અમદાવાદ : ગાયકે ગળે ફાંસો ખાઇ કર્યો આપઘાત

ફ્રેન્કલીન સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પર્ફોર્મ પણ કરતા હતાં અને તેનું આયોજન પણ કરતા હતાં.

News18 Gujarati
Updated: June 10, 2019, 2:40 PM IST
અમદાવાદ : ગાયકે ગળે ફાંસો ખાઇ કર્યો આપઘાત
ફ્રેન્કલીન ક્રિશ્ચિયનની ફાઇલ તસવીર
News18 Gujarati
Updated: June 10, 2019, 2:40 PM IST
ન્યૂઝ18 ગુરાતી : અમદાવાદનાં ખોખરા વિસ્તારમાં રહેતા 41 વર્ષનાં સિંગર ફ્રેન્કલીન ક્રિશ્ચિયને પોતાના ઘરે જ ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી છે. આ સમાચારને કારણે પરિવાર અને કલાકારોમાં શોકની લાગણી છવાઇ ગઇ છે. બનાવની જાણ થતાં ખોખરા પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.

આ મામલે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે ખોખરા વિસ્તારમાં રહેતા અને દેશવિદેશમાં વિવિધ કાર્યક્રમોનું સંચાલન કરી ચુકેલા સિંગરે આપઘાત કર્યો છે. હાલ તેમણે કયા કારણોસર આપઘાત કર્યો છે તે સામે આવ્યું નથી. ફ્રેન્કલીન સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પર્ફોર્મ પણ કરતા હતાં અને તેનું આયોજન પણ કરતા હતાં.

આ પણ વાંચો : અમદાવાદનાં વેપારીએ માથામાં ગોળી મારી કરી લીધી આત્મહત્યા

હાલ ખોખરા પોલીસે આ મામલામાં ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. પોલીસ ઘરની તપાસ કરી રહી છે અને પરિવાર તથા આસપાસનાં લોકોની પૂછપરછ કરી રહી છે.
First published: June 10, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...