફટકાર્યો મોટો દંડ

દુકાનની તસવીર

દુકાનમાં સીલ મારીને 44,000 રૂપિયાનો વહીવટી ચાર્જ વસુલ કર્યો હતો. 47 કિલો અને 12 લિટર જેટલો અખાદ્ય જથ્થો પણ નાશ કરવામાં આવ્યો હતો.

    અમદાવાદ : તહેવારોને કારણે રાજ્યભરમાં ખાણીપીણીની દુકાનો પર તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા શહેરના અનેક વિસ્તારોમાં સઘન તપાસ ચાલી રહી છે. જેમાં શહેરના અનેક વિસ્તારોમાં પ્રખ્યાત 'બોલે તો વડાપાંવ' નામની દુકાન પર તવાઇ બોલાઇ છે. શહેરના બોપલ વિસ્તારમાં આવેલા પ્રગતિ કોમ્પ્લેક્ષમાં આવેલા બોલે તો વડાપાવ નામની દુકાનને અખાદ્ય તેલ વાપરવા બદલ દુકાનને સીલ કરવામાં આવી છે.

    શહેરના બોપલ વિસ્તારમાં પ્રગતિ કોમ્પ્લેક્સમાં આવેલા બોલે તો વડાપાવ નામની દુકાનને અખાદ્ય તેલ વાપરવા બદલ દુકાનને સીલ મારવામાં આવી છે. 16 જેટલા શંકાસ્પદ નમૂના લીધા હતા. રૂપિયા 44,000 નો વહીવટી ચાર્જ વસુલ કર્યો હતો. 47 કિલો અને 12 લિટર જેટલો અખાદ્ય જથ્થો પણ નાશ કરવામાં આવ્યો હતો.



    તપાસમાં 25 TPC (Total Polar Compound) હોવું જોઇએ જેની જગ્યાએ 27 આવ્યું હતું. જેથી કોર્પોરેશનની ટીમ દ્વારા દુકાનને સીલ કરવામાં આવી હતી. તો બીજી તરફ અલગ અલગ જગ્યાઓથી નમુના લેવામાં આવ્યા હતા અને અખાદ્ય જથ્થો મળી આવતા તેનો નાશ કરવામાં આવ્યો હતો.

    આ પણ વાંચો: પોલીસ વાન અને બાઇક વચ્ચે થયો ધડાકાભેર અકસ્માત

    તપાસ દરમિયાન 44 હજાર વહીવટી ચાર્જ વસૂલાયો હતો. આ સિવાય બિનઆરોગ્યપ્રદ 47 કિલોગ્રામ અને 12 લિટર ખાદ્યનો નાશ કર્યો હતો.

    આ પણ વાંચો: લાઇવ વીડિયો: ગરબા રમતાં રમતાં મળ્યું મોત

    ફૂડ વિભાગની ટીમ દ્વારા છેલ્લા એક અઠવાડિયામાં મીઠાઈ, મસાલાના 3, કનફેશનરી, બેસન-મેંદો અને અન્યના 2 અને બેકરી તેમજ બેકરીની આઇટમો અને દૂધ તેમજ દૂધની બનાવટોની 1 એમ કુલ 14 જેટલા નુમના લેવામાં આવ્યા હતા.

    મળતી માહિતી પ્રમાણે, જાન્યુઆરીથી સપ્ટેમ્બર 2022 સુધીમાં અમદાવાદ શહેરમાંથી 1405 જેટલા 89 નમુના અપ્રમાણિત જાહેર થયા હતા. હજી 71 જેટલા નમુનાના પરિણામ બાકી છે. લાઇસન્સ અને રજિસ્ટ્રેશન વગર જે પણ વ્યક્તિ ધંધો કરશે તેમજ નિયમોનું પાલન કર્યા વગર હલકી ગુણવત્તાનો જથ્થાનો સંગ્રહ અને વેચનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: અમદાવાદ, ગુજરાત

    विज्ञापन
    विज्ञापन