Home /News /ahmedabad /બેંકકર્મીએ અમદાવાદની હોટલમાં કર્યો આપઘાત, અંતિમ ચિઠ્ઠીંમાં લખ્યું- 'દીકરીની સગાઇ અટકાવતા નહીં'

બેંકકર્મીએ અમદાવાદની હોટલમાં કર્યો આપઘાત, અંતિમ ચિઠ્ઠીંમાં લખ્યું- 'દીકરીની સગાઇ અટકાવતા નહીં'

વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન, અમદાવાદ - ફાઇલ તસવીર

Ahmedabad News: ડાયરીમાં લખ્યું હતુ કે, 'અરેસ્ટ ગૌરાંગ મહેતા.' જેથી પ્રણવભાઈએ જે ગૌરાંગ મહેતાનું નામ લખ્યું છે તે કોણ છે તે અંગે તપાસ થઇ રહી છે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
    અમદાવાદ: શહેરનાં વસ્ત્રાપુરમાં રહેતા પ્રણવભાઇ પંડ્યાએ પ્રાઇડ પ્લાઝાના રૂમમાં ગળે ફાંસો ખાઇને જીવન ટૂંકાવી લીધું છે. તેમણે આપઘાત કરતાં પહેલા પોતાની ડાયરીમાં બે પાનની અંતિમ ચિઠ્ઠી પણ લખી છે. આ ચિઠ્ઠીનાં આઘારે પોલીસે વધુ કાયર્વાહી આગળ ધપાવી છે. નોંધનીય છે કે, પ્રણવભાઇ ઘરેથી વડોદરા કામ માટે જવાનું કહીને નીકળ્યા હતા. તેમના આ અંતિમ પગલા બાદ બે દીકરીઓ નોંધારી બની છે.

    વડોદરા જવાનું કહીને નીકળ્યા હતા


    આ અંગે વસ્ત્રાપુરમાં લાડ સોસાયટી રોડ પર આવેલા દેવસૃષ્ટિ-2માં રહેતા 50 વર્ષનાં પ્રણવભાઈ પંડ્યાએ જજીસ બંગલા રોડ પરની હોટેલ પ્રાઈડ પ્લાઝાના પાંચમા માળે આવેલા રૂમમાં પંખાના હૂક સાથે દોરડુ બાંધી ગળા ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. પ્રણવભાઇ 10 નવેમ્બરે એક દિવસ માટે વડોદરા જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા અને હોટેલમાં રોકાયા હતા. જ્યાં તેમણે વડોદરાનું સરનામું લખાવ્યું હતું.

    આ પણ વાંચો: હાથમતી નદીમાં ન્હાવા ગયેલા સાત કિશોરોમાંથી બે વહેણમાં તણાયા

    ચેકઆઉટનાં સમય બાદ પણ રૂમની બહાર ન આવ્યા


    જે બાદ બીજા દિવસે 11 નવેમ્બરે 1 વાગે તેમને રૂમ ચેક આઉટ કરવાનો હતો, પરંતુ 1.20 સુધી તેઓ નહીં આવતા રિસેપ્શન પરથી તેમના રૂમમાં ફોન કરાયા હતા. જે તેમણે ઉપાડ્યા ન હતા. જેથી હોટેલના સ્ટાફે માસ્ટર કીથી દરવાજો ખોલીને જોયું તો પ્રણવભાઈએ પંખાના હૂક સાથે દોરડું બાંધી ગળા ફાંસો ખાઈ લીધો હતો.

    આ પણ વાંચો: વોટ્સએપ પર આવેલો એક મેસેજ બન્યો હનીટ્રેપનું કારણ

    'અરેસ્ટ ગૌરાંગ મહેતા'


    હોટલે વસ્ત્રાપુર પોલીસ અને પરિવારને આ અંગે જાણ કરવમાં આવ્યા હતા. રૂમમાંથી મળેલી ડાયરીનાં 2 પાનાંમાં પ્રણવભાઈએ સુસાઇડ નોટ લખી હતી કે, 'દેવું થઈ જતા આર્થિક સંકળામણથી કંટાળી હું આ પગલું ભરી રહ્યો છું. મારા પેન્ડિંગ બિલ અને દેવા અંગે પરિવારને હેરાન ન કરવો.' આ સાથે તેમણે ડાયરીમાં લખ્યું હતુ કે, 'અરેસ્ટ ગૌરાંગ મહેતા.' જેથી પ્રણવભાઈએ જે ગૌરાંગ મહેતાનું નામ લખ્યું છે તે કોણ છે અને પ્રણવભાઈની આત્મહત્યા પાછળ ગૌરાંગ મહેતાની શું ભૂમિકા છે તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી હતી.
    " isDesktop="true" id="1283154" >

    નોંધનીય છે કે, પ્રણવભાઈને બે દીકરીઓ છે. જેમાંથી એક દીકરી ઓસ્ટ્રેલિયા રહે છે અને બીજી દીકરીની થોડા સમય પછી સગાઈ છે.



    પ્રણવભાઇએ ચિઠ્ઠીમાં એમ પણ લખ્યું હતુ કે, મારા જવાથી દીકરીની સગાઈનો પ્રસંગ અટકાવતા નહીં, તે પૂરો કરજો.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Suicide case, અમદાવાદ, ગુજરાત

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन