Home /News /ahmedabad /

અમદાવાદ: બુટલેગરે અપનાવ્યો ફિલ્મી આઈડિયા, ગોડાઉન માલિકને છરી બતાવી જબરદસ્તીથી છુપાવ્યો દારૂ

અમદાવાદ: બુટલેગરે અપનાવ્યો ફિલ્મી આઈડિયા, ગોડાઉન માલિકને છરી બતાવી જબરદસ્તીથી છુપાવ્યો દારૂ

અમરાઈવાડીમાં બાતમી આધારે પોલીસે એક ગોડાઉનમાં રેડ કરી હતી

Ahmedabad Crime: બુટલેગરે અપનાવ્યો ફિલ્મી આઈડિયા, દારૂ છુપાવવા કર્યું આવું, પોલીસ પણ ચોંકી

અમદાવાદ: શહેર પોલીસ એક્ટિવ થતા જ હવે બૂટલેગરો અવનવા આઈડિયા અપનાવી રહ્યા છે. અમરાઈવાડીમાં બાતમી આધારે પોલીસે એક ગોડાઉનમાં રેડ કરી હતી. જ્યાંથી પોલીસને દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ગોડાઉન માલિકને બોલાવી પૂછપરછ કરતાં સામે આવ્યું કે, એક બુટલેગર ગોડાઉન પર આવ્યો હતો. જ્યાં તેણે છરી બતાવી ગોડાઉન માલિકને ધમકી આપી દારૂ છુપાવી દીધો હતો. જે મામલે પોલીસે આરોપી સામે બે અલગ અલગ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

અમરાઈ વાડી પોલીસ પાસે એક હથિયાર બતાવી ધમકી આપી હોવાની ફરિયાદ આવી હતી. જેથી પોલીસ પંચનામું કરવા ગઈ હતી. શ્રમજીવી એસ્ટેટમાં જ્યારે પોલીસ ગઈ ત્યારે ત્યાં મૃગેશ ભાઈ પણ સાથે હતા. મૃગેશ ભાઈની ફરિયાદ એવી હતી કે, પારસ વણઝારાએ તેમને હથિયાર બતાવી ધમકીઓ આપી ગોડાઉનની ચાવી પડાવી લીધી હતી. જેથી પોલીસે બીજી ચાવી મંગાવી તે ગોડાઉન પર તપાસ કરી તો 48 બોટલો ઈંગ્લીશ દારૂની મળી આવી હતી.

આ પણ વાંચો: અમદાવાદ: લાંચિયા અધિકારીનું લાંચ લેવા માટે નવો કીમિયો, આંગડિયા પેઢી દ્વારા મંગાવી લાંચની રકમ

જેથી હવે બુટલેગરે અપનાવેલા નવા કીમિયાના આધારે પોલીસે આરોપી પારસ સામે બે અલગ અલગ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, પોલીસ અગાઉ પણ અનેક એવા બુટલેગરોના આઈડિયા પર પાણી ફેરવી ચૂકી હતી. ત્યારે વધુ એક ફિલ્મી સ્ટાઇલના આઈડિયા પર પોલીસે કાર્યવાહી કરતા બુટલેગર ફરાર થઇ જતા તેની શોધખોળ શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે, પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી પારસ સામે અગાઉ પણ અનેક ગુના નોંધાઈ ચૂક્યા છે. જેથી હવે પોલીસે અલગ અલગ ટીમો બનાવી આ આરોપી પારસ વણઝારાની શોધખોળ શરૂ કરી દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Ahmedabad news, Crime news, Gujarat News

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन