અમદાવાદ: ઓવર સ્પિડમાં આવેલા બાઇક સવારનું અકસ્માતમાં મોત, જુઓ CCTV

શહેરના કાલુપુર વિસ્તારમાં એક બાઇક ચાલકનું મોત નીપજ્યુ છે. બાઇક ઓવર સ્પિડ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે

News18 Gujarati
Updated: March 13, 2018, 1:40 PM IST
અમદાવાદ: ઓવર સ્પિડમાં આવેલા બાઇક સવારનું અકસ્માતમાં મોત, જુઓ CCTV
સલમાન અરબ (મૃતક)
News18 Gujarati
Updated: March 13, 2018, 1:40 PM IST
અમદાવાદ: શહેરના કાલુપુર વિસ્તારમાં એક બાઇક ચાલકનું મોત નીપજ્યુ છે. બાઇક ઓવર સ્પિડ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ ઘટનામાં મૃતકનું નામ સલમાન અરબ છે.

ફૂલ સ્પિડમાં જઇ રહેલાં સલમાનની બાઇક અચાનક જ સ્લિપ થઇ ગઇ હતી. જેને કારણે સલમાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. જે બાદ તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયુ હતું. અકસ્માત સમયે બાઇક સ્લિપ થઇને ઇલેક્ટ્રિક ડીપીમાં જઇ અથડાયું હતું. ધડાકાભેર અવાજ થતા આસપાસનાં લોકો ભેગા થઇ ગયા હતાં.

અકસ્માતની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઇ ગઇ છે. ઘટના અંગે પોલીસે અકસ્માતમાં મોત થયાની નોંધ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
First published: March 13, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर