અમદાવાદ : થેલેસેમિયા મેજરથી પીડાતી યુવતીએ બાળકીને જન્મ આપ્યો

News18 Gujarati
Updated: July 18, 2019, 3:34 PM IST
અમદાવાદ : થેલેસેમિયા મેજરથી પીડાતી યુવતીએ બાળકીને જન્મ આપ્યો
પ્રતિકાત્મક તસવીર

તેમણે 500 વાર બ્લડ ટ્રાન્સફ્યુઝન કરાવ્યું છે. આટલી તકલીફો વચ્ચે પણ તેમણે એક બાળકીને જન્મ આપ્યો છે.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : થેલેસેમિયા મેજર જે વ્યક્તિને હોય તે વ્યક્તિને સાદુ જીવન જીવવા માટે  પણ ઘણી મહેનત કરવી પડે છે. ત્યારે એક પ્રેરણાત્મક કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદની 26 વર્ષની કિંજલ શાહને તે 3 મહિનાનાં હતા ત્યારથી  જ થેલેસેમિયા મેજરની બીમારી હતી. તેમણે 500 વાર બ્લડ ટ્રાન્સફ્યુઝન કરાવ્યું છે. આટલી તકલીફો વચ્ચે પણ તેમણે એક બાળકીને જન્મ આપ્યો છે.

પરિવાર અને પતિનો સાથ મળ્યો

કિંજલ શાહને ત્રણ મહિનાની ઉંમરથી જ થેલેસેમિયા મેજર છે. જેના કારણે પહેલા મહિનામાં એકવાર પરંતુ બાદમાં દર પંદર દિવસે બ્લડ ચડાવવાની પ્રોસેસ કરવી પડે છે. એકએવો પણ સમય હતો જ્યારે ડોક્ટરોએ પણ તેની જીવવાની આશા છોડી દીધી હતી. પરંતુ તેણે અને તેના પરિવારે હિંમત ન હારી. અમદાવાદનાં નવીન લાઠીએ તેની સાથે લગ્ન કર્યા અને એક બાળકનો જન્મ થયો છે. આ ગુજરાતમાં પહેલો એવો કિસ્સો છે જેને મેજર થેલેસેમિયા હોવાછતાં બાળકને જન્મ આપ્યો.આ પણ વાંચો : થેલેસેમિયા સામે ગુજરાતી યુવાનની લડાઈ, આ સેલેબ્સ પણ સાથે જોડાયા

હિંમત ન હારી
Loading...

થેલેસેમિયા મેજર દર્દી, કિંજલ શાહે આ અંગે જણાવતા કહ્યું કે, 'મેં હિમંત હાર્યા વગર બીમારીનો સામનો કર્યો. જેના કારણે મારા પરિવારે અને પતિએ મને ઘણો સપોર્ટ કર્યો છે. મારી પ્રેગ્નન્સીમાં પણ ઘણું જ ઘ્યાન આપ્યું હતું. જેના કારણે જ હું બાળકીને જન્મ આપી શકી છું.'
First published: July 18, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...