Home /News /ahmedabad /

અમદાવાદ: સગાઈ તોડી નાખતા યુવક યુવતીના ઘરે પહોંચ્યો, પછી ખેલાયો ખુની ખેલ

અમદાવાદ: સગાઈ તોડી નાખતા યુવક યુવતીના ઘરે પહોંચ્યો, પછી ખેલાયો ખુની ખેલ

જમાલપુર વિસ્તારમાં ગત મોડી રાત્રે યુવકની હત્યાનો બનાવ સામે આવ્યો છે.

Ahmedabad Crime: સગાઈ તોડી નાખતા યુવક બોલાચાલી કરી ઝઘડો કરવા લાગતા યુવતીના પિતાએ છરીના ઘા મારીને યુવકની હત્યા કરી નાંખી

અમદાવાદ: શહેરના જમાલપુર વિસ્તારમાં ગત મોડી રાત્રે યુવકની હત્યાનો બનાવ સામે આવ્યો છે. સગાઈ તોડી નાખ્યાની અદાવત રાખીને યુવક યુવતીના ઘરે પહોંચ્યો હતો અને બોલાચાલી કરી ઝઘડો કરવા લાગતા યુવતીના પિતાએ છરીના ઘા મારીને યુવકની હત્યા કરી નાંખી હતી.

શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલી કાચની મસ્જિદ નજીક ગત મોડી રાત્રે હત્યાનો બનાવ સામે આવ્યો છે. જમાલપુર વિસ્તારમાં આવેલી જુના ડુંગરાપુરા ખાતે રહેતો શોએબ અને સલીમ વોરા વચ્ચે બોલાચાલી અને ઝઘડો થતાં સલીમ વોરાએ તેની પાસે રહેલી છરી વડે શોએબને ત્રણથી ચાર છરીના ઘા પેટ અને છાતીમાં તેમજ પીઠના ભાગે મારી દેતા શોએબ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. જેને તાત્કાલિક સારવાર માટે વીએસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે, સારવાર દરમિયાન તેનું મૃત્યુ હતું. જ્યારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો.

આ પણ વાંચો: રાજ્યમાં નવરાત્રિ દરમિયાન લાઉડ સ્પીકર પર મોડી રાતે 12 વાગ્યા સુધી ગરબા રમવાની સરકારની મંજૂરી

પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, મૃતક શોએબની સગાઈ આરોપીની દીકરી સાથે થઈ હતી. એક વર્ષ અગાઉ કોઈ કારણોસર સગપણ તોડી નાખવામાં આવી હતી. જેને લઈને શોએબ યુવતીના ઘરે ગયો હતો અને બોલાચાલી કરી ઝઘડો કરવા લાગ્યો હતો. જોકે, આરોપી સલીમ વોરા અને મૃતક શોએબ બંને બોલાચાલી કરતા કરતા કાચની મસ્જિદ પાસે પહોંચ્યા હતા. જોત જોતામાં બંને વચ્ચે મારામારી થતા સલીમ વોરાએ શોએબને એક પછી એક છરીના ઘા મારતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. જે અંગેની જાણ તેણે તેના માતાને કરતા તેના માતા પણ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને શોએબને સારવાર માટે વીએસ હોસ્પિટલ ખસેડ્યો હતો.

સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા જ અન્ય કોઈ અનઇચ્છનીય બનાવ ન બને તે માટે મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને આરોપી વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરીને વધુ કાર્યવાહી શરૂ કરી છે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Ahmedabad news, Crime news, Gujarat News

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन