સસ્તી હવાઇ મુસાફરીઃ અમદાવાદ-ભાવનગર-સુરત વચ્ચેની ફ્લાઇટ સેવા શરૂ

News18 Gujarati
Updated: April 16, 2018, 11:07 AM IST
સસ્તી હવાઇ મુસાફરીઃ અમદાવાદ-ભાવનગર-સુરત વચ્ચેની ફ્લાઇટ સેવા શરૂ
News18 Gujarati
Updated: April 16, 2018, 11:07 AM IST
આજથી અમદાવાદ-ભાવનગર-સુરત વચ્ચેની ફ્લાઇટ શરૂ થઈ ગઈ છે. જેથી તમારે હવે અમદાવાદ-ભાવનગર-સુરત જવા સરળ બન્યું છે. હવે તમે સસ્તામાં અને ઓછા સમયમાં હવાઈ મુસાફરી કરી શકો છો.

આજથી અમદાવાદ-ભાવનગર-અમદાવાદ હવાઇ સેવા અને ભાવનગર-સુરત-ભાવનગર સેવાનો પ્રારંભ થયો છે. એર ઓડિશા દ્વારા આ સેવા શરૂ કરવામાં આવી છે. જેના ઉદ્ઘાટન પ્રસંગે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને ઉડ્ડયન મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ઉપસ્થિત રહ્યાં હતા. રાજ્યના ઉડ્ડયન મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે ભાવનગર-સુરત, સુરત-ભાવનગર હવાઇ સેવાનો પ્રારંભ કર્યો હતો. જેમાં હવેથી અમદાવાદથી ભાવનગર સુધીની 40 મિનિટમાં સફર થશે. એટલે કે અત્યાર સુધી ભાવનગર જવામાં જે કલાકો બગડતા હતા તેમાં બચત થશે.

ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આ હવાઇ સફર શરૂ થતા રાજ્યને શુભકામના આપી હતી. આ ફ્લાઈટ સાથે સુરત આવી પહોંચ્યા હતા. ત્યારે તેને નિવેદન આપતા કહ્યું હતું કે સુરક્ષિત અને ટૂંકી મુસાફરીથી લોકોને ફાયદો થશે. જ્યારે ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ નિવેદન આપતા કહ્યું હતું કે ફ્લાઇટથી લોકોને સસ્તી મુસાફરીનો લાભ મળશે.

 
First published: April 16, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर